________________
શારદા સિદ્ધિ બધું સુખ છે પણ તમારી મિલ્કતને ભેગવનારે પુત્ર નથી. આ સંપત્તિ કોણ ભેગવશે ! ઘરનાં દ્વાર ખુલ્લા રાખવાને પારણામાં ઝુલનારો પુત્ર થાય એવું વરદાન માંગે. શેઠે કહ્યું દેવી ! સંતાન પ્રાપ્તિ થવી એ તે ભાગ્યાધીન છે. કેઈ દેવ દેવીની તાકાત નથી કે એ પુત્ર આપી શકે ! તે પછી તમે મને કેવી રીતે પુત્ર આપી શકવાના છો? મારા ભાગ્યમાં હશે તે થશે ને ભાગ્યમાં નહિ હોય તો નહિ થાય. મને એવી કોઈ લોલુપતા નથી.
શેઠે આ જવાબ આપ્યો તે પણ દેવીએ કહ્યું “તથાસ્તુ,” તારે ઘેર પારણું બંધાશે પણ શેઠ! તમારે એક બેકડાને ભેગ આપવું પડશે, ત્યારે શેઠે કહ્યું કે મેં કયાં આપની પાસે પુત્ર પ્રાપ્તિ માટે વરદાન માંગ્યું છે કે મારે ભેગ ચઢાવ પડે! મેં માંગ્યું જ નથી પછી વાત જ કયાં રહી ત્યારે દેવી કહે છે મેં “તથાસ્તુ કહ્યું એટલે તને વરદાન મળી ચૂકયું છે, માટે તારે એ કાર્ય કરવું જ પડશે. શેઠે કહ્યું વરદાન માંગ્યું હોય તે બરાબર છે પણ વગર માંગે તમે કેને “તથાસ્તુ” કહ્યું? પણ દેવી તે કહે છે શેઠ! તમારે એ કામ કરવું જ પડશે. શેઠે કહ્યું મેં વ્રત અંગીકાર કર્યું છે. હું અહિંસા ધર્મને ઉપાસક છું મારા હાથે એવું અઘટિત કાર્ય નહિ થાય, ત્યારે દેવી ખૂબ ક્રોધે ભરાઈને કહે છે જે તારે સુખી રહેવું હોય તે તારે એ કામ કરવું પડશે નહિતર તું દુઃખી થઈ જઈશ. તારી પત્ની આદિ સમસ્ત કુટુંબને સંહાર કરી નાંખીશ, એટલે તું જીવતે મરેલા જે થઈ જઈશ, ત્યારે શેઠે દઢતાપૂર્વક કહી દીધું કે જે થવું હોય તે ભલે થાય, સંપત્તિ જાય, પત્ની જાય અને મને માર હોય તે પણ મારી નાંખે. આ નિમિત્તે મરવાનું હશે તે પાંચમની છઠ્ઠ કઈ કરી શકવાનું નથી. મને મરણને ડર નથી. હું મારા પ્રાણુનું બલિદાન આપીને પણ પ્રતિજ્ઞાનું પાલન કરીશ, ત્યારે દેવીએ એની પત્નીનું કૃત્રિમ રૂપ બનાવીને એનું ધડ જુદું કરી લેહીથી નીતરતું મસ્તક એની સામે ફેંકયું પણ શેઠ ડગ્યા નહિ, એટલે શેઠને મજબૂત ગાઢ બંધનથી બાંધીને માર મારવા લાગ્યા તે પણ શેઠના મનમાં પ્રતિજ્ઞા છેડવાને વિકલ્પ પણ ન આવ્યા ત્યારે દેવી સાક્ષાત્ રૂપમાં પ્રગટ થઈને શેઠના ચરણમાં નમી પડી ને કહ્યું શેઠ ! ધન્ય છે તમારી અડગતાને અને ધન્ય છે તમારી દઢ પ્રતિજ્ઞાને મેં આટલી આટલી કસોટી કરી છતાં તમારું રૂંવાડું ફરકયું નહિ. આવા દઢપ્રતિજ્ઞ શ્રાવકે જિનશાસનને જયવંતુ રાખશે. એમ કહી આશીર્વાદ આપીને દેવી અદશ્ય થઈ ગઈ. બોલે, આજે આવી પરીક્ષા થાય તે તમે વ્રતમાં દઢ રહી શકે ખરા? અરે! સૌથી પહેલાં તે આવું વ્રત લેવા તૈયાર નથી, અને કદાચ વ્રત લઈ લે તે પાળવામાં મક્કમતા નથી. સહેજ કસોટી આવે તે પ્રતિજ્ઞાને નેવે મૂકી દે. જે વ્રતમાં દઢ રહ્યા એમના નામો સિદ્ધાંતને પાને સુવર્ણાક્ષરે લખાયા.
સંયમમાં દૃઢપ્રતિજ્ઞ એવા ચિત્તમુનિ કહે છે કે બ્રહ્મદત્ત ! સંસારની અસારતા,