________________
વ્યાખ્યાન ન. ૯૧ કારતક સુદ ૬ ને શુક્રવાર
તા. ૨૧-૧૦-૯ - સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓને બહેને! અનંતકરૂણસિંધુ, શાસનપતિ, વીતરાગ ભગવંત જગતને જીને આત્મકલ્યાણને પંથ બતાવતા સમજાવે છે કે હે જીવ!
ભવની રખડપટ્ટી અટકાવવી હોય અને ભવપરંપરાને તેડવી હોય તે આ મળેલા સુંદર માનવજીવનમાં કમાણી કરી લો. આ માનવજીવનની જ્ઞાનીઓએ એક મહેલની સાથે સરખામણી કરી છે. જેમ કેઈ મકાનનું બાંધકામ કરતા પહેલા તે શા ઉપયોગમાં લેવાનું છે. સ્કુલ માટે, ઓફીસ માટે, રહેવા માટે કે દવાખાના માટે તેને પ્રથમ નિર્ણય કરે જોઈએ. નિર્ણય કર્યા બાદ બધી ગોઠવણ કરી પ્લાનીંગ કરવામાં આવે છે. તે પ્રમાણે પાયાની ઉંડાઈ જાડાઈ, વાપરવાને માલસામાન નક્કી કરી, કામ કરનારા સારા કારીગરો લાવવામાં આવે છે તે પછી તેમાં કેઈ ખામી કે કચાશ રહી શક્તા નથી. આ તે એક મકાનન પ્લાનીંગની, તેના પાયાની ને બાંધકામની વાત કરી પણ જીવન મહેલ માટે શું ? તેને વિચાર કરવાની જરૂર છે. જીવન મહેલ માટે આવા જ પ્લાનીંગની જરૂરત છે. મકાન માટે વપરાશને જેમ ખ્યાલ કરાય છે કે તે કયા વપરાશમાં લેવાનું છે તેમ આ જીવન માટે, આત્મા માટે ખ્યાલ કર જોઈએ કે પિતાને કઈ ગતિમાં જવું છે ? નરક- તિર્યંચ આદિ દુર્ગતિમાં જવું છે કે મનુષ્ય અથવા દેવગતિમાં જવું છે અગર ચારે ગતિને છેડીને પંચમ ગતિ મોક્ષમાં જવું છે?
- મકાનના બાંધકામમાં ગમે તેવા માલસામાન વાપરી, પૈસા વેડફીને જેમ તેમ બાંધી દેવું હોય તે પ્લાનીંગની જરૂરત નથી તેમ નરક ગતિમાં જવું હોય તે જીવન મહેલના કેઈ પલાનીંગની જરૂર નથી. એ તે આપણું કુકર્મો આપણને ત્યાં ધકેલી દેશે. ગમે તેમ બંધાઈ ગયેલા મકાન માટે માણસ જીવે ત્યાં સુધી આંસુ પાડવાને વખત આવે છે તેમ નરકમાં કરેલા કર્મો ભગવતા જીવને આંસુ પડે છે. ત્યાં બચાવવા કેઈ આવતું નથી, તેથી નરક ગતિનું પ્લાનીંગ આપણને માફક આવે તેમ નથી માટે મોક્ષ સુખ માટે જીવન મહેલનું એવું પ્લાનીંગ કરવું જોઈએ કે જેથી આ જીવન મહેલ છેડીને જતાં આપણને મોક્ષ મહેલ મળે. મકાનને પાયે મજબૂત ન હોય ને તેવા મકાન ઉપર બીજે માળ બાંધીએ તે પરિણામે ભવિષ્યમાં તે મકાન પડી જાય અને તે મકાનમાં રહેતા ક્યારેક દટાઈ જવાને પ્રસંગ પણ આવે. આપણે તે રીતે નથી દટાવું. આપણે તે આ જીવન મહેલ વીસ, પશ્ચીસ કે પચાસ વર્ષ માટે નહિ પણ ભવભવમાં કયારે પણ પડી ન જાય તે જીવન મહેલ બાંધવે છે.
માનવી પોતાનું મકાન બાંધે પણ તેમાં ખૂબ સગવડે થાય, સુંદર ડીઝાઈન થાય અને રાચરચીલું ગોઠવાય તે માને કે મારા પૈસા ખર્ચેલા ઉગી નીકળશે તેમ જ્ઞાની