________________
શારદા સિદ્ધિ
૮૯૫
શેફ ગામ બહાર ઝુપડી બાંધીને મહેનત કરી ચાર આના કમાઈ લેતા. એમાંથી એ આના પેાતાની ખચી માટે રાખી મે આના દાનમાં વાપરવા લાગ્યા. રોજ કેસરીયા દૂધ પીનાર અને માલપાણી જમનાર શેઠ આજે લૂખા રોટલા કે ઘેસ બનાવીને ખાઈ લેતા ને શાંતિથી ધર્મધ્યાન કરતા. કયારેક કામ ન થાય તે ભૂખ્યા પડી રહેતા પશુ કોઈને દોષ આપતા નથી કે કેાઈની પાસે હાથ લાંબો કરતા નથી. શેઠની આ સ્થિતિ જોઈ ને લેાકેાની આંખમાં આંસુ આવી જતા કે અહા ! હજારોને પાળનાર શેઠની આ સ્થિતિ ! પણ શેઠ તે આનંદથી રહે છે ને નરિસંહુ મહેતાની જેમ એક જ વિચાર કરે છે કે “ ભલું થયું' ભાંગી જ'જાળ, સુખે ભજશુ' શ્રી જિનવર ” અને એ રીતે ધર્મારાધનામાં મસ્ત રહીને દિવસે વીતાવવા લાગ્યા.
એક દિવસ ગામમાં મહાન પવિત્ર જ્ઞાની સ'ત પધાર્યાં ત્યારે શેઠ એમના દર્શીન કરવા ગયા. સત શેઠને એળખી ગયા એટલે પૂછ્યુ.-શેઠ ! આમ કેમ ? તમારી આ દશા ? શેઠે કહ્યું ગુરૂદેવ ! મને બીજું કાંઈ ન પૂછે. ધર્મારાધનાની વાત પૂછે. ધર્મારાધના કરવામાં મને મહાન આનંદ આવે છે. પહેલા ઘણી જ જાળ હતી એટલે સુખે ધમ ધ્યાન કરી શકતા ન હતા. મેં મારી જાતે ઉભી કરેલી જજાળ છૂટી જતાં મને ધક્રિયામાં મહાન આનંદ આવે છે. મને પૂના વૈભવ યાદ નથી આવતા પણ પૂર્વની ધ બાધક ઉપાધિ યાદ આવે છે. શેઠનુ મન કેવુ' પવિત્ર છે! દીકરાએએ સામુ' જેયુ' નથી છતાં એમ નથી કહેતા કે મારા છોકરાઓએ આમ કર્યું. તેથી હું ઘર છેડીને ચાલી નીકળ્યા છું. ગુરૂદેવ! હવે મને ઘણી શાંતિ છે. હું સામાયિકમાં બેસુ છુ ત્યારે મને ચક્રવર્તિની નહિ પણ ઈન્દ્રની પણ દયા આવે છે કે એ બિચારાઓને વિરતિ ધમની કેવી અ`તરાય ! હવે મારે શાંતિથી સામાયિક આદિ ધર્મકરણી થાય છે, મારે તિજોરી છે નહિ કે ચારની બીક રહે. કુટુ`બ છે નહિ કે હવે મારે એને કઈ લાવવા મૂકવાની જ જાળ હાય. ઘર પણુ પેાતાનું નથી કે આગ લાગવાની ચિ'તા રહે.
મહારાજે પૂછ્યુ –શેઠ! તમારું કુટુંબ કયાં ગયું ? શેઠે કહ્યુ -બધું હયાત છે. ધન છે. કુટુંબ છે મધુ' છે પણુ એમણે મને આ ધર્મારાધના કરવાની તક આપી. એમણે તા મારા ઉપર મહાન ઉપકાર કર્યાં છે. આ બધું શેડ ઉપરથી નથી ખેલતા, દિલથી ખેલે છે. કુટુ બને દિલથી ઉપકારી માને છે. તે આગળ કહે છે કે જગતને મારું કરવા કરતા જિનેશ્વર પ્રભુને હું મારા મનાવી લઉં. જગતને સુધારવા કરતા જિનવાણીથી મારા આત્માને સુધારી લઉં. શેઠની ધમની વાતા સાંભળીને સ'ત આશ્ચર્ય પામી ગયા ને કહ્યું-શેઠ ! તમારી ધમભાવના અને સ'સાર પ્રત્યેના અનાસક્ત ભાવ પ્રશસનીય છે પણ તમે સંસારમાં રહીને ગમે તેટલી આરાધના કરો પણ સાધુપણાની તાલે ન આવે. સ'સાર એ આશ્રવનું ઘર છે ને સયમ એ સંવરતુ' ઘર છે,