________________
૮૬૮
શારદા સિદ્ધિ ઘેર ધન અને ધર્મ બંનેને સુમેળ હતે. એમને ગુણની મંજરી સમાન ગુણમંજરી નામની એકની એક પુત્રી હતી. આ ગુણમંજરી વિનયવંતી અને રૂપવંતી હતી. આ શેઠની પુત્રી ગુણમંજરીમાં રૂપ ગુણ અને સૌંદર્ય એ ત્રણે વસ્તુઓ હતી પણ કર્મોદયથી એ મૂંગી અને રોગી હતી. - “ગુણમંજરીની ચિંતા કરતા મા-બાપ-” બંધુઓ ! આ સંસારમાં જ્ઞાન એ અજ્ઞાનના અંધકાર ટાળી પ્રકાશ પાથરનાર સર્ચલાઈટ સમાન છે. સંસારમાં જ્ઞાન વિનાને માનવી પાંગળે છે, અંધ છે ને જડ છે. જ્ઞાન વિનાનું જીવન વેરાન વન સમાન છે. ગુણમંજરીની દશા પણ જ્ઞાન વિના વેરાન વન જેવી હતી. સમય વીતતા વાર લાગતી નથી. ગુણમંજરી ધીમે ધીમે સોળ વર્ષની થઈ. દીકરીના મા-બાપને ચિંતા હોય ને ? એટલે. એ નાની હતી ત્યારથી એને માટે દવા ઉપચારો કરવામાં બાકી રાખી ન હતી. સામાન્ય માણસ હોય તે પણ આવી દીકરીને માટે કેટલા ઉપચારો કરે, ત્યારે આ તે આ શ્રીમંત સુખી શેઠ છે અને પાછી એકની એક દીકરી છે એટલે એને માટે શું બાકી રાખે? ગામમાં જેટલા વદે, ડોકટરો અને હકીમો હતા તેમને બોલાવ્યા ને ગુણમંજરી માટે ચિકિત્સા કરાવી પણ કઈ રીતે એનું દુઃખ મટતું નથી, એટલે લેકેને પણ એની દયા આવવા લાગી કે આ બિચારી છોકરી કેવી સારી છે પણ એની કેવી દશા છે! પણ કર્મને કંઈ છેડી દયા આવે? કરેલા કર્મો તે જીવને અવશ્ય ભોગવવા પડે. ચાહે હસતા હસતા ભગવે કે રડતા ભેગવે પણ ભગવ્યા વિના છૂટકે નથી. : આ નગરમાં વિજયસેન નામના મહાન જ્ઞાની આચાર્ય ભગવંત પધાર્યા. એમના પુનીત પગલા થતા સારા કે નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો. એમની વાણીમાં અદૂભુત શક્તિ હતી. આખા નગરની જનતા એમની વાણીને લાભ લેવા ઉમટી પડી. આ સિંહદાસ શેઠ પણ એમની વાણું સાંભળવા માટે પોતાના પરિવાર સહિત આવ્યા. આચાર્ય ભગવંતે નગરજનોને ઉદ્દેશીને ઉપદેશ આપતા કહ્યું હે મહાનુભાવો ! આ સંસારમાં માનવીને રૂ૫-તેજ-સંપત્તિ-નિરોગી શરીર, ઈન્દ્રિયની પરિપૂર્ણતા, ધર્મને વેગ અને ધર્મારાધના કરવા માટેના સાનુકૂળ સંયોગે વિગેરે પૂર્વભવના પુણ્યથી મળે છે. આત્મા કર્માધીન છે. શુભ કર્મના ઉદયથી શુભ સામગ્રી મળે છે ને અશુભ કર્મના ઉદયથી અશુભ સામગ્રી મળે છે. શુભ કર્મના ભેગથી જીવ મોક્ષ માર્ગ તરફ આગેકૂચ કરે છે. ને અશુભ કર્મના ભેગથી જીવ દુઃખ જોગવતા દુર્ગતિમાં પડી ભવસાગરના ચક્કરમાં ડૂબી જાય છે માટે જે કર્મબંધન કરતા ખૂબ જાગૃત રહેવાની જરૂર છે. આચાર્યશ્રીની વાણીમાં શાસ્ત્રની તારવણી કરવાની અજબ શક્તિ હતી. સાંભળીને શ્રોતાજનોના હૃદય હચમચી ઉઠ્યા. સિંહદાસ શેઠનું હૃદય પણ ભીંજાઈ ગયું. એમના મનમાં થયું કે ગુરૂદેવ જ્ઞાની છે તે હું તેમને એક પ્રશ્ન પૂછું, એટલે ઉભા થઈને વંદન કરીને પૂછયું ગુરૂદેવ ! આ મારી પુત્રી ક્યા કર્મના ઉદયથી આવી મૂંગી અને રોગીષ્ટ બની છે? એ આપ કૃપા કરીને