________________
શારદા સિદ્ધિ
૮૬૧ વજજશે કરેલી આત્મસાધના” – ભગવતે કહ્યું છે વાજંઘ! તું આ ધન, વૈભવ, વહેપાર, પત્ની, પુત્ર-પરિવાર બધાની મમતા છેડી દે. કાયાની માયા પણ છોડી દે અને ત્રણ દિવસ એક ચિત્તે તું ભગવાનના ધ્યાનમાં લાગી જા. તારે ભવ સુધરી જશે. ભગવાનના વચન સાંભળીને જ જંઘ સર્વ જીવોને ખમાવી અનશન કરીને ધ્યાનમાં બેસી ગયો. ત્રણ દિવસમાં તે એ ધ્યાનમાં લીન બની ગયે કે બાહ્ય જગતને ભૂલીને આત્મસ્વરૂપમાં ઝલવા લાગે. આયુષ્ય પૂર્ણ થતાં કાળ કરીને દેવેલેકમાં ગયો ને ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહક્ષેત્રમાં જન્મ લઈને મેક્ષમાં જશે. બંધુઓ! એણે એ મદ કર્યો કે હું ઉંચ કુળમાંથી આવેલે નીચ કુળમાંથી આવેલા સાધુઓને શું વંદન કરું ! આ કારણે ગુરૂથી અલગ પડી ગયા. ચારિત્ર સારું પાળ્યું પણ સાધુપણામાં કાળ કરીને દેવલેકમાં જાય તેના બદલે જ્યાં ધર્મનું નામનિશાન સાંભળવા ન મળે એવા અનાર્ય દેશમાં જન્મ થયો. પૂર્વના જમ્બર પુણ્યોદયે તેને ભગવાન મળ્યા ને આત્માનું કલ્યાણ કર્યું.
ચિત્તમુનિ કહે છે તે બ્રહ્મદત્ત ! સમજ. તું જેને મારું માને છે તે કંઈ તારું નથી. કોઈ તને મૃત્યુના મુખમાંથી બચાવી શકશે નહિ. તેમજ તારી સાથે પણ આવશે નહિ. હે બ્રહ્મદત્ત ! આ તારા ઘરબાર, વૈભવ વિલાસ, માતા-પિતા, પત્ની, પુત્ર. પુત્રીઓ, દાસ-દાસીઓ, બાગબગીચા, બંગલા, હાથી, ઘોડા, રથ, સૈન્ય, પાયદળ આ બધું છોડીને એક દિવસ તારે જવું પડશે. મોટા મોટા ચક્રવર્તિઓ, બળદે, વાસુદે, માંડલિક રાજાઓ, શેઠ, શ્રીમંત અને શાહુકાર વહેલા કે મેડા સૌને એક દિવસ બધું છોડીને જવાનું છે. કેટલાય આ પૃથ્વી ઉપરથી વિદાય થયા અને તારે પણ થવું પડશે. સાથે એક રાતી પાઈ પણ આવશે નહિ. તારા ચૌદ ચૌદ રત્ન, નવ નિધાન, આટલા બધા દેવે, એ પણ મૃત્યુના મુખમાં જતા બચાવી શકશે નહિ કે તારી સાથે પણ આવી શકશે નહિ. સાથે તે જીવે કરેલા શુભ-અશુભ કર્મો જ આવે છે, માટે સમજીને તારી મોહદશાને છે. અને સંયમ પંથે આવી જા, પણ મહદશાથી ઘેરાયેલા ચકવતિને આ વાત ગળે ઉતરતી નથી. હજુ પણ ચિત્તમુનિ એને સમજાવવા કેશીષ કરશે તેના ભાવ અવસરે.
ચરિત્ર – ભીમસેન રાજા વિજયસેન રાજા, દેવસેન-કેતુસેન વિગેરેને સાથે લઈને ઉજજૈની નગરી તરફ મોટા સૈન્ય સાથે જઈ રહ્યા છે. ઘણી મજલ કરવાથી ખૂબ થાકી ગયા એટલે ગંગાનદીના કિનારે પડાવ નાંખીને આરામ કરવા રોકાયા છે. તેમાં એકવાર દેવે ભીમસેનની પરીક્ષા કરી પણ એમાં ફાવ્યો નહિ ત્યારે દેવે બીજી રીતે એની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. ભીમસેનને આત્મા દયાળુ હતું. એ કેઈનું દુઃખ જોઈ શકો ન હતું. એટલું જ નહિ પણ સામાનું દુઃખ દૂર કરવા માટે પિતાના પ્રાણ આપવા પડે તે આપવા પણ તૈયાર હતું, એટલે દેવે વિચાર કર્યો કે આને ધર્મસંકટમાં ઉતારી