________________
૩૬૭
શારદા સિદ્ધિ જેમ વૈદ દવા વાપરે છે તેમ કેવળી ભગવંતે જે અનુત્તર વિમાનના દેવે મન વડે શંકાશીલ થઈને મન દ્વારા પ્રશ્ન કરે છે તેમના સમાધાન માટે પિતાના મનના પુદ્ગલો પરિણમવે છે.
આપણે વાત ચાલતી હતી કે શિષ્ય ગુરૂને પ્રશ્ન કર્યો કે મેક્ષ કોને કહેવાય? અને મોક્ષ કેવી રીતે મળે ? મેક્ષ કેને કહેવાય તે વાત આપણે કરી. હવે મોક્ષ કેવી રીતે મળે તે પ્રશ્નનો જવાબ આપતા ગુરૂદેવ સમજાવે છે કે કર્મના બે પ્રકાર છે. નિદ્ધત કર્મો અને નિકાચીત કર્મો. જે કર્મો તપ, બ્રહ્મચર્ય, જ્ઞાન, શુભ ભાવના, ગુરૂની, તપસ્વીની વૈયાવચ્ચ, ભક્તિ, સેવા આદિ દ્વારા નાશ થાય છે. તે નિદ્ધત કર્મ કહેવાય છે. કોડે ભના પૂરાણા કર્મો તપ દ્વારા અપાવી શકાય છે. આપણે ગમે તેટલી ક્રિયા કરીએ છતાં જે કર્મો ભોગવ્યા વિના છૂટકારે થાય નહિ એ નિકાચિત કર્મ કહેવાય. ન્યાય આપીને સમજાવું. કોઈ એક બહેનને લાડવા બનાવવાની ઇચ્છા થઈ એણે ઘી, લોટ, ગોળ વગેરે સામગ્રી કાઢી. આ ત્રણે વસ્તુ જ્યાં સુધી જુદી જુદી પડી હોય ત્યાં સુધી બહેનને વિચાર થાય કે મારે લાડવે નહિ પણ શીરે બનાવવો છે તે એ લાડવાને બદલે શીરે બનાવી શકે પણ ત્રણે વસ્તુ ભેગી કરી લાડવા કરી દીધા ને પછી જે શીરે બનાવવાની ઈચ્છા થાય તે શીરે બનાવી શકાય નહિ, પછી તે લાડવા જ ખાવા પડે. આ રીતે કર્મો જ્યાં સુધી આત્માની સાથે એકરૂપ થયા ન કર હોય ત્યાં સુધી કર્મોને તપાદિ દ્વારા ખપાવી શકાય છે પણ એકરૂપ થયા પછી તે તેને ભેગવવા જ પડે છે. - આત્મા ત્રણ પ્રકારે કર્મ બાંધે છે. મણ દંડેણ, વય દંડેણું, કાય દંડેણું. ગુન્હેગાર જેમ ગુનાથી દંડાય છે તેમ આત્મા પણ મન, વચન, કાયાની દુષ્ટ પ્રવૃત્તિથી દંડાય છે. આ ત્રણ દંડ કર્મના પ્રવાહને અવિચ્છિન્નપણે આત્મ તળાવમાં આવવા દે છે ત્યારે ત્રણ ગુણિએ તે પ્રવાહને અટકાવે છે. જો કે સર્વથા વેગ અટકી શકતો નથી કારણ કે કેવળી થયા પછી પણ તેમાં ગુણસ્થાનકે યોગ રહે છે અને તેથી ત્યાં આત્મા જમ જમ વર્ધા, વિશ સમg , તા સમજુ નિકિતUT I” પહેલા સમયે કર્મ બાંધે છે, બીજા સમયે વેદે છે ને ત્રીજા સમયે નિર્જરી નાંખે છે. જીવ ચૌદમાં ગુણસ્થાનકે પહોંચે ત્યારે અગી અવસ્થા પ્રાપ્ત થાય છે, ત્યારે સર્વથા કર્મબંધન અટકી જાય છે. આત્મા મનથી, વચનથી કે કાયાથી ત્રણ પ્રકારે કર્મો બાંધે છે. મનથી થોડા સમયમાં ઘણાં કર્મો બાંધી શકાય છે. તંદુલીયે મછ કે જેનું શરીર ચોખા જેટલું હોય છે. તે મગરમચ્છની અંખની પાંપણમાં પેદા થાય છે. જેનું આયુષ્ય માત્ર એક અંતર્મુહુર્તનું હોય છે. મગરમચ્છ પાણી પીવે ત્યારે પાણીની સાથે ઘણું માછલા તેના પેટમાં જાય છે. જ્યારે ફૂ કરીને પાણી બહાર કાઢે ત્યારે નાની નાની ઘણી માછલીઓ બહાર નીકળી જાય છે. આ જોઈને તંદુલીયે મચ્છ મનમાં વિચાર