________________
શારદા સિદ્ધિ
૮૬૯
ફરમાવશેાજી ? આ આચાર્ય મહારાજ અવિજ્ઞાની હતા એટલે શેઠની વાત સાંભળીને કહે છે શ્રાવકજી ! સાંભળે.
“ આચાય શ્રીએ કરેલા ખુલાસોઃ ” સુખ અને દુઃખ જીવને કર્મના ઉદયથી ભોગવવા પડે છે. કેટલાક કર્માં એવા હાય છે કે તે ભાગવ્યે જ છૂટકે થાય છે. ભાગવતાં કઈક જીવા હાયવાય કરે છે છતાં પણ એની આંખ ઉઘડતી નથી કે મારા પૂર્વીકૃત કર્માંના ફળ હું ભોગવી રહ્યો છું. કના વિપાક અણુઉકેલ્યા કોયડા સમાન છે. હે શ્રેષ્ઠી ! તમારી પુત્રી ગત ભવમાં કરેલા અશુભ કર્મના વિપાક ભાગવી રહી છે. ગત ભવમાં આ તમારી પુત્રી ગુણમ'જરી ખેટકપુર નામના નગરમાં જિનદાસ નામે એક મહાન શ્રીમંત શ્રેષ્ઠીની પત્ની હતી. એનું નામ સુંદરી હતું. સંસાર સુખા ભાગવતાં એને પાંચ પુત્રો અને ચાર પુત્રીઓ થઈ. આવા મહેાળા પિરવારથી એનેા સ`સાર ભર્યાં ભાદર્યા લાગતા હતા. પાસે ધન ઘણું હતું એટલે છેકરાઓને ખૂબ મેાઢે ચઢાવ્યા હતા.
બાળકો માટા થયા એટલે જિનદાસ શેઠે એમને ભણવા માટે નિશાળે મૂકયા. સ્કૂલમાં શિક્ષકો ખૂબ ધ્યાન દઈ.ને ભણાવતા પણ મેઢ ચઢાવેલા છેોકરાએ ધ્યાન દઈ ને ભણુતા નહિ ને ખૂબ તાફાન કરતા. કેાઈની પાટી ફાડી નાંખે તે કેાઈની પેન તેાડી નાંખે તે કોઈ છોકરાને ટપલા મારતા ત્યારે શિક્ષક આ વિદ્યાર્થી ઓને શાંતિથી સમજાવતા કે આપણાંથી આવુ' તાફાન ન કરાય પણ એ તોફાની બાળક સમજતા ન હતા એટલે શિક્ષક એમને ધમકાવવા લાગ્યા તે પણ સુધર્યા નહિ. છેવટે શિક્ષકે ગુસ્સામાં આવીને બાળકોને સાટી મારી. એમની ભણવાની દાનત ન હતી એટલે રડતા રડતા ઘેર આવીને માતાને કહે છે અમને માસ્તરે સેાટી મારી. એમ કહીને ખૂબ રડવા લાગ્યા. પેાતાના બાલુડાને રડતા જોઈ ને માતાનું લાગણીભર્યુ. હૃદય કંપી ઉઠયું. અહા ! મારા બાલુડાને માસ્તરે આટલે બધા માર માર્યાં ? બાળકો એની માતાને એમ કહે છે કે અમને સેાટી મારી પણ ભેગા એ નથી કહેતા કે અમે તાફાન કરતા હતા તેથી માર્યા અને માતા પણ નથી પૂછતી કે તમને કેમ માર્યાં ? પણ એણે તા છેકરાઓને કહી દીધું કે મારા વ્હાલસેાયા પુત્રો ! હવે કાલથી કોઈ ભણવા જશેા નહિ. આપણે કંઈ ભણવું નથી. ભણીને માત્ર પૈસા જ કમાવા છે ને ? આપણે ઘેર ઘણું ધન છે. શુ' ભણેલા જ પૈસા કમાઈ શકે છે? એવુ કંઈ નથી. ઘણી વાર એવુ' અને છે કે ભણેલા ગરીબ રહી જાય ને અભણ મોટા શ્રીમત બની જાય છે. ભણેલા પણુ સંસાર ચલાવે છે ને અભણ પણ સ'સાર ચલાવે છે, તેા પછી ભણીને શુ કામ છે ? રાજ શિક્ષક બાળકોને મારે, કાઢી મૂકે ને ખાળા રડે એ કેમ સહન થાય ?
બાળકાના મેહમાં પડેલી માતા એ વિચાર નથી કરતી કે આ બાળકાનુ ભવિષ્ય કેવુ બગડી જશે ? એના વિચાર ન કર્યાં, અને સ્કુલે ભણવા જવાની ખળકોને ના પાડી દીધી ને ઉપરથી કહ્યુ` કે શિક્ષકને દેખા ત્યાંથી પથરા મારો, અને ભણવાના સાધના પાટી, પેન, ચાપડીએ વિગેરે બધુ અગ્નિના કુંડમાં ફૂંકીને બાળી મૂકો.