________________
શારદા સિદ્ધિ
૮૧૫ જેનું સાચું ચૈતન્ય ધબકતું હતું એવા ચેતનકુમારે જિનમતીને પણ દેષ ન કાઢો કે એના ઉપર ક્રોધ પણ ન કર્યો કે તું આવી ખરાબ નીકળી! એણે તે સંસારની અસારતા ઉપર વિચાર કર્યો ને વૈરાગ્યના રંગે રંગાઈ ગયે, પણ મંગળિયાનું જીવન જડતાના ધબકારા લઈ રહ્યું હતું એટલે એના મનમાં એ વિચાર આવે કે આ શેઠના પેટમાં કપટ ભરેલું છે. એ મને એકલી દઈને પેલે ધનથી ભરેલે ચરૂ લઈ લેવા ઈચ્છે છે, તેથી કહે છે શેઠ! આપને એમ એકલા મૂકીને મારાથી જવાય! આપને ગુરૂ મહારાજ મળશે એટલે સોંપીને પછી જઈશ. એમ કહીને સાથે ચાલ્યો ખરો પણ એના મનમાં પાછો વિચાર થયો કે એ ક્યારે ગુરૂ મહારાજ પાસે પહોંચે ને મારે ક્યાં સુધી એમની સાથે ચાલવું? આમ વિચાર કરીને મનમાં કંઈક ગોઠવણ કરી બંને જણા ચાલ્યા જાય છે. વચમાં ભયંકર વગડે આવ્યો, એટલે મંગળિયાએ કેડેથી છરો કાઢી ને ચાલતાં ચાલતાં ચેતનકુમારની પીઠમાં છરો ભેંકી દઈને ભાગ્યા. છરો ભોંકાવાથી ચેતનકુમારે પાછું વાળીને જોયું તે મંગળિયાને ભાગતે જે. એણે ઘણી બૂમ પાડી પણ પાછું વાળીને જેતે નથી. એ તે મૂઠી વાળીને ભાગ્યે જાય છે.
આ બનાવ ઉપરથી ચેતનકુમારના મનમાં થયું કે પેલા રત્નોથી ભરેલસેનાના ચરૂના લેભથી તે આણે આવું કામ તે નહિ કર્યું હેય ને? એણે જિનમતી માટે પણ ટી. વાત તે નહિ કરી હોય ને? ગમે તેમ હેય પણ હવે મારે સંસારમાં પડવું નથી. એનું ચૈતન્ય ધબકતું છે, તેથી મંગળીયો ઉપર પણ કોધ ન કર્યો, પણ સંસારની અસારતા ઉપર ચિંતન કરવા લાગ્યો. એણે ઘા ઉપર સૂકા પાંદડાને ભૂકો કરીને દાબી એના ઉપર પાટો બાંધી દીધે. થેડી કળ વળી એટલે ધીમે ધીમે ચાલતે ચાલતે એક મોટા શહેરમાં પહોંચ્યા. ત્યાં એને કઈ યોગ્ય ગુરૂ મળી ગયા. એણે ગુરૂને સત્ય હકીકત કહી સંભળાવી અને ઘા રૂઝવવાની દવા કરીને ઘા રૂઝાયા પછી એણે તે દીક્ષા લીધી.
ચેતનકુમારે દીક્ષા લીધાના સમાચાર જિનમતીને મળ્યા. એ પણ ધર્મના રંગે રંગાયેલી હતી. એ પણ ચૈતન્ય ધબકતું જીવન જીવનારી હતી, એટલે પતિએ દીક્ષા લીધાના સમાચાર સાંભળીને એને ખૂબ આનંદ થયો. એ એના માતા-પિતા પાસે જઈને કહેવા લાગી કે હે માતા-પિતા ! એમણે સંયમ લીધે છે તે મારી ઈચ્છા છે કે હું એમના દર્શન કરીને મારા નેત્રને પાવન કરું, મારું જીવન સફળ બનાવું ને પછી હું દીક્ષા લઉં. માતા પિતાએ કહ્યું બેટા ! સંયમ માર્ગ કંઈ સહેલું નથી. તું તારે શાંતિથી સંસારમાં રહીને ધર્મધ્યાન કર, ત્યારે જિનમતીએ કહ્યું સંસારમાં રહીને ગમે તેટલું ધર્મધ્યાન કરું પણ સંયમ જેવી સાધના થાય નહિ. એમ માતાપિતાને સમજાવી આજ્ઞા લઈને જિનમતી જ્યાં ચેતનકુમાર સાધુ હતા ત્યાં આવી. પિતાના પતિને મુનિવેશમાં જોઈને આંખમાં હર્ષાશ્ર આવી ગયા ને ગદ્ગદ્ કંઠે બેલી હે સ્વામીનાથ ! આપને ધન્ય છે! આપે તો સંયમ લઈને આપના આત્માને તાર્યો અને મને પણ ભવસાગરથી