________________
શારદા સિતિ ધન્ય છે આપની ઉદારતાને! આમ શેઠની પ્રશંસા કરવા લાગ્યા. પ્રશંસાની પરિમલ કેને નથી ગમતી? પિતાની પ્રશંસા સાંભળીને શેઠના આનંદનો પાર ન રહ્યો. સાંજ પડતા મહાજન શેઠને ચેક પાછો આપવા આવ્યું ને કહ્યું-શેઠ ! આજે તમે અમારા ઉપર ઘણે ઉપકાર કર્યો. તમારા ચેકે અમને ઘણી મોટી રકમ ભેગી કરાવી આપી. બીજાઓ પર એની ખૂબ સારી અસર થઈ. જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં અમને ધાર્યા કરતા વધારે સારી રકમ મળી.
મહાજને ખૂબ પ્રશંસા કરી એટલે લેભી શેઠના હૃદયનું પરિવર્તન થઈ ગયું. અહે! મેં તે સાંજે પાછો આપી દેવાની શરતે ચેક આપ્યો. કંઈ દાન તરીકે આપ્યો ન હતું, છતાં મારી આટલી બધી પ્રસંશા થઈ! કેમાં મારી ઉદારતાની છાપ પડી. તે હવે મારાથી આ ચેક પાછો લેવાય? થેડા ટાઈમ પૂરત આપેલ ચેક મહાજનના હાથમાં આપીને કહ્યું આજે તમે મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. તમે મને દાન દેવાનું શીખવાડયું. આજ સુધી હું દાન દેવામાં સમજતો ન હતો પણ આપના પ્રતાપે મારું અંતર અને આંખ આજે ખુલી ગયા છે. હૈયું, હાથ અને હોઠ ઉઘડી ગયા છે. મેં તે ચેક પાછો લેવા માટે આપ્યો હતે. કંઈ દાનમાં આપવા માટે આપ્યો ન હતે છતાં આપે મારી આટલી બધી પ્રશંસા કરાવી. આ બધે દાનને પ્રભાવ છે. તમે આ રાહત ફંડમાંથી દુઃખી લોકોને રાહત આપશે ત્યારે એમને કેવી શાંતિ થશે ! એ વિચારથી અમને ખૂબ આનંદ થયો છે. મારો ચેક તમે આવતી કાલે વટાવી લેજે. મારો ખોટો ચેક તમારા જેવા સેવાભાવી મહાજનના સ્પર્શથી પારસમણિ જે બની ગયો.
દેવાનુપ્રિયો! લેભીમાં લેભી શેઠનું હૃદય પણ પીગળી ગયું. સમાજમાં લેભી ગણતા શેઠ ઉદાર બની ગયા, અને સંપત્તિને સદુપયોગ કરવા લાગ્યા, સંપત્તિને સદુપયોગ એ માનવજીવનને સાથે આનંદ છે. પરોપકારને અર્થે વાપરેલી સંપત્તિ ઘટતી નથી પણ વધે છે, માટે મન મોકળું કરીને તમને જે સંપત્તિ મળી છે તેને સદુપયોગ કરી લે. બાકી આજે મોટા ભાગના માણસો સંપત્તિ મેળવવા માટે બજારમાં બેસીને ન્યાય નીતિને નેવે મૂકે છે. પિતાના ભાગીદારને ઠગે છે. સરકારના કરવેરામાંથી છટકવા માટે કાળા નાણાં કઈ રીતે સાચવવા તેની ચિંતા કર્યા કરે છે, અને કાળા નાણુને ઉજળા કરવા માટે જુદા જુદા ઉપાયો શોધ્યા કરે છે. કોઈની થાપણ હજમ કરી જતાં પણ હૃદયમાં આંચકે લાગતું નથી. વિધવા માતાઓની મૂડી પચાવી લેતા પણ દિલમાં દુઃખ થતું નથી. સ ભાઈને પણ દગો કરીને ધન ઘર ભેગું કરવાની વૃત્તિ થાય છે. એવા દાખલા સાંભળતાં દિલમાંથી ઉના નિસાસા નીકળી પડે છે ને આંખમાંથી ઉના આંસુ સરી પડે છે. આવી રીતે દશા પ્રપંચ કરીને મેળવેલું ધન જીવને દુર્ગતિમાં લઈ જાય છે, માટે જેમ બને તેમ લક્ષ્મીને મોહ છેડે અરે, હું તે કહું છું કે સાચું સુખ જોઈએ તે સંસારનો ત્યાગ કરી ત્યાગના ઘરમાં આવી જાઓ. અહીંના જેવું સુખ તે તમને કયાંય નહિ મળે.