________________
શારદા સિદ્ધિ
૮૧ સ્વામી નામે તીર્થકર થયા. તેઓ આપણને સમજાવી ગયા કે માનવજીવનનું ખરું કાર્ય કરેગનાં તીવ્ર સંતાપ મટાડવા માટે ધર્મ ઔષધનું સેવન કરીને કરેગને આવવાના દરવાજા બંધ કરવા સદા જાગૃત અને પ્રયત્નશીલ બને.
આપણુ અધિકારમાં ચિત્તમુનિ પણ બ્રહ્મદત્ત ચક્રવતિને કહે છે હે રાજન! તમે પણ કંઈક સમજે, અને કમરેગને નાબૂદ કરવા માટે ધર્મનું ઔષધ લઈ લે. જે ધર્મ ઔષધનું સેવન નહિ કરો તે કર્મરોગ વધતું જશે. આ માનવજીવન તે ક્ષણિક છે. કયારે મૃત્યુની ફેજ આવશે તેની ખબર નથી. આપણું આયુષ્ય તે પાણીને પૂરની જેમ અખંડ વહ્યા કરે છે. પાણીને પ્રવાહ કદી સ્થિર રહેતું નથી, પાણીના પૂરને કોઈ રોકવા ઈચ્છે તે રોકી શકાતું નથી. હા નદીના પાણીને બંધ બાંધીને રોકી શકાય છે પણ આયુષ્યના વહેતા પ્રવાહને બંધ બાંધીને રોકવાની કેઈની તાકાત નથી, એટલે ક્ષણે ક્ષણે આયુષ્ય રૂપી પાણી આપણા જીવનમાંથી વહ્યા કરે છે. જીવનમાંથી ગયેલી ક્ષણ પાછી આવતી નથી, માટે ધર્મારાધના કરીને જીવન સફળ બનાવે. આ યુવાની ચાલી જશે ને જોતજોતામાં તે વૃદ્ધાવસ્થા આવી જશે એટલે ધાર્યું ધર્મધ્યાન નહિ થાય, કારણ કે પુદ્ગલને પર્યાયો ક્ષણે ક્ષણે પલટાયા કરે છે. આજે જેનું શરીર લેખંડી છે, ચાલતા ધરતી ધ્રુજાવતા હોય છે, એ જ માણસ વૃદ્ધાવસ્થા આવતા રાંક, જે બની જાય છે, માટે યુવાવસ્થા એ ધર્મ કરવાની તક છે એવું સમજીને હે રાજન ! તું જાગૃત બનીને ધર્મારાધના કરી લે. આત્માને માટે પરભવનું ભાતુ બાંધી લે. આ પ્રમાણે ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચક્રવતિને સમજાવી રહ્યા છે. હજુ પણ શું સમજાવશે તેને ભાવ અવસરે.
ચરિત્ર – ભીમસેન બબ્બે વખત દેવ પરીક્ષામાં પાસ થયો, તેથી દેવે તેના પર પ્રસન્ન થઈને દિવ્ય વસ્ત્રાભૂષણે ભેટ આપ્યા ને પછી પોતાના સ્થાનમાં ચાલ્યા ગયા. ભીમસેન છેડા દિવસ ગંગા નદીના કિનારે રોકાયો. બધાને થાક બરાબર ઉતર્યો એટલે ડેરા તંબુ ઉઠાવીને સૈન્ય સહિત આગળ પ્રયાણ કર્યું. નીકળ્યા ત્યારે બધાએ નવકારમંત્રનું સ્મરણ કર્યું, અને પંચ પરમેષ્ઠી પ્રભુને ભાવથી નમસ્કાર કરી આગેકૂચ કરવાને પ્રારંભ કર્યો. હવે તે સૌને જલ્દી ઉજજૈની પહોંચવાની હોંશ છે એટલે દરરોજ પ્રવાસ ચાલુ રાખ્યો. ન છૂટકે કયાંક એકાદ બે દિવસને પડાવ નાંખતા ને આગળ ચાલતા. વચમાં જે જે ગામ નગર આવતા તે તે નગરના રાજાઓ અને નગરજને સૌ પ્રેમથી ભીમસેનનું સ્વાગત કરતા. નગરના શ્રેષ્ઠીઓ ભીમસેનનું સ્વાગત કરીને અનેક પ્રકારની મૂલ્યવાન ચીને ભેટ આપવા લાગ્યા ને બુલંદ અવાજે ભીમસેન નરેશને
જ્યજયકાર બોલાવતા હતા. આમ આનંદમંગલપૂર્વક ભીમસેન રાજા સૈન્ય સહિત આગેકૂચ કરતા ઉજજૈની નગરીને ગાઢ જંગલમાં આવ્યા.
એ જ જગલ ને એ જ રાત” – જ્યારે ભીમસેન રાજા, સુશીલા રાણું,