________________
૫૧૦
' શારદા સિદ્ધિ છેડીને કુમારની પાછળ પડે એટલે કુમારે પોતાના ખભે રહેલું વસ્ત્ર ઉતારીને હાથી પર ફેંકયું. હાથીએ કુમારનું ઉત્તરીય વસ્ત્ર પિતાની સૂંઢમાં ઝીલી લઈને ઊંચે ઉછાળ્યું. એ વસ્ત્ર નીચે પડયું. હાથીએ તેને ફરીથી ઉંચે ઉછાળવા માટે પિતાની સૂંઢ નીચી કરી કે તરત બ્રહ્મદત્તકુમાર ઉછળીને તેના ગંડસ્થળ ઉપર સ્વાર થઈ ગયો અને એના મસ્તકમાં મુઠ્ઠીઓના પ્રહારથી તેના કુંભસ્થળને ઢીલું પાડી દીધું.
બ્રહ્મદત્તના પરાક્રમને અભિનંદન આપતી પ્રજા” :- હાથી શાંત પડયે ત્યારે બ્રહ્મદત્તકુમારે એને મધુર વચનથી પંપાળે અને તેના ઉપર ઘણો પ્રેમભાવ બતાવ્યો એટલે મદોન્મત્ત હાથી કુમારને વશ થઈ ગયા. બ્રહ્મદત્તકુમારને હાથીની પીઠ ઉપર બેઠેલો જોઈને લોકે બૂમાબૂમ કરવા લાગ્યા કે આ યુવાન છોકરે કોણ છે? શા માટે આવા ગાંડા હાથીની પીઠ પર ચઢી બેઠો છે? હમણું એને આ હાથી મારી નાખશે. આ પ્રમાણે કહે છે પણ હાથીને કુમારથી શાંત થયેલો જોઈ સૌ ધન્યવાદ આપવા લાગ્યા. સૌની સાથે બ્રહ્મદત્તકુમાર હાથી ઉપર બેસીને શિવપુરીમાં રિપુમન રાજા પાસે આવ્યા. કેઈથી વશ ન થાય એવા હાથીને કુમારે વશ કર્યો તે જોઈને રાજાને પણ ખૂબ આશ્ચર્ય થયું. તેને ધન્યવાદ આપીને પિતાના રાજ્યમાં રાખી લીધે. એનું પરાક્રમ, હિંમત અને બુદ્ધિચાતુર્ય જોઈને રાજા ખુશ થયા અને પિતાના મંત્રીને પૂછ્યું કે આ છોકરો કે છે? મંત્રીએ કુમારને પરિચય જાણી લીધેલો હતો એટલે તેણે રાજાને કહ્યું. મહારાજા ! આ તે પાંચાલ દેશના બ્રહ્મરાજાને પુત્ર બ્રહ્મદત્તકુમાર છે. આ વાત જાણીને રાજા એના ઉપર ખુશ થયા ને કુમારને ખૂબ સત્કાર કર્યો.
રિમર્દન રાજાની કુંવરીઓ સાથે બ્રહ્મદત્તના લગ્ન”:- રિપુમન રાજાને રૂપ અને ગુણમાં એકએકથી ચઢિયાતી આઠ દીકરીઓ હતી. તે આઠેય કન્યાઓને કુમાર સાથે પરણાવી અને તેમને રહેવા માટે એક ભવ્ય મહેલ આપો. બ્રહ્મદત્તકુમાર પિતાની પત્નીઓ અને વરધનુની સાથે આનંદથી રહેવા લાગ્યા. એક વખત એક સ્ત્રીએ આવીને બ્રહ્મદત્તકુમારને કહ્યું કે કુમાર ! મારે આપને કંઈક કહેવું છે. કુમારે કહ્યું કે બહેન! તમારે જે કહેવું હોય તે ખુશીથી કહે, ત્યારે તે સ્ત્રીએ કહ્યું કે આ નગરીમાં વૈશ્રમણ નામે એક સાર્થવાહ છે. તેમને સકલ કલાઓમાં નિપુણ એવી શ્રીમતી નામે એક પુત્રી છે. વસંત્સવમાં હાથી ગાંડ થઈને દેડાદોડ કરતા હતા તે વખતે આપે તેનું રક્ષણ કર્યું હતું અને જીવતદાન આપ્યું હતું. તે કન્યાએ એ નિશ્ચય કર્યો છે કે મને જીવતદાન આપનાર સિવાય બીજા કેઈ સાથે હું પરણીશ નહિ, એટલે એ આપના સિવાય બીજા કોઈ સાથે પરણવા ચાહતી નથી માટે આપ એને સ્વીકાર કરે. કુમારે એ સ્ત્રીના વચનોને સ્વીકાર કર્યો ને એક શુભ દિવસે શ્રીમતી સાથે બડી ધામધૂમથી લગ્ન થયા, ત્યાર પછી ત્યાંના સુબુદ્ધિ નામના મંત્રીની નંદના નામની પુત્રી સાથે વરધનુના લગ્ન કરવામાં આવ્યા. કુમાર અને વરધનુ બંને જણ ઘણું સમય