________________
શારદા સિદ્ધિ કુટુંબ ભેગું થઈને બેઠું. સૌ વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું ? ત્યારે શેઠ કહે છે કે બધા શાંતિ રાખે. થડે સમય જોઈએ. ધીમે ધીમે આપણે બધા સાથે ભળી જઈશું. પ્રભુકૃપાએ સૌ સારા વાના થશે. શેઠાણું કહે શું શાંતિ રાખે? આખું ગામ પૂર્વભવનું વૈરી હોય એ આપણી સાથે વ્યવહાર રાખે છે. મને તે અહીં એક દિવસ પણું રહેવું ગમતું નથી, ત્યારે મોટા દીકરાની વહુ બોલી કે બાની વાત તે સાચી છે. આવા ગામમાં રહીને શું કરવાનું? જ્યાં પ્રેમ કે આદર નહિ તેવા ગામમાં રહીને આપણે શું સુખી થવાના છીએ?
બીજી પુત્રવધુ કહે કે ગામ છેડે દુઃખ નહિ ટળે પણ લોકોને રાજી કરે. મોટા માણસને જમાડે. કોઈને વગર વ્યાજે પૈસા આપે. આમ કરવાથી લોકો આપણા થશે ને આપણું સારું બેલશે. ત્રીજી વહુ કહે પૈસા એવા કેટલા આપશું? આપણે ત્યાં સુધી સારું લાગશે સાસુ કહે બેટા! તે શું કરવું? તમે કહો, ત્યારે વહુ કહે ઠાઠમાઠ એ છે કરે. સાદું જીવન જીવે. ગાડી મોટર કાઢી નાખે. રસેશ્યા, નેકર બધાને રજા આપ. તદન સાદાઈથી જી. આ સાંભળીને દીકરાઓ બોલ્યા કે તમે તે બધી મોજ માણી લીધી પણ અમારું શું ? મા-બાપ કહે કે બધા દિવસ ઓછું આવું રહેવાનું છે! ચેથા દીકરાની વહુને આ બધી વાતેથી સંતોષ ન થયો. આ વહુ ખૂબ ગુણીયલ હતી. એનું નામ નિર્વાણું હતું. નામ તેવા જ તેનામાં ગુણ હતા. સાથે તે શરમાળ પણ ખૂબ હતી, એટલે ધીમેથી સાસુને પૂછ્યું-બા ! મારા બધા ભાભીઓએ તેમને અભિપ્રાય આપે તે હું કાંઈ કહી શકું ? આ નાની પુત્રવધુ ખૂબ સમજુ અને વિનયવંત હતી અને સૌથી નાની હતી તેથી સાસુને ખૂબ વહાલી હતી.
વડીલે પ્રત્યે નિર્વાણુની ધર્મ માટે મીઠી ટકેર” -સાસુજીએ કહ્યું બેટા નિવણી! તું શા માટે શરમાય છે? બધાએ પિતાપિતાના અભિપ્રાય આપ્યા. હવે તું પણ તારે અભિપ્રાય જણાવ. નિર્વાણી કહે છે આપ બધા મારા વડીલ છે. મારો અવિનય થાય તે માફ કરજે. પણ દુખ સાથે મારે કહેવું પડે છે કે હું જ્યારથી આ ઘરમાં પરણીને આવી છું ત્યારથી જોયા કરું છું કે ખાવા પીવા અને ખેલવા સિવાય બીજી કઈ વાત છે? ઘરમાં ઘણી બધી વાતે થાય છે પણ ધર્મની કઈ વાત થાય છે? બા, બાપુજી, ભાઈઓ અને ભાભીઓ ! બધા જરા વિચાર કરો. આપણે આપણું ગામ અને ઘર બધું છોડીને અહીં આવવું પડ્યું. અહીં નવા નામે બધું વસાવ્યું. આપણે પોતાના પૈસાથી બંધ કરીએ છીએ. આ ગામમાં આપણે કેઈનું કંઈ બગાડયું નથી છતાં બધા આપણા ઉપર આટલી બધી ઈર્ષ્યા શા માટે કરે છે? તેના માટે બધી વિચારણાઓ થઈ. કેઈ કહે ગામ છોડી દે, કોઈ કહે બધાને ખવડાવે, અને વગર વ્યાજે પૈસા ધીરો, તે કઈ કહે ક જુસાઈ કરો પણ એમાં કેઈએ ધર્મ કરવાની વાત કરી? પહેલા તે આ સુખ સંપત્તિ આપણને કેમ મળી ને એમાં