________________
૮૨૦
શારદા સિદ્ધિ આશ્વાસન ખાતર ભગવાને કહ્યું કે પુણી શ્રાવક એક સામાયિકનું ફળ આપે તે તમારે નરકગતિમાં જવું ન પડે. મહારાજા શ્રેણીક તે ઉપડ્યા પુણીયા શ્રાવક પાસે ને એક સામાયિકનું ફળ માંગ્યું, ત્યારે પણ શ્રાવક કહે છે હું રાજીખુશીથી આપું પણ જેમણે આપને મેકલ્યા છે તેમને પૂછે કે સામાયિકનું મૂલ્ય કેટલું આપું? શ્રેણીક રાજા તે ઉપડયા જગદ્ગુરૂ ભગવાન મહાવીર પાસે, અને પૂછ્યું ભગવન્! પુણીયા શ્રાવકની એક સામાયિકનું ફળ કેટલું? ભગવાન કહે. તેની સામાયિકનું ફળ અમૂલ્ય છે. હે રાજન ! કેઈનું ફળ કેઈને નથી મળતું. આ ઉપરથી વિચાર કરો કે પુણી શ્રાવક એ શ્રાવક જ હતું ને? છતાં કેવું ઉચ્ચ જીવન જીવતે હતે એ સાધુ ન હતે. શ્રાવક હતે. તમે પણ એમના જીવનને આદર્શ તે અપનાવી શકો ને ! એના જીવનને અંશ પણ જીવનમાં અપનાવશે તે પણ માનવજીવન સાર્થક બનશે.
ચિત્તમુનિ ચકવતિને સમજાવે છે કે હે બ્રહ્મદત્ત! વિચાર કરો. જ્યારે મૃત્યુને સમય આવશે ત્યારે ચોસઠ હજાર રાણીઓ, સૈન્ય, હાથી, ઘોડા, રથ, પાયદળ આ બધું તારી આસપાસ વીંટળાઈને બેઠું હશે તે પણ મરણના મુખમાં જતાં તમને કઈ બચાવી શકશે નહિ. બધા રડશે, ગૂરશે, કાળો કલ્પાંત કરશે પણ કાળરાજા આગળ કેઈનું કંઈ ચાલશે નહિ, માટે સમજીને તારા પરભવને સુધારવા માટે કંઈક તે કરી લે. હું તને આટલું સમજાવું છું છતાં કેમ સમજતું નથી ? કંઈક જ એક વખત સાંભળે ને પામી જાય છે. એક દેવને પ્રસંગ યાદ આવે છે.
એક વખત તીર્થંકર પ્રભુની દેશના ચાલતી હતી. તીર્થંકર પ્રભુની દેશના સાંભળવા માટે દેવ, દેવીઓ, મનુ, તિર્યંચો વિગેરે આવે છે. એક વખત એક દેવ તીર્થકર પ્રભુની દેશના સાંભળવા આવ્યો. દેશના સાંભળીને ભગવંતને પૂછે છે હે ભગવંત ! હું અહીંથી મરીને ક્યાં જઈશ? ત્યારે તીર્થકર ભગવંતે કહ્યું કે તું અહીંથી મરીને ફલાણું નગરની બહાર જંગલમાં વાંદરાને અવતાર પામીશ. ભગવાનના મુખેથી આ સાંભળીને દેવ તે પ્રજી ઉઠે. એને મનમાં ભયંકર અફસોસ થવા લાગે કે અરેરે.. હું દેવ મરીને એક ઝાડેથી બીજા ઝાડે કૂદકા ભરનારો ને હુપાહુપ કરનારો વાંદરો બનીશ? દેવેને તે અવધિજ્ઞાન હોય છે. એના બળથી એ જાણી શકે છે કે મેં પૂર્વભવમાં સારી સાધના કરી તે હું દેવ થયે, પણ અહીં આવીને સ્વર્ગના દિવ્ય કામગમાં મસ્ત બની ગયો. સુખમાં આસક્ત બન્ય, અને મારું પુણ્ય ખતમ કરી નાંખ્યું. હાય! હવે હું ધર્મવિહોણે અને ઉધમતિ વાનર બનીશ! કેવળજ્ઞાની ભગવંતના વચન તે ત્રણ કાળમાં ખોટા ન પડે. હું તે વાંદરો થઈને તદ્દન ધર્મહીન બનીશ અને ત્યાંથી પાપકર્મના ભાતા બાંધીને અધમ દુર્ગતિમાં જઈશ. ત્યાં પણ મને ધર્મ તે નહિ જ મળે, મારું શું થશે ?
આ રીતે દેવ ચિંતાતુર બની ગયો પણ મનમાં વિચાર કર્યો કે વાંદરો બનવાનું