________________
૮૬૦
શારદા સિદ્ધિ કરતું હતું, પણ એક દિવસ તારા ઘેર કર્મને ઉદય થશે જેથી ભવિતવ્યતાના ગે તારા મનના પરિણામે પટે લીધે, જેથી તારા મનમાં એવો વિચાર આવ્યો કે અહો! હું આવા ઉચ્ચકુળમાંથી આવેલે, ઉચ્ચ જાતિમાં જન્મેલે અને આવી તુચ્છ જાતિમાંથી આવેલા સાધુઓને વંદન કરું? એ મારાથી નહિ બને. જે હું વંદન નહિ કરું તે મારા ગુરૂને ગમશે નહિ. એ એવું નહિ ચલાવી લે. તે મારે શું કરવું? હું ગુરૂથી છૂટ પડી જાઉં. તારા અશુભ કર્મને ઉદય વદ તેથી તું ગુરૂથી અલગ પડીને એક વિચારવા લાગ્યા. ત્યાં પણ તું ઉગ્ર તપ કરવા લાગ્યા. ચારિત્ર ખૂબ ઊંચું પાળતા હતા.
સમય જતાં તારે અંત સમય નજીક આવ્યો જાને તે સર્વ ને ખમાવીને પંદર દિવસને સંથાર કર્યો, પણ જાતિને મદ કર્યો તેની આલેચના કરી નહિ. જાતિમદના કારણે તે નીચ ગોત્રકમને બંધ કર્યો, જેથી કરીને તું આ અનાર્ય દેશમાં ઉત્પન્ન થયે, પણ તને સાધુપણામાં જે જીવદયાના સંસ્કાર હતા તેના કારણે આ ભવમાં પણ તને પશુઓ વિગેરે પર દયાભાવ છે. એ દયાના સંસ્કારથી પુણ્યબંધ કરીને તું અહીંથી મરીને ચેથા દેવલેકમાં ઉત્પન્ન થઈશ. દેવકનું આયુષ્ય પૂર્ણ કરીને તું મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થઈ ચારિત્ર લઈ યથાર્થપણે એની આરાધના કરી ક્ષપક શ્રેણી માંડી સર્વ કર્મથી રહિત થઈ સિદધ થઈશ. ભગવંતના મુખેથી પિતાને પૂર્વભવ સાંભળીને વાજઘની આંખમાંથી હર્ષ અને વિષાદના આંસુ સરી પડ્યા. એના મનમાં થઈ ગયું કે હું દીક્ષા લઈ લઉં, એટલે એણે ભગવંતને નમસ્કાર કરીને કહ્યું ભગવંત! આ સંસાર સમુદ્રમાંથી આપ જ મને તારનાર છે. આપ જ મારા હિતસ્વી છે. આજથી મારું જીવન આપને સમર્પિત કરું છું. આપ જ મને બતાવે કે હવે હું શું કરું જેથી આ જન્મ મરણની જંજાળ અટકી જાય. આપ જે કહેશે તે કરવા હું તૈયાર છું.
વાજપના વચન સાંભળીને ભગવાને ઉપગ મૂકીને જોયું કે હવે આનું આયુષ્ય કેટલું છે ? જાતના રૂપી પદાર્થોને આંખ બંધ કરીને પણ જોઈ શકનારા મન:પર્યવજ્ઞાની ભગવંતે કહ્યું કે હે વાજંઘ ! તારું આયુષ્ય હવે માત્ર ત્રણ દિવસનું બાકી છે. આવું કઈ સામાન્ય સાધુ ન કહી શકે. આ તે જ્ઞાની પુરૂષ હતા. આમ કહેવાથી એનું ભાવિ ઉજજવળ થવાનું છે. એમ જાણીને જ કહી શકે. બાકી ન કહે. મૃત્યુ કેઈને ગમે ખરું? સર્વ જીવોને જીવવું પ્રિય લાગે છે. મરણનું નામ સાંભળીને ભલભલા ભડવીર પુરૂષે પણ ધ્રુજી ઉઠે છે. પોતાનું આયુષ્ય ત્રણ દિવસનું છે એ વાત સાંભળીને વાઘ અવાક્ બની ગયે પણ એની બીક જુદી હતી. એને હું મરી જઈશ એ ડર ન હતે. મૃત્યુ તે એક દિવસ આવવાનું છે પણ ધર્મધ્યાન કર્યા વિના મરી જઈશ તો મારું શું થશે? ડીવારમાં સ્વસ્થ થ ને વિચાર કર્યો કે મને આવા જ્ઞાની ભગવંત મળ્યા છે પછી શી ચિંતા ? એણે ભગવંતને પૂછયું હે ભગવંત! ત્રણ દિવસમાં હું એવું શું કરું જેથી મારે ભવ સુધરી જાય. '