________________
શારદા સિદ્ધિ
૮૯૭ મોહ છે. ધન, સ્ત્રી, પુત્ર, પરિવાર, કીતિ ઘરબાર, દુકાન, વાડી, બંગલા વિગેરેના મોહનું કારણ મોહનીય કર્મ છે. જેમ જેમ હિસાદિ પાપ અને કષાયાદિ દેનું સેવન થાય તેમ તેમ મેહનીય કર્મ બંધાય છે. બીજા જીવોને શ્રદ્ધાથી, સદ્ધર્મથી ભ્રષ્ટ કરવાથી પણ મેહનીય કર્મની જડ મજબૂત થાય છે, માટે મોહને મારવા મોહના પરમ વિજેતા બનવા વીતરાગ ભગવાનની ઉપાસના કરે ને સદગુરૂઓના મુખેથી વૈરાગ્યમય વાણી સાંભળીને મોહને જીતવા માટે પુરૂષાર્થ કરે, કારણ કે સંસારનો મોહ જીવને દુર્ગતિમાં ઘસડી જનાર છે. પૈસા, પત્ની, પુત્રે વિગેરે ઉપર ગમે તેટલે પ્રેમ રાખો, એમને ગમે તેટલું સુખ કે ધન આપે પણ અંતે કઈ કઈનું થવાનું નથી. ધર્મ જ જીવને તારણહાર છે, માટે ધર્મનું શરણું અંગીકાર કરે.
એક શ્રીમંત શેઠને ચાર દીકરાઓ હતા. શેઠના પુણ્ય એવા જમ્બર હતા કે તેઓ પોતાના બાહુબળથી કરોડની સંપત્તિ કમાયા હતા. સાથે શેઠને ધર્મની શ્રધ્ધા પણ ખૂબ હતી. દીકરાઓ મોટા થયા. ભણવ્યા, ગણાવ્યા પરણાવ્યા અને વહેપારધંધે શીખવ્યો, પછી શેઠે છોકરાઓને વહેપાર ધંધે સોંપી દીધે ને પોતે નિવૃત્ત થઈ ધર્મારાધના કરવા લાગ્યા. શેઠે તિજોરીની ચાવી, મિલ્કત બધુ પુત્રોને સોંપી દીધું. માલ-મિલ્કત, પેઢી, વહેપાર બધું મળતા પુત્રે તે રાજી રાજી થઈ ગયા ને બાપાજીને ખમ્મા ખમ્મા કરવા લાગ્યા. રેજ સવારમાં ઉઠે ને બાપાજીને પગે લાગીને પૂછે કે અમારા લાયક કામસેવા ! કાંઈ હુકમ? ત્યારે શેઠ કહેતા કે બેટા ! તમે દઢધમી બનજો ને ન્યાય નીતિનું પાલન કરજો, ત્યારે દીકરાઓ કહેતા કે બાપુજી! અમે આપના પુત્રો છીએ. આપે અમને ધર્મના સંસ્કાર આપ્યા છે એટલે એ તે અમે જરૂર કરીશું. આપ એ બાબતમાં ચિંતા નહિ કરતા. આપને દાન-પુણ્ય જે કરવું હોય તે ખુશીથી કરે ને ધર્મધ્યાન કરે. એમાં અમને કાંઈ પૂછવાનું નહિ. આ શેઠ તે વધુ ધર્મારાધના કરવા લાગ્યા. અને ઉદાર દિલે દાન કરવા માંડયું.
શેઠે છૂટે હાથે દાન દેવા માંડ્યું એટલે છોકરાઓને ચટપટી થઈ કે બાપાજીને આપણે દાન કરવાનું કહ્યું ત્યારે એ તે બરાબર લમી લૂટાવવા બેઠા છે, તેથી છોકરાઓ વાતવાતમાં કહે છે બાપાજી ! બહુ ખર્ચ થાય છે, જરા લિમિટમાં દાન કરે, ત્યારે શેઠે કહ્યું-દીકરાઓ ! આ શું બોલ્યા? આપણા જમ્બર પુણ્યના ઉદયે કરેડની સંપત્તિ મળી છે ને હજુ મળે જ જાય છે. બાપુજી! ગમે તેટલું ધન મળે પણ આમ ઉડાવાય ખરું ? આમ ન ચાલે, ત્યારે શેઠે કહ્યું બેટા! તમારા લગ્નમાં મેં ઘણું ધન ખસ્યું છે. તે વખતે તે તમે એવું કહેવા ન આવ્યા કે બહુ ખર્ચ થઈ ગયો. તે વખતે તે સહેજ ઓછું લાગે છે એમ કહેતા હતા કે બાપુજી! શા માટે ઓછું કરે છે? અમે કમાઈશું એટલે ઘણું ધન લાવી આપીશું, પણ અત્યારે ધન વાપરવાથી સમાજમાં આપણું શભા વધશે. પિતાએ આ પ્રમાણે કહ્યું એટલે છોકરાઓ શું બેલે? મનમાં તે બહુ ખટકે છે. શેઠે તે પિતાનું દાન ધર્મનું કાર્ય ચાલુ રાખ્યું.