________________
૮૪૧
શારદા સિદ્ધિ છે ને ક્યાં જાઓ છો ? ત્યારે આ બંને ભાઈઓએ પિતાની કહાની કહી. એ સાંભળીને સ્ત્રીએ હાવભાવ અને કટાક્ષ કરતા કહ્યું તમે ચિંતા ન કરો. હું આ દ્વીપની માલિક દેવી છું. મારું નામ યણદેવી છે. તમે મારા મહેલમાં ચાલે. તમે મારા કહ્યા પ્રમાણે કરશો તે સ્વર્ગ જેવા સુખ મળશે. આ બંને જણે રાયણદેવીના હાવભાવમાં મુગ્ધ બની ગયા ને એની સાથે મહેલમાં ગયા. રયણદેવી પણ એમને ખૂબ પ્રેમથી રાખવા લાગી. આ બંને તે એના ખાનપાન અને હાવભાવમાં અંજાઈ ગયા. એમને તે એમ જ થવા લાગ્યું કે આવું સુખ આપણે કદી જોયું નથી. આપણા વહાણ તૂટી ગયા તે પણ સારા માટે બન્યું. જે એમ ન બન્યું હોત તે આપણને આવા સુખ ન મળત.
ભેગમાં આસક્ત બનતા ભાન ભૂલેલા ભાઈએ” - બંધુઓ ! રણદેવી હલકી જાતિની દેવી હતી. એ ભૂલા પડેલા આવા મુસાફરોને પિતાની જાળમાં ફસાવીને આવા કામ કરતી, પણ ભેગમાં આસક્ત બનેલા ભિખારીઓ વર્તમાન સુખને જુએ છે પણ ભવિષ્યના ભયંકર દુઓને જોતા નથી. આ જિનપાલ અને જિનરક્ષિતને તે ઘર કરતા પણ વધારે સુખ મળવા લાગ્યું એટલે એ તે માતા-પિતા-પત્ની બધાને ભૂલીને સુખમાં મસ્ત બની રહેવા લાગ્યા પણ એમને ખબર નથી કે આ રાયણદેવીએ એમના જેવા કંઈક ભેગના ભિખારીઓને વિનાશ સજર્યો હતે. બે ત્રણ મહિના વીત્યા હશે. ત્યાં એક દિવસ ઈદ્ર મહારાજાએ રયણુદેવીને લવણસમુદ્ર સાફ કરવાની આજ્ઞા આપી. ઈન્દ્ર મહારાજાની આજ્ઞા પ્રમાણે યણદેવીને કરવું પડે, તેમાં કાંઈ ચાલે નહિ, એટલે રયણુએ બંને ભાઈઓને કહ્યું કે તમને છોડીને જતાં મારું મન માનતું નથી પણ ગયા વિના છૂટકે નથી. તમને મારા વિના અને મને તમારા વિના ગમશે નહિ, પણ તમે શાંતિથી આ મહેલમાં રહે. તમને બધી સુખ સામગ્રી મળ્યા કરશે, છતાં અહી એકલા મારા વિના ન ગમે તે પૂર્વ-પશ્ચિમ અને દક્ષિણ એ ત્રણે દિશામાં અનેક પ્રકારના ફળફૂલથી સુશોભિત સુંદર ઉદ્યાને છે ત્યાં ફરવા માટે ખુશીથી જજે પણ ઉત્તર દિશાના ઉદ્યાનમાં જશે નહિ.
રયણના વચન ઉપર થયેલી શંકા” :- જિનપાલ અને જિનરક્ષિત બને બુદ્ધિશાળી હતા. એમણે કહ્યું–દેવી ! તમારા વિના અમને ગમશે નહિ, છતાં જેમ તેમ કરીને દિવસે પસાર કરીશું, પણ ઉત્તર દિશાના ઉદ્યાનમાં જવાની તમે કેમ ના પાડે છે? ત્યારે રયણાદેવીએ કહ્યું–મારા સ્વામીનાથ ! શું વાત કરું? એ ઉદ્યાનમાં એક ભયંકર ઝેરી કાળેતરો નાગ રહે છે. એ ત્યાં જનારને જીવતે રાખતા નથી. તમે તે મારા શ્વાસ ને પ્રાણ છે. તમે ત્યાં જાઓ ને નાગ કરડે તે મારું શું થાય? માટે હું તમને જવાની ના પાડું છું. તમે શાંતિથી રહેજે. એમ કહીને રયણાદેવી ચાલી ગઈ. એના ગયા પછી આ બંનેને ચેન પડતું નથી. એમને તો રયણની રટણ થવા લાગી, તેથી મનને શાંત કરવા એક દિવસ પૂર્વના ઉધાનમાં ગયા. બીજે દિવસે પશ્ચિમના શા. ૧૦૬