________________
ہیں
શારદા સિદ્ધિ બંધુઓ! પિતાના સંતાનના હિત તરફ દષ્ટિ કર્યા વિના પિતાના બાળક પ્રત્યે કેવળ મમતા રાખનાર અને લાડ લડાવનાર મા-બાપ એમ માને છે કે જાણે અમારા જેવી સંતાને ઉપર કેઈને મમતા ને લાગણું જ કયાં છે? આ તે એક પ્રકારની ભૂલ જ છે ને? આવા બેટા લાડ ને પ્યાર બાળકને ભલે કરતા હોય પણ એ વહાલ વર્તમાનના છે પણ ભાવિના ભૂતલમાં તે તે વિષના બીજ વાવી રહ્યા છે. સમય જતાં એ વિષના બીજમાંથી મોટા વૃક્ષો થશે અને બાળકોના જીવનને વેડફી નાંખશે, એને ખ્યાલ રાખતા નથી. આ સુંદરી પણ પિતાના બાળકને વહાલમાં ખેંચાઈને આ બાળકોનું ભવિષ્ય કેવું ઘડાશે ને સાથે પોતાનું પણ શું થશે એ વાત વીસરી ગઈ ને બાળકને ભણવા જવાની ના પાડી દીધી ને પુસ્તકો બાળી મૂક્યા. બોલે, હવે આ માતા હાલેશ્વરી કહેવાય કે વેરણ? ખરેખર, સાચી માતા તો એને જ કહેવાય કે જે પોતાના કર્તવ્ય પંથ પર રહીને બાળકોનું ભાવિ કેમ ઉજજવળ બને તે માટે બાળકોના જીવનમાં સારા સંસ્કારનું સિંચન કરે. પિતે કષ્ટ વેઠીને પણ સંતાના જીવનનું સાચું ને સારું ઘડતર કરે.
“શેઠાણીને સમજાવતા શેઠ” – આ વાતની જિનદાસ શેઠને ખબર પડી ત્યારે એમના દિલમાં ખૂબ દુખ થયું. તેઓ વિચારવા લાગ્યા કે જ્ઞાન વિનાના જીવનની કાંઈ કિંમત નથી. આ શરીરમાં બધી ઈન્દ્રિયો કરતા આંખની કિંમત વધારે છે અને આંખની વિશેષ જરૂર છે. તેનાથી પણ અધિક જીવનમાં જ્ઞાનની જરૂર છે, અને આ માતા બાળકને કેવા કુસંસ્કારો આપી રહી છે. આ મારા બાળકનું શું થશે? એક દિવસ શેઠે સુંદરીને કહ્યું કે તું આ પુત્રોને ભણવા કેમ નથી એકલતી? અભ્યાસ વિના આપણા પુત્રો અભણ રહેશે? અભણ છોકરાઓને જગત મૂર્ખ કહે છે ને એની સૌ હાંસી મજાક ઉડાવે છે એમ આપણે પુત્રોને પણ સૌ મૂખ કહેશે, એની મજાક ઉડાવશે અને મોટા થશે ત્યારે એમને કન્યા પણ કેણ પરણાવશે? ત્યારે સુંદરીએ ક્રોધમાં આવીને શેઠને કહ્યું કે તમે તે માત્ર પૈસા કમાઈ જાણે છે, બાકી છેકરાઓનું કંઈ ધ્યાન રાખે છે ખરા? પુત્રેની કાળજી તે રાખવી નથી ને મારા ઉપર આટલો બધે રૂઆબ કરે છે? જુઓ તે ખરા, આ મારા બાળકને સેટીના કેવા સેળ પડયા છે? બાળકનું રૂદન જોયું જતું નથી. મારે અત્યારે કંઈ ભણાવવા નથી. મોટા થશે એટલે આપોઆપ ભણશે.
શેઠે કહ્યું સુંદરી! તુ આ શું બોલે છે? થેડે તે વિચાર કર કે ભણ્યા વિના માણસને કેટલી મૂંઝવણ થાય છે? જે અભણ હોય તેને પૂછજો. જે માતા પિતાના બાળકને લાડ અને પ્યારમાં ભણાવતા નથી, સારા સંસ્કારોનું સિંચન કરતા નથી તે માતા પિતા સંતાનના વૈરી છે ત્યારે સુંદરી કહે છે જે તમે એવું જાણે છે તે