________________
८५४
શારદા સિરિ તમારા સદ્દવિચાર અને સદાચારના રંગથી રંગભીને બની રહે. તમારું જીવન આત્મિક શાંતિથી, આત્મિક આનંદથી, આત્મિક પ્રસન્નતાથી સમૃદધ બની રહો. સચારિત્ર તથા સદ્ગુણોથી તમારું જીવન સુવાસિત બને, આત્મગુણની સુવાસથી જીવન મઘમઘાયમાન બને, જ્ઞાન-દર્શનના પમ પ્રકાશથી તમારો પંથ ઉજજવલ બને, મૈત્રી, પ્રમોદ, કરૂણું અને માધ્યસ્થ આ ચાર શુભ ભાવનાઓથી તમારું અંતર ભીનું બને, એ જ અંતરના અભિનંદન. ભગવાને કર્મના દેણાં ચૂકવી દીધા તે તમે પણ કેઈ ગરીબની પાસે બસ પાંચ રૂપિયા માંગતા હે એની માંડવાળ કરી એને કરજમાંથી મુક્ત કરજે અને જીવનના નવા ચેપડા લખજે ને તમારું જીવન ઉજજવળ બનાવજે. આ જીવન તે ક્ષણિક છે. તૂટ્યા પછી સંધાવાનું નથી. ભગવાન મેક્ષમાં જવાના હતા તે પહેલા ખુદ ઈન્દ્ર ભગવાનના ચરણમાં પડીને કહેવા લાગ્યા કે હે જગત ઉદધારક! આપ પૃથ્વી પર હશે તે અનેક જીવને ઉધ્ધાર કરશે. હવે ભસ્મગ્રહ બેસવાને છે માટે આપ બે ઘડી વધુ રોકાઈ જાઓ, ત્યારે ભગવાને કહ્યું હે ઈન્દ્રરાજ ! “ મૂા 7 મવિષ્યતિ કદી બન્યું નથી ને બનવાનું પણ નથી. ભગવાન ઈન્દ્રના રોક્યા પણ રોકાયા નહિ. ખુદ ભગવાન જેવા ભગવાન પણ જગતના હિત કાજે આયુષ્ય વધારી શક્યા નથી તે બીજાની શું તાકાત છે! આવું સમજીને જીવનમાં બને તેટલી ધર્મારાધના કરી લે. આજે આપણુ ભગવાન મોક્ષમાં પધાર્યા છે તે આજે રાત્રે ૬૦ માળા ગણજે. ભગવાન નિર્વાણ પામ્યા ને ગૌતમસ્વામીએ કેવળજ્ઞાનની જત પ્રગટાવી. આપણે પણ જીવનમાંથી અજ્ઞાનના અંધકાર ઉલેચી નિર્મળ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરીએ ને જલદી જલ્દી મિક્ષ પામીએ એવી ભાવના સાથે નૂતન વર્ષ ઉજવજે.
વ્યાખ્યાન નં. ૮૯ કારતક સુદ ૨ ને સોમવાર
તા-૨૨-૧૦-૭૯ શાસ્ત્રકાર ભગવતે જગતના છના એકાંત હિત માટે શા પ્રરૂપ્યા છે. ભગવાનની વાણીને એક શબ્દ પણ જે જીવ અંગીકાર કરે તે એના અજ્ઞાનના અંધકાર દૂર ભાગવા માંડે. જે આત્માનું ઉપાદાન શુદ્ધ હોય તે ભગવાનની વાણીનો એક શબ્દ સાંભળીને પણ જાગી જાય છે, અને પિતાને ભવિષ્યકાળ સુધારવા માટે આત્મસાધનામાં લાગી જાય છે, પણ મિથ્યાત્વી જેને ભગવાનની વાણી શુષ્ક લાગે છે. વીતરાગવાણીના ગઢ રહસ્યો અને ભાવે એ જીવોને સમજાતા નથી. વસંતઋતુમાં બધી ભૂમિ હરિયાળી બની જાય છે પણ કેરડાને પાન આવતા નથી. કેરડાને કુદરતને અભિશાપ હેય ને એના છેડા ઉપર પાંદડા ન આવે તે તેમાં વસંતઋતુને વાંક ખરે? ધોધમાર વરસાદ પડે પણ જે ચાતક પક્ષી ઝીલે નહિ તે એમાં વરસાદને શું દેષ? વરસાદ પડે છે ત્યારે પૃથ્વી