________________
૪૮૦
શારદા સિદ્ધિ અને દેવસેન-કેતુસેન બધા હરિસેનના ત્રાસથી ઉજજૈની નગરીનું રાજ્ય છોડીને એકાએક રાત્રે ચાલી નીકળ્યા ત્યારે સૌથી પ્રથમ જે જંગલમાં રાતવાસો રહ્યા હતા તે જ જંગલમાં વિશાળ સૈન્ય સહિત રાતવાસો રહ્યા. વિશાળ સૈન્ય ચારે તરફ સૂતું છે, કેઈ બેઠું છે. હજારો માણસે ભીમસેનને ખમ્મા ખમ્મા કરે છે ને દાસીઓ સુશીલાની સેવા કરે છે. આ સમયે ભીમસેને પૂછયું-સુશીલા ! આ જંગલને તું ઓળખે છે? ત્યારે સુશીલાએ કહ્યું–નાથ! કેમ ન ઓળખું ? અહીં તે આપણે પર્ણકૂટીરમાં મહાકષ્ટમાં રાત્રી પસાર કરી હતી. આપણે આભૂષણને ડબ્ધ જમીનમાં દાટીને સૂતા હતા. ભૂખ્યા-તરસ્યા ને થાકયા પાક્યા ઊંઘી ગયા ત્યારે ચાર લેકો આપણે દાગીનાને ડબ્બા ચોરીને લઈ ગયા હતા. સવારે આપણે જાગ્યા ત્યારે ડબ્બો ન જે ત્યારે કેટલે કલ્પાંત કર્યો હતે? એ બધું બરાબર યાદ છે, પછી ભીમસેને દેવસેન અને કેતુસેનને બેલાવીને પૂછયું–હે મારા વહાલા પુત્રો ! આપણે અહીં કયારે આવ્યા હતા ? તે તમને યાદ આવે છે? - પિતાજી! આપણે અહીં આવ્યા ત્યારે અમે બંને ભાઈઓ નાના હતા. તે વખતે ઠંડીને સમય હતું એટલે ભાંગીતૂટી ઝૂંપડીમાં ઠંડીથી થરથર ધ્રુજતા હતા. અમે કહેતા હતા કે બા-બાપુજી! ખૂબ ભૂખ લાગી છે. અમને ખાવાનું આપે, પાણી આપે, ત્યારે તમે અમને સમજાવી સૂવાડી દેતા હતા, કારણ કે તે સમયે આ જંગલમાં એકલા જ નિરાધાર હતા. સવારે ઉઠીને કયાં જઈશું તે પણ ખબર ન હતી, ત્યારે આજે તે આપણે ઉજજેની જવું છે તે નક્કી છે. એ સમયે આપણી કઈ ખબર લેનાર ન હતું ત્યારે આજે તે આપણું પડતા બોલ ઝીલવા માણસે ખડે પગે ઉભા છે. આજે કોઈ ચીજની કમીના નથી, આજે આપણું રક્ષણ કરવા સેવકે અખંડ ઉજાગર કરે છે અને આપણને હેજ પણ કટ ન પડે તે માટે આપણે માણસેએ કે મઝા તંબુ બાંધીને મખમલની ગાદીએ બીછાવી છે. આ રીતે ભીમસેન રાજા પોતાના તંબુમાં પિતાના પરિવાર સાથે ભૂતકાળમાં અનુભવેલા કડવા સ્મરણે યાદ કરી રહ્યા હતા, અને પુત્રોને કર્મની ફિલેફી સમજાવી રહ્યા હતા કે હે પુત્રો! આ બધી કમની રમત છે. આપણે પૂર્વમાં એવા પાપ કર્મો કર્યા હશે કે જેથી આપણે આવા દુખે ભેગવવા પડયા. નહિતર આ એ જ જંગલ છે ને એ જ રાત છે અને આપણે પણ તેના તે જ છીએ છતાં બંને સમયમાં કેટલે તફાવત છે ! એ રાત આપણું અશુભ કર્મની ઉપાર્જનાની હતી ને આ રાત શુભકર્મની છે. એ સમયે પાપોદય હતે ને આજે આપણે પુણ્યોદય છે. આપણે શુભ-અશુભ બંને કર્મોના ફળ ભેગવ્યા. હે દીકરાઓ! તમે આમાંથી એક સાર ગ્રહણ કરજો કે સુખ પણ સ્થિર નથી ને દુઃખ પણ સ્થિર નથી. બધું કર્માધીન છે માટે એવું કરશે તેવું પામશે, માટે જીવનને શુદ્ધ આચાર વિચારવાળું બનાવો. ધર્મને કદી ભૂલશે નહિ. બંને પુત્રોએ માતા-પિતાની શિખામણ મસ્તકે ચઢાવી.
એ જ સમયે દ્વારપાળે અંદર આવીને ખબર આપ્યા કે આ જંગલને પલ્લી પતિ