________________
શારદા સિદ્ધિ દુખના અંશવાળું હોય તે પણ સાચું સુખ નથી. સાચું સુખ તે તેને જ કહેવાય કે જે સુખ પરિણામે દુઃખ ન આપે, જે સુખ આવ્યા પછી પાછું ચાલ્યું ન જાય તેમજ જે સુખ સંપૂર્ણ હોય અને દુઃખના અંશ માત્રથી રહિત હોય. જ્યાં સુધી આવું સુખ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાચું સુખ મળ્યું છે એમ ન કહી શકાય, માટે જ્યાં સુધી એવું સુખ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ મેળવવા માટે મહેનત કરવી જોઈએ, અને પ્રમાદ છેડીને જેટલી બને તેટલી ધર્મારાધના કરી લેવી જેથી ભવભવના ફેરા ટળી જાય.
- જેમને મોક્ષના મહાન સુખ મેળવવાની લગની લાગી છે એવા ચિત્તમુનિએ બ્રહ્મદત્ત ચક્રવતિને ઘણે ઘણે ઉપદેશ આપ્યા, ત્યારે બ્રહ્મદત્ત ચક્રવતિએ ચિત્તમુનિને કહ્યું હે કરૂણવંત મુનિરાજ ! તમે તે મને આ સંસારની ઊંડી ખાઈમાંથી બહાર કાઢવા માટે અમૂલ્ય ઉપદેશ આપે. આપને એ ઉપદેશ અક્ષરશઃ જીવનમાં અપનાવવા જે છે. આપના એકેક વચને વચને સંસાર પ્રત્યેની નફરત અને મોક્ષ પ્રત્યેની રૂચી ભરેલી છે. આપના એકેક શબ્દમાં સંયમની સૌરભ મહેકી રહી છે. જેમ યુધની ભેરી વાગે ત્યારે નબળામાં નબળો ધે હોય તે પણ બેઠો થઈ જાય છે. જેમ વિજય હાથી કાદવમાં ખેંચી ગયા હતા ત્યારે એને બહાર કાઢવા ઘણાં પ્રયત્ન કર્યા પણ નીકળી શકે નહિ ત્યારે એક સુજ્ઞ પુરૂષે કહ્યું કે યુધની ભેરી વગડાવે. યુદધની ભેરી વાગી, રણશીંગા ફૂકાયા ત્યાં વિર્ય હાથી બધું બળ એકત્ર કરીને કાદવમાંથી બહાર કૂદી પડે એમ હું પણ ભેગના કાદવમાં ખેંચી ગયો છું એટલે આપ મને એમાંથી કાઢવા માટે જોરશોરથી ધર્મોપદેશની ભેરી વગાડી રહ્યા છે. ગમે તે ભેગાસક્ત માણસ હોય તે પણ એને સંસાર છોડવાનું મન થઈ જાય, પણ હું આ કાદવમાંથી બહાર નીકળી શકતું નથી.
हत्थिणपुरम्मि चित्ता, दहण नरवई महिथिय । कामभोगेसु गिघेणं, नियाणमसुहं कडं ॥ २८ ॥ तस्स मे अप्पडिकंतम्स, इमं एयारिसं फलं ।
जाणमाणा विजं धम्म, कामभोगेसु मुच्छिओ ॥ २९ ॥ મારામાં ચારિત્ર મોહનીય કર્મની આટલી બધી તીવ્રતા કેમ છે? એનું પણ કારણુ મુનિને ચક્રવતિએ સ્પષ્ટ રૂપમાં કહી દીધું. એમાં તેમણે બતાવ્યું કે જ્યારે આપણે બંને ભાઈઓ આજથી ત્રીજા ભવે એટલે કે દેવકને ભવ કર્યા પહેલા સાધુપણામાં હતા ત્યારે હું મા ખમણને પારણે હસ્તિનાપુરમાં ગૌચરી ગમે ત્યારે નમુચી પ્રધાને ખૂબ માર મરાવ્યું. તે વખતે મને ખૂબ ક્રોધ આવ્યું, મેં ક્રોધાવેશમાં , આવીને તેજુલેહ્યા છોડી. તે સમયે આખા નગરના લેકે ભયભીત બનીને નાસભાગ