________________
શારદા સિદ્ધિ
૮૭૩
બંધુઓ! સમુદ્ર, સરોવર કે નદી તરવા માટે જેમ બે ભુજાઓની આવશ્યક્તા રહે છે તેમ આ સંસાર સમુદ્રને તરવા માટે પણ જ્ઞાન અને ક્રિયાની આવશ્યકતા છે. જ્ઞાન અને ક્રિયા એ બે વસ્તુઓને સુમેળ જીવને મોક્ષમાર્ગને મેળ કરી આપે છે. શાસ્ત્રકાર ભગવતેએ કહ્યું છે કે “જ્ઞાન શિrખ્યા : ” જ્ઞાન એ આત્મામાં રહેલા કર્મ કચરાને બતાવનાર છે, જ્યારે ક્રિયા એ કર્મ રૂપ કચરાને દૂર કરનાર છે. જ્ઞાન અને ક્રિયા બંનેનું કાર્ય અલગ છે. જેમ દિપકને પ્રકાશ કચરો કયાં છે તે બતાવે છે પણ કચરો વાળીને બહાર ફેંકી દેવાની કિયા તે પોતે કરવી પડે છે. રસોઈ બનાવવાનું જ્ઞાન છે પણ જ્યાં સુધી રસોઈ બનાવવાની ક્રિયા માણસ ન કરે ત્યાં સુધી રસોઈ બનાવવાના જ્ઞાન માત્રથી સુધા મટતી નથી. માગને જાણનાર જ્યાં સુધી ચાલવાની ક્રિયા કરે નહિ ત્યાં સુધી ઈષ્ટ સ્થાને પહોંચી શકતા નથી. ઔષધનું જ્ઞાન ધરાવનાર વ્યક્તિ રેગ થાય પણ દવા ખાય નહિ તે એ રોગથી મુક્ત થતા નથી. જંગલના દાવાનળમાં સપડાયેલો આંધળે અને લંગડે એ બે જ્યાં સુધી ભેગા ન થાય ત્યાં સુધી બેમાંથી એક પણ દાવાનળમાંથી પોતાને બચાવ કરવા સમર્થ બની શકતા નથી, કારણ કે આંધળો ચાલી શકે છે પણ માર્ગ દેખી શકતા નથી અને લંગડો માર્ગ દેખે છે પણ ચાલી શકતું નથી. આવી રીતે જ્ઞાન લુલું છે ને ક્રિયા આંધળા છે માટે એકલા જ્ઞાનથી કે એકલી ક્રિયાથી મોક્ષ થતું નથી. બંનેને સુમેળ હોવું જોઈએ. જેના જીવનમાં. જ્ઞાન અને ક્રિયા એ બંનેને સુમેળ હોય છે તે સંસાર રૂ૫ દાવાનળમાંથી આબાદ રીતે બચી જાય છે, પણ જે એમ માને છે કે એકલા જ્ઞાનથી મોક્ષ છે માટે જ્ઞાન પ્રાપ્ત કરો. ક્રિયા કરવાની કઈ જરૂર નથી. એકલા જ્ઞાન તરફ દષ્ટિ રાખે છે ને ક્રિયાને તિરસ્કાર કરે છે અને ક્રિયાથી કલ્યાણ માનનારો, ક્રિયા તરફ દષ્ટિ રાખી જ્ઞાનને તિરસ્કાર કરે છે એવા આત્માઓ સંસાર સમુદ્ર તરી શકતા નથી.
આ ગુણમંજરી સંયમ લઈને જ્ઞાન સહિત ક્રિયા કરવા લાગી. અનેક જીને પણ એ માર્ગે વાળી આત્મકલ્યાણ કરાવવામાં નિમિત્તભૂત બની, અને આયુષ્ય પૂર્ણ થતાં કાળ કરીને દેવલેકમાં ગઈ, પછી ત્યાંથી દેવનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહક્ષેત્રમાં જન્મ લઈ સંયમ લઈને ઉગ્ર તપ અને સંયમની સાધના કરીને ઘાતી કર્મોને ક્ષય કરી કેવળજ્ઞાનની જાત પ્રગટાવી મોક્ષમાં ગઈ. આજે જ્ઞાનપંચમીને દિવસ છે. આજના દિવસે દરેક જીવેએ જ્ઞાનની આરાધના કરવાની જરૂર છે. જેને પ્રતિક્રમણ ન આવડતું હોય તે પ્રતિકમણ શીખે. સામાયિક પ્રતિક્રમણ આવડતા હોય તે છકાયના બોલ, નવતત્વ વિગેરે શીખો પણ કંઈને કંઈ જ્ઞાન ભણવાને પુરૂષાર્થ કરો. જ્ઞાન એ અંધકાર ભરેલા જીવનમાં માર્ગદર્શક છે. જ્ઞાન સાથે ક્રિયા કરો. જ્ઞાનને લાભ એ સાચે લાભ છે. અને તે પોતાની શકિત અનુસાર જ્ઞાનખાતામાં ધન વાપરો. જે જ્ઞાન ભણતું હોય તેને સહાયક બને, તે જ જ્ઞાનપંચમીનું મહત્વ સમજયા ગણાય, અને જ્ઞાનપંચમી ઉજવી ગણાય. સમય થઈ ગયેલ છે વધુ ભાવ અવસરે.
શા. ૧૧૦