________________
શારદા સિતિ
cre
શૈલેાકય પ્રકાશક, શાસ્ત્રકાર ભગવાન ફરમાવે છે કે આ જીવને જો સાચુ' સુખ મેળવવુ‘ હાય તા ધર્મની આરાધના કરો. ધમ એ શિવ સુખની પ્રાપ્તિને અમોધ ઉપાય છે, પણ પહેલા વિચારવુ જોઈએ કે ધર્માં કેવા હાવા જોઈએ ? જે ધર્મની આરાધના કરતા જીવનમાં વિષયાના વિરાગ પ્રગટે, કષાયાના ત્યાગ થાય, ગુણાના અનુરાગ જન્મે, એ ત્રણને પેદા કરનારી તથા દાષાને દુર કરનારી ક્રિયામાં અપ્રમાદભાવ આવે, ” એવા ધમ શિવસુખના સાચા ઉપાય છે. જે ધમાં વિષય પ્રત્યેના વિરાગ પેદા કરવાની તાકાત નથી, જે ધમ કરવાથી જીવનમાંથી કષાયા જાય નહિ, ગુણીજનાને દેખીને ગુણાનુરાગ પ્રગટે નહિ અને જે ધમ આત્માને નિવૃત્તિ પમાડનારી ક્રિયાએમાં અપ્રમત્તતા લાવે નહિ તે ધર્મ વસ્તુતઃ ધર્મ નથી. વસ્તુતઃ ધમ તા તેને જ કહેવાય કે જે જીવને પરિણામે મેાક્ષની પ્રાપ્તિ કરાવે, મેક્ષ સુખના મેવા મેળવવા માટે આ ચાર ચીજોની આવશ્યક્તા છે. ઈન્દ્રિયાના વિષયો પ્રત્યે વિરાગ પ્રગટયા વિના, કષાયેાના ત્યાગ થયા વિના, ગુણાનુરાગ પ્રગટથા વિના અને એના ચાળે આત્માના સ્વભાવને પ્રગટ કરવામાં સહાયક ક્રિયાએમાં અપ્રમત્ત ભાવ આવ્યા વિના કોઈ પણ આત્મા ભૂતકાળમાં મોક્ષના સુખ પામ્યા નથી, વમાનકાળે પામતા નથી અને ભવિષ્યમાં પામશે નહિ, આટલા માટે જ્ઞાની ભગવતે વારવાર ટકાર કરીને ફરમાવે છે કે આ ચાર ગુણ્ણા જેમના જીવનમાં આવશે તે મોક્ષના સુખ પ્રાપ્ત કરી શકશે, ખંધુએ ! તમે ધમ શા માટે કરી છે? ધર્મારાધના કરવાના હેતુ શે ? જન્મ મરણના દુ:ખાટાળી મોક્ષનુ' શાશ્વત સુખ પ્રાપ્ત કરવાના. એ લો આપણે ધર્મારાધના કરવાની છે. કાઈ પણ માણસ કોઈ પણ પ્રવૃત્તિ કરે છે તે તેના કોઈ હેતુ તે અવશ્ય હોય જ. તમે વહેપાર કરી છે તે તેના હેતુ શેા છે? બેલા દેવચ`દભાઈ, માન્નુભાઈ, ધન કમાવાના છે ને? જો તમને વહેપારમાં ધનપ્રાપ્તિ ન થાય તેા વહેપાર કરી ખરા? જે વહેપારમાં ખેાટ આવે તેને પડતે મૂકી દો છે ને ? એવી રીતે ધમ કરવાનું ધ્યેય કડા, લક્ષ કહા, કે હેતુ કહેા તા એક જ છે કે દુઃખ ટાળવુ' છે ને સુખ મેળવવુ' છે, માટે વિભાવ દશા છેાડીને સ્વભાવમાં આવવુ પડશે. “ ત્રિભાવ દશા એટલે સંસાર અને સ્વભાવ દશા એટલે મેાક્ષ. ” આપણે દુઃખ ટાળી સુખ મેળવવાની વાત કરી. હવે વિચાર કરો કે દુઃખ શેમાં છે ને સુખ શેમાં છે? જ્ઞાનીપુરૂષ ફરમાવે છે કે સ્વભાવમાં સુખ છે તે વિભાવમાં દુઃખ છે. જો દુઃખ જોઈતુ' ન હેાય ને સુખ જોઈતુ' હાય તા વિભાવથી પાછા ફરો ને સ્વભાવમાં રમણતા કરે, વિભાવના સ॰થા અભાવ એટલે સ્વભાવનુ· પ્રગટીકરણ, પછી દુઃખનું નામ નહિ ને સુખની કમીના નહિ. વિભાવ દશામાં સ'સાર હાય છે, એટલા માટે જ્ઞાનીઓએ સ'સારને દુઃખમય, દુઃખફલક અને દુઃખ પર‘પરક કહ્યો છે. જે સુખ પરિણામે દુઃખ આપે તે સાચું સુખ નથી. જે સુખ આવીને ચાલ્યું જાય તે પણ સાચું સુખ નથી, અને જે સુખ અધૂરું હોય
,,
શા. ૧૧૨