________________
૮૭૮
શારદા સિદ્ધિ વિજય મેળવીને આવ્યા ને જોયું તે વિશાખાનંદી મહેલમાં રહેવા ગયો છે, એટલે એને સમજાઈ ગયું કે આ મહેલ પચાવી પાડવા માટે જ આ બધો દંભ કર્યો છે. આ વિશ્વભૂતિમાં ઘણું બળ હતું. એને ખૂબ ક્રોધ આવ્યો પણ પછી મનને વાળ્યું. એના મનમાં એવો ભાવ આવે કે સંસારમાં આવી મેલી રમતે રમાય છે? મારે હવે આ મહેલ ન જોઈ એ પણ વિશાખાનંદીને બતાવી દઉં કે હું નબળો નથી. એણે
ઠાના ઝાડને મુઠી મારીને પાડી નાંખ્યું ને કહ્યું કે હે વિશાખાનંદી ! દેખ, મારામાં આવી તાકાત છે. આવું બળ છે. જો હું ધારું તે તને ચપટીમાં રોળી નાંખું તેમ છું અને આ એક મહેલ તે શું પણ આખું રાજ્ય લઈ લઉં તે હું શક્તિશાળી છું પણ હવે મારે સંસારમાં રહેવું નથી. આમ કહીને વિશ્વભૂતિએ વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. વિશ્વભૂતિ રાજકુમાર મટીને વિશ્વભૂતિ મુનિ બન્યા. સંયમ લઈને તેઓ ઉગ્ર તપ કરવા લાગ્યા.
તપમાં છઠ્ઠને પારણે છઠ્ઠ, પછી અઠ્ઠમ, ચાર, છ, આઠ, પંદર, સેળ એમ ચઢતા ચઢતા મા ખમણને પારણે મા ખમણ કરવા લાગ્યા. શરીર તે હાડપિંજર જેવું કરી નાખ્યું. પારણાને દિવસે જાતે જ ગૌચરી જતા અને નિર્દોષ સૂકે આહાર વહોરી લાવીને પારણું કરતા. ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા તેઓ મથુરા નગરીમાં પધાર્યા અને મા ખમણુનું પારણું હોવાથી ગૌચરી નીકળ્યા, ત્યારે વિશાખાનંદી મથુરા નગરીમાં આવ્યું હતું. એણે મુનિને ગાયની હડફેટ લાગવાથી પડી જતા જોઈ મુનિની મશ્કરી કરતા કહ્યું કે વિશ્વભૂતિ મુનિ ! એક મૂઠી મારીને કોઠાનું ઝાડ પાડી નાંખવાનું તમારું બળ કયાં ગયું? આ સમયે મુનિ ભાન ભૂલ્યા ને ગાયને ચક્કર ફેરવીને જમીન પર મૂકી દીધી ને કહ્યું–દેખ ! મારું બળ. એક પાપ વિકલ્પમાંથી અનેક પાપ વિકલ્પ આવ્યા અને છેવટે અખૂટ બળના સ્વામી બનવાનું નિયાણું કર્યું. કેટલા વર્ષોના અમૂલ્ય સંયમ અને તપને વેચી નાખ્યા. કેવી પાપ વિકલ્પજન્ય અજ્ઞાનતા ! એક પાપ વિક૯૫ની કેવી ભયાનકતા! નિયાણાના બળે અખૂટ બળના સ્વામી ત્રિપૃષ્ઠ વાસુદેવ બન્યા. પાપ વિકલ્પના ઘેરા સંસ્કારના કારણે તીવ્ર વિષયાસકિત અને કષાયોવેશમાં ડૂબેલા રહેવા લાગ્યા, તેથી અઢળક પાપકર્મોના ઢગલા કરીને એ ભેગવવા મરીને સાતમી નરકે ગયા. ભગવાનને જીવ નયસારના ભવમાં સમકિત પામ્યો ત્યારથી એમના ભવની ગણત્રી થઈ છે. તેમાં આ વિશ્વભૂતિને ભવ આવી જાય છે. સમક્તિના ભાવમાં હેય ત્યારે જીવ આવું નિયાણું કરે નહિ પણ આ સમયે સમક્તિ વમી ગયા હશે જેથી ભાવિમાં તીર્થકર બનનાર આત્મા પણ આ કુવિક૯પ કરી બેઠે ને નિયાણું કર્યું. જેના કારણે નરકમાં જવાને પ્રસંગ આવ્યો. ત્યાંથી મરીને સિંહ થયા. ત્યાંથી જેથી નરકે ગયા પછી મનુષ્ય અને દેવના ભવ કરતા છેવટે ૨૭ મા ભવે ભગવાન મહાવીર