________________
૮૭૫
શારદા સિદ્ધિ કહે છે કે હે માનવ ! તું પણ તારા જીવનમાં ડગલે ને પગલે વિચાર કર કે તારે શું કરવાનું છે ને શું નથી કરવાનું? સારા નરસાને ખ્યાલ કરી તેનાથી મળવાના કર્મોને ખ્યાલ રાખી જીવન જીવતા શીખ, તે આ સંસાર સાગર તરી જવાશે અને આત્માનું કલ્યાણ થશે. સુંદર માનવ દેહ મળ્યો અને તેમાં કલ્પવૃક્ષ સમાન જૈન ધર્મ મળ્યો અને જો તેમાં કંઈ જ સુકૃત કરવામાં ન આવે તો ચિંતામણીરત્ન સમાન માનવભવને સમુદ્રમાં ફેંકી દીધા જેવું થાય. માનવદેહ અને જૈન ધર્મ મળ્યા પછી ભવિષ્યના જીવન મહેલના પ્લાનીંગને અને પરલોકને ખ્યાલ રાખી માનવે જીવન જીવતાં શીખવું જોઈએ. રાગ-દ્વેષ, મોહ-માયા, કષાયો અને સંસારની લેલુપતા તારા ભવિષ્યના પ્લાનીંગને પાયામાંથી હચમચાવી નાંખશે, માટે આપણું જીવન આપણું જીવન મહેલનું પ્લાનીંગ વીતરાગના સંતરૂપી આકરકેટને સેંપી તેમની દોરવણીથી જીવન મહેલનું બાંધકામ કરીએ. આમાં આકીટીકેટની દેખરેખ કરતા પિતાની દેખરેખ વધુ જરૂરી છે. મન રૂપી કારીગરને કાબૂમાં રાખી, દેહ રૂપી માલ સામાનને તપ-ત્યાગ, ધર્મધ્યાન, કષાય ત્યાગ, વિરાગ ભાવ વિગેરેમાં ઉપયોગ કરી જીવન મહેલ બનાવીને તે પછી તે પડવાની કે તેમાંથી કાંકરી પણ ખરવાની ચિંતા રહેતી નથી, માટે જીવન મહેલનું પ્લાનીંગ એવું કરીએ કે ભવોભવના પ્લાનીંગ કરવાના બંધ થાય, ભવભવના મકાને બદલવાના બંધ થાય , અને મેક્ષ મહેલ મળે.
મોક્ષ મહેલને મેળવવા માટે તત્પર બનેલા ચિત્તમુનિ બ્રહ્માદર ચકવતિને એ જ વાત સમજાવી રહ્યા છે કે તમે આ જીવન મહેલનું પ્લાનીંગ એવું કરે કે ભવભવના
પ્લાનીંગ કરવાના બંધ થઈ જાય. સંસાર તે દુઃખને દાવાનળ છે, માટે તું સમજીને એને ત્યાગ કર. આ શરીર તને શ્વાસ પ્રાણુ જેવું વહાલું છે. ધન વૈભવ, રાણુઓ પુત્ર–પરિવાર વિગેરે પ્રત્યે તને અપાર પ્રેમ છે પણ એ બધા કઈ તારા નથી. આ દેહમાંથી હંસલે ઉડી જશે પછી એક ઘડી પણ રાખશે નહિ. સ્મશાનમાં લઈ જઈને બાળી મૂકશે, અને એ બધા સમય જતાં ભૂલી જશે, પછી કોઈ તને યાદ કરશે નહિ. અનાદિકાળથી સંસારની એવી રીત છે કે જેમાં નાના બાળકને જે રમકડું પ્રિય હોય છે તેને લઈને પ્રેમથી રમે છે. એ રમકડું કેઈ લઈ લે તે કજીયા કરે છે, રડે છે, કંઈક કરે છે પણ જે એને બીજું રમકડું મળી જાય છે તે પેલા રમકડાને છોડી દે છે ને બીજું રમકડું રમવા લાગે છે, પછી પેલા રમકડાને યાદ પણ કરતા નથી, તેમ સંસારી જીની એવી જ સ્થિતિ હોય છે. જે સ્વજન વિના ક્ષણ પણ ચાલતું નથી, એને એક દિવસ ન મળે તો જાણે કેટલાય દિવસથી મળ્યા નથી એવું લાગે છે. એની પાછળ પ્રાણ પાથરવા માટે તૈયાર હોય છે. એ સ્વજન આ ફાની દુનિયામાંથી વિદાય લે છે ત્યારે એની પાછળ કંઈક કરે છે પણ સમય જતાં બીજા સ્વજને અને નેહીઓ મળતા જનારને ભૂલી જાય છે, પછી એને યાદ પણ કરતા નથી, માટે