________________
૮૬૪
શારદા સિતિ માટે તું સુખેથી મારા રાજમહેલમાં રહેજે. હું તારો ધર્મને ભાઈ બની તારું રક્ષણ કરીશ. તને કઈ રીતે દુઃખ નહિ પડવા દઉં, માટે બહેન ! જે બન્યું તેને ભૂલી જઈને ધર્મારાધના કર. જડ દેહને રાગ છેડી દે અને એવી ઉત્કૃષ્ટ આરાધના કરી લે કે ભવાંતરમાં તને આવા દુઃખે ભેગવવાને વખત ન આવે. યુવતીના રૂપમાં રહેલે આ દેવ ભીમસેનના શબ્દ સાંભળીને ઠરી ગયો. ભીમસેનની આવી પરીક્ષા કરવા બદલ એને ખૂબ પશ્ચાતાપ થયે. પિતાની માયા સંકેલી લીધી અને સાક્ષાત્ દેવ સ્વરૂપે એ પ્રગટ થઈ હાથ જોડીને ભીમસેન પાસે ઉભે રહ્યો ને મધુર સ્વરે બે -ધન્ય છે ભીમસેન તને ધન્ય છે ! તારા સત્ય વ્રત ઉપર ને તારા સ્વદારા વ્રત ઉપર હું ખુશ થયે છું. તારી મેં ઘણું કસોટી કરી પણ તું જરાય ચલિત થયે નહિ. દેવે ખુશ થઈને કહ્યું હે ભીમસેન ! માંગમાંગ..માંગે તે હું તને આપવા તૈયાર છું. - ભીમસેને કહ્યું મારા ધન્ય ભાગ્ય કે મને દેવના દર્શન થયા. હું આપની પાસે એટલું જ માંગું છું કે વીતરાગ પ્રભુના ધર્મ પર સદા મારી બુદ્ધિ સ્થિર રહે. મારે બીજું કાંઈ ન જોઈએ. દેવે માંગવા ઘણું કહ્યું પણ ભીમસેન કોઈપણ જાતના પ્રભનમાં તણાયે નહિ ને કઈ ચીજ માંગી નહિ, ત્યારે દેવે પ્રસન્ન થઈને એને દિવ્ય વસ્ત્રો અને હાર ભેટ આપ્યા, પછી ભીમસેનને પગે લાગી દેવ પિતાના સ્થાને ચાલ્યો ગયો ને ભીમસેન પણ કર્મની લીલાને વિચાર કરતે પિતાને તંબૂમાં આવીને સૂઈ ગયો, વધુ ભાવ અવસરે.
- વ્યાખ્યાન નં. ૯૦ કારતક સુદ ૫ ને ગુરૂવાર “જ્ઞાનપંચમી” તા. ૨૫-૧૦-૭૯
સન્ન બંધુઓ ! અનંતજ્ઞાની, સર્વજ્ઞ અને સર્વદશી શ્રી જિનેશ્વર ભગવતે જગતના જોના ઉધાર માટે પરમ શ્રેયકારી અને પવિત્રવાણુને ધોધ વહાવ્યો છે. જિનેશ્વર ભગવંતના મુખમાંથી કરેલી વાણું તેને જિનવાણું કહેવામાં આવે છે. જિનવાણી એ. અનાદિકાળથી આત્મઘરમાં પેસી ગયેલા ક્રોધાદિ કષાયે અને રાગ-દ્વેષરૂપી શત્રુઓનું સંશોધન કરનાર જાસુસ છે, અને જિનશાસનમાં જન્મેલા મહાવીર પ્રભુના મેંઘેરા મહેમાનોને બેસવા માટેની સુંદર જાજમ છે. જીવના મહાન પુણ્યોદય હોય ત્યારે આવી જિનવાણી સાંભળવાને સુઅવસર મળે છે. જીવ જે એકાગ્રચિત્તે જિનવાણીનું પાન કરે તે એના ભવને બેડે પાર થઈ જાય, તમે જિનવાણું સાંભળવા જ આવે છે અને અમે તમને સંભળાવીએ છીએ. જિનવાણી સંભળાવનાર સંતે જિનવાણીનું શ્રવણ કરનાર શ્રોતાઓ પાસે ત્રણ ચીજની માંગણી કરે છે. બેલે, એ ત્રણ ચીજો તમે આપશે ને ? તમે ગભરાશે નહિ હોં. તમારી પાસે પૈસા, બંગલા, મોટર કે તિજોરીની ચાવી એવું કંઈ માંગવાનું નથી. શાંતિથી બેસજો..