________________
થારદા સિદ્ધિ
૨૧
કરવા લાગ્યા, ત્યારે નગરમા રાજા સનતકુમાર ચક્રવતિ` આવ્યા ને એમણે માફી માંગી, કરગર્યાં ને આપે પણ મને ખૂબ સમાન્યે તેથી મે તેજીલેશ્યા પાછી ખેં'ચી લીધી, પછી રાજાને ખબર પડી કે નમુચીએ આ બધું કરાવ્યુ છે, તેથી અને મુશ્કેટાટ બધાવીને આપણી પાસે મોકલ્યા, ત્યારે આપણે સંથારો કરવાની તૈયારીમાં હતા. આપણે એને ખ'ધન મુક્ત કરાબ્યા, આથી રાજા ઉપર એને ખૂબ પ્રભાવ પડધે, એટલે સનત્કુમાર ચક્રવતિ એમના પરિવાર સહિત આપણને વંદન કરવા આવ્યા. તે સમયે વંદન કરતા સનતકુમાર ચક્રવતિની પટ્ટરાણીના માથાના વાળની એક લટ છૂટી પડેલી તે મારા શરીરને સ્પશી ગઈ. એના સુવાળા સ્પર્શથી મારા શરીરમાં શીતળતાના અનુભવ થયા ત્યારે મે આંખ ખેાલીને જેયું તે ચક્રવતિની સ્ત્રીરત્ન તેમજ એમની ઋધિ જોઈને હું' અજાઈ ગયા ને કામભોગમાં આસક્ત બનીને મેં એ વખતે એવું નિયાણુ. કયુ' કે “ મારા તપ સયમનું ફળ હોય તે હું આવા પ્રકારના સુખાને ભગવનાર અનુ... ” આવા પ્રકારના મે' જે સંકલ્પ કર્યાં તે વાત આપની જાણમાં આવી ગઈ, તેથી આપે મને એ વખતે ઘણું સમજાવ્યેા કે હે સંભૂતિમુનિ ! આવા પ્રકારનું નિયાણું કરવું તે આપને માટે બિલકુલ ઉચિત નથી. આ તે હીરા આપીને કાંકરા ખરીદવા જેવા ખેાટના ધંધા છે માટે તમે કરેલા નિયાણાને છેડી દો. એની આલેચના કરી પ્રાયશ્ચિત કરો તા હજી પાપમાંથી બચી શકશે પણ મે' આપનું કહેવું માન્યું નહિં. હુ'. મારા સ’કલ્પમાં દૃઢ રહ્યો. આ એનું મને ફળ મળ્યું છે, તેથી હુ શ્રુત ચારિત્રરૂપ ધર્માંને જાણતા હોવા છતાં પણ કામભોગામાં મૂતિ બન્યા છું. આપ મને અમૂલ્ય બૈરાગ્યથી નીતરતા હૃદયવેધક ઉપદેશ આપે છે છતાં મને એની કેાઈ અસર થતી નથી. કામભાગની આસક્તિ છૂટતી નથી ને આપના માગે` આવી શકતા નથી.
જુઓ, બ્રહ્મદત્ત ચક્રવતિ ચિત્તમુનિ પાસે પોતાની કેવી અશક્તિ બતાવે છે ! પોતાને મુનિની વાત સાચી લાગે છે, સમજાય છે છતાં છોડી શકતા નથી. હું તે તમને પણ કહું છું કે તમે તપ કરો, સામાયિક આદિ ધર્મક્રિયા કરો, દાન કરો પણ એના ફળની ઈચ્છા કરશે નહિ. કરણી કદી વેચવી નહિ. હું આવા તપ કરુ છું તે। મને આવું ફળ મળજો એવા વિકલ્પ પણ કરશે નહિ. કરણીનુ ફળ માંગવાથી એના અમૂલ્ય લાભ ચાલ્યા જાય છે, માટે જે કઈ કરો તે શુદ્ધ ભાવથી શ્રદ્ધાપૂર્વક કરો. જેટલી હૃદયની શુદ્ધિ અને જિનવચનમાં શ્રધ્ધા એટલેા લાભ વધારે થાય છે, બાકી મનમાં મલીનતા હાય, ચિત્ત વિષયવાસના તરફ દોડતુ હાય ત્યાં સુધી ગમેતેટલો ધર્મની આરાધના કરો, તપ-જપ કરો પણ એના લાભ મળતા નથી.
ચિત્તમુનિએ બ્રહ્મદત્ત ચક્રવર્તિને જન્મ-મરણની ભય'કરતા, આયુષ્યની ક્ષણિકતા, ધન યૌવનની નશ્વરતા અને સ'સારની સ્વાર્થા ધતા વિગેરે ખરાખર સમજાવ્યા. અત્યાર સુધી બ્રહ્મદત્ત ચક્રી સાધુની વાતને માનવા તૈયાર ન હતા. હવે એનું દિલ કુણુ' પડયું