________________
૮૭૭.
શારદા સિત
આવે છે ત્યારે આજ સુધી સારા અને કિંમતી વસ્ત્રાભૂષણો પહેરનારી સાદા વસ્ત્રો પહેરીને આવે છે ને બીજી દીકરી ભભકાદાર કપડા પહેરીને આવે છે. તે સમયે એના પિતા સાદા વસ્ત્રો પહેરીને આવનાર દીકરી તરફ દષ્ટિ કરીને કહે કે તું કેવા ભિખારણ જેવા કપડા પહેરીને આવી છે? અમે લાજી મરીએ છીએ. જે, આ તારી બહેન કેવા સારા વસ્ત્રો પહેરીને આવી છે? ઠાઠમાઠથી આવેલી દીકરીને વધારે માનપાન આપે ને ગરીબાઈના કારણે સાદાઈમાં આવેલી દીકરીને માન ન આપે તે તેથી એ કંઈ બાપના બોલ સામું ન જુએ ને ખેદ ન કરે કે હાય હાય મારી બહેન સારા વસ્ત્રો ને દાગીના પહેરીને આવી છે તે હું પણ પહેરું. એ તે એક જ વિચાર કરે કે મારા પતિની જેવી સ્થિતિ હોય એ પ્રમાણે મારે રહેવું જોઈએ. દેવું કરીને કે ભીખ માંગી લાવીને ઠઠારા કરવામાં શું શોભા છે ! કુંવારી હતી ત્યારે એ પિતાના બેલ સામે જોતી હતી અને પરણીને સાસરે ગઈ એટલે પતિના બેલ સામું જેનારી બને છે.
આવી રીતે જીવ મિથ્યાત્વી હતું ત્યાં સુધી એ જગતને હતું, એ જગત તરફ દષ્ટિ કરતે હતો, એટલે કે જગત શું કહે છે, શું કરે છે એ જોતું હતું, પણ જિનેશ્વર ભગવંતને હદયમાં ધારણ કર્યા, સમક્તિ પામે એટલે જગત શું કહે છે ને શું કરે છે એ જોવાનું પડતું મૂકીને ભગવાન શું કહે છે એ તરફ દષ્ટિ કરે છે. જ્યાં સુધી કન્યા પરણું ન હતી ત્યાં સુધી બાપના ઘરને પિતાનું ઘર માનતી હતી પણ પરણ્યા પછી પતિના ઘરને એ પિતાનું ઘર માને છે. એ કયારેક પિયર રહેવા આવી હોય ને પછી એને સાસરે જવું હોય ત્યારે શું કહે છે? મને આવ્યા ઘણ દિવસ થઈ ગયા, હું મારે ઘેર જાઉં છું, એટલે એના ભાવ તે એ જ છે કે મા–બાપનું ઘર તે મારું નહિ પણ પતિનું ઘર એ મારું ઘર છે. આ સંસારના વ્યવહારમાં કન્યા પરણી એટલે એણે ઘર બદલ્યું. “પરણેલી કન્યાની જેમ સમકિતી જીવ પણ ઘર બદલે છે.” જૈન ધર્મ એ લેકેત્તર ધર્મ છે. એ ધર્મની શ્રદધા થઈ એટલે કે સમક્તિ પામ્યા પછી જીવનું ઘર બદલાય છે. “સમકિત દૃષ્ટિ આવ્યા પછી તે જગતને નહિ પણ જિનનો બને છે, જે આત્મા જિનેશ્વર પ્રભુની આજ્ઞાનુસાર જિનેશ્વર કથિત માર્ગે ચાલે છે તેનું કલ્યાણ થાય છે. ઓછા ભવમાં એ મોક્ષમાં જાય છે પણ જગતના રાહે ચાલવાથી કલ્યાણ થતું નથી. જગતનું કહ્યું કરવાથી ને એ રાહે ચાલવાથી તે ભવભ્રમણ વધે છે.
મહાવીર પ્રભુને આત્મા વિશ્વભૂતિ નામે રાજકુમાર હતું, અને એના કાકાને દીકરો વિશાખાનંદી હતા. એક વખત એવું બન્યું કે વિશ્વભૂતિ એક બગીચામાં સુંદર મહેલમાં રહેતે હતે. એ મહેલ વિશાખાનંદીને પડાવી લેવાનું મન થયું. એવામાં યુધમાં જવાને પ્રસંગ બન્યું, એટલે વિશ્વભૂતિને યુધમાં મે ને પાછળથી કાકાના દીકરા વિશાખાનદીએ મહેલ પિતાના કજે કરી લીધે. વિશ્વભૂતિકુમાર યુધમાં