________________
શારદા સિદ્ધિ
૬૪૪ કદાચ ગરીબ માણસો કિલ્લાના એથે ઝુંપડી બાંધીને રહેતા હોય ને સુશીલા ત્યાં મળી જાય. એવા ભાવથી ભીમસેન અને વિજયસેન ઝીણવટથી કિલ્લાની એકેક જગ્યા તપાસી રહ્યા હતા, પણ કયાંય પત્તો ન લાગ્યો. ત્યાં ઈ ને ધૂળ સિવાય કોઈની વસ્તી ન હતી છતાં સૌએ શેધ ચાલુ જ રાખી.
નિરાશામાં આશાનું કિરણ”:- ચાલતાં ચાલતાં થોડે દૂર ગયા ત્યાં દૂરથી બાળકને રડવાને અવાજ સંભળાયો, એટલે ભીમસેને એ તરફ કાન માંડયા તે એને એમ લાગ્યું કે જાણે મારી કેતુસેન જ ન રડતે હોય! ચેકસાઈથી સાંભળતા ભીમસેનના મનમાં નિશ્ચય થઈ ગયો કે નકકી મારો કેતુસેન રડે છે, તેથી ભીમસેન હર્ષથી બોલી ઉઠયો વિજયસેન...વિજયસેન...મારા કુમારો મને મળી ગયા. જુઓ, આ બાજુથી મા કેતુસેનને રડવાને અવાજ સંભળાય છે. વિજયસેન રાજાએ એ તરફ કાન માંડયા તે એમને પણ રૂદનને અવાજ સંભળાયો. તરત જ બધા એ તરફ ચાલવા લાગ્યા. કેતુસેન ભૂખને માર્યો રડતું હતું ને કહેતે હતું કે દેવસેન ! આપણી બા કયારે આવશે? મને ખૂબ ભૂખ લાગી છે. બાપુજી તે આપણને મૂકીને ચાલ્યા ગયા છે. આમ કરીને બંને ભાઈ ખૂબ રડે છે, આળોટે છે ને ખાવું ખાવું કરે છે. ત્યાં રડવાના અવાજ તરફ ભીમસેન દેડ અને બોલ્યો ઓ મારા વહાલા દેવસેન... કેતુસેન ! હું આવી ગયો છું. હવે તમે રડશે નહિ.
દૂરથી આ બૂમ સાંભળીને દેવસેનને લાગ્યું કે જાણે મારા પિતાજીને અવાજ તે ન હોય! એણે જમીન ઉપર આળોટતા ને રડતા કેતુસેનને કહ્યું ભાઈ કેતુ-કેતુ!
જો તું હમણાં કહેતું હતું ને કે પિતાજી ને આવ્યા તે સાંભળ. આપણું પિતાજીને અવાજ આવે છે. જે એ આપણને બોલાવી રહ્યા છે. ઉઠ, ઉભું થા, ત્યારે કેતુસેને રડતા રડતા કહ્યું ભાઈ! તું તે હું બેલે છે. કયાં છે પિતાજી! દેવસેને કહ્યું. ભાઈ કેતુ! હું જરા પણ અસત્ય નથી બોલતે. જે તું સાંભળ, કેને અવાજ આવે છે? કેતુએ બેઠા થઈને કાન માંડયા તે એ મારા દેવસેન...કેતુસેનદેવસેન... કેતુસેન...આમ સાદ પાડત ભીમસેનને અવાજ નજીક આવતા જતા હતા, એટલે કેતુસેન ને દેવસેન બંને ભાઈ ઉભા થઈ ગયા.
પિતા પુત્રોને મળવાનો તલસાટ -” બંને જણે ઝુંપડીની બહાર નિકળ્યા ને જોયું તે ભીમસેન અને વિજયસેન બંને દેડતા ઝૂંપડી નજીક આવી રહ્યા છે, એટલે બંને બાળકો પણ પિતાજી....પિતાજી કરતાં પિતાજીને મળવા માટે દોડયા. સામેથી ભીમસેન દોડતું હતું ને આ તરફ દેવસેન અને કેતુસેન બંને દેડી રહ્યા હતા. બંને કુમારે અને ભીમસેન સામસામી દિશામાંથી એક થવા માટે તડપી રહ્યા હતા. કેતુસેન અને દેવસેનની દષ્ટિ ભીમસેન તરફ હતી. ત્યાં વચમાં એક ખાડો આવતા કેતુસેન પડી ગયો એટલે દેવસેન એને પંપાળીને ઉભું કરવા માટે ત્યાં જ