________________
૮૮
શારદા સિદ્ધિ એટલે કહે છે આપને એકેક વર્ચને સત્ય છે, પ્રમાણભૂત છે. આપે મારી ભૂલે દૂર કરી મારું જીવન સુધારવા માટે મને ખૂબ ઉપદેશ આપ્યો, પણ મેં હઠાગ્રહી બનીને આપને ઉપદેશ હૃદયમાં ધારણ ન કર્યો. આપની હિતકારી વાત ઉપર મેં લક્ષ ન આપ્યું. હવે તે મને બરાબર સમજાય છે કે આપની વાત સત્ય છે. આ સંસાર ભડભડતે દાવાનળ છે. એને છોડવા જેવું છે પણ મારી દશા કેવી છે?
नागो जह। पंकजलावसनो, दट्ठ थलं नाभिसमेइ तीरं ।
एवं वयं कामगुणेसु गिधा, न भिक्खूणो मग्गमणुव्वयामो ॥ ३०॥ જેમ કેઈ મોટો વિશાળ હાથી કાદવથી ભરેલા તળાવ કે સરોવરમાં ખેંચી ગયે હોય, એ કાદવમાં અકળાઈ ગયે, મૂંઝાઈ ગયું હોય અને સામે જ કિનારે છે એમ જોઈ શકતે હેય છતાં કાદવમાં ખેંચી ગયા હોવાથી નીકળી શકતો નથી તેમ છે સુનિરાજ ! મારી દશા કાદવમાં ખેંચી ગયેલા હાથી જેવી છે. એ કચરાના કીચડમાં ખેંચી ગયું હતું ને હું ભેગરૂપી કીચડમાં ખૂચી ગયો છું, એટલે આપ મને ગમે તેટલે ઉપદેશ આપો પણ એ બધું વૃથા છે. હું કામભેગના કીચડમાં એ આસકત બની ગયું છું કે જેમ કાદવમાં ફસાયેલે હાથી કિનારાને જેવા છતાં પણ ત્યાં પહોંચી 4 શકતું નથી. આ જ પ્રમાણે હે મુનિરાજ ! હું પણ ધર્મના સ્વરૂપને જાણવા છતાં 'પણ કામગોમાં આસક્ત હોવાને કારણે સાધુના માર્ગનું અનુસરણ કરી શકતું નથી.
દેવાનુપ્રિયો ! બ્રહ્મદત્ત ચક્રવતિની દશા કેવી છે? પોતે હવે તે સમજે છે કે સંસાર છોડવા જેવો છે, અસાર છે, અનિત્ય છે, ક્ષણિક છે છતાં પૂર્વભવમાં કરેલા નિયાણને કારણે એ છોડી શકતાં નથી. આ રીતે તમે પણ સમજો કે આ સંસાર કે ભયંકર છે ને એક દિવસ એને છોડવા જેવું છે. માણસ જેમ જેમ સંસારને અને સાંસારિક વસ્તુઓને વિસ્તાર કરતા જાય છે તેમ તેમ વધુ ને વધુ દુઃખ, ભય, ચિંતા અને દુર્ગાનથી ઘેરાતે જાય છે. આ માનવ જીવન સંસારને વિસ્તાર કરવા માટે નથી મળ્યું પણ વિસ્તાર કરેલા સંસારને સમેટી લેવા માટે મળ્યું છે. આ જીવને દુન્યવી વસ્તુઓ ભૂતકાળના અનંતા જન્મોમાં અનંતીવાર મળી છતાં તેનાથી જીવને કદી સુખ કે શાંતિ મળી નથી, બલકે તેનાથી દુઃખ જ મળ્યું છે, માટે એને સંગ છેડવા જેવો છે, સંસારને મેહ જીવને સંસારમાં જકડી રાખે છે. આ જીવને શત્રુ મેહ, છે. મેહ પ્રાણી માત્રને મૂંઝવે છે. જ્યાં આત્માનું હિત છે ત્યાં મેહ આત્માનું અહિત બતાવે છે, અને જ્યાં આત્માનું ભારેભાર અહિત ભર્યું છે ત્યાં આત્માનું હિત બતાવે છે. આ દુષ્ટ મેહ જીવને સારાસારને, ભઠ્યા ભક્ષ્યને અને કર્તવ્યા કર્તવ્યનો વિવેક જાગવા દેતો નથી. મેહથી મનુષ્યની દષ્ટિ અંધ બની જાય છે, તેથી સત્યને અસત્ય અને અસત્યને સત્ય દેખે છે. અસત્ શ્રદ્ધા અને અસત્ પ્રવૃત્તિઓનું મૂળ