________________
૮૪૪
શારદા સિદ્ધિ બંધુઓ! આ જીવાત્મા અનંતકાળથી સંસાર સાગરમાં સફર કરતાં રત્નદ્વીપ રૂપી માનવભવમાં આવી પહોંચ્યો છે, તે હવે નિશ્ચય કરી લે કે મેહ-માયા અને મમતા રૂપી રયણુદેવીને આધીન બનવું છે કે યક્ષરૂપી વીતરાગની આજ્ઞાને આધીન બનીને મોક્ષપદની પ્રાપ્તિ કરવી છે? જે વીતરાગની આજ્ઞાનું યથાર્થ રૂપે પાલન કરે છે તેને સંસારમાં ભટકવું પડતું નથી, પણ જે મેહ-માયા અને મમતાના પાશમાં ફસાય છે તેને અનંતકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. આવું સમજીને ભગવાનની આજ્ઞાનું પાલન કરે. અત્યારે આપણી પાસે ખુદ તીર્થકર ભગવાન બિરાજમાન નથી, મન:પર્યવજ્ઞાની કે અવધિજ્ઞાની સંતે પણ નથી છતાં આપણું એટલું સદ્ભાગ્ય છે કે ભગવાને ઉપદેશેલી આગમની વાણી અને એ વાણીને સંભળાવનારા સંતે હાજર છે. તે સમજાવે છે કે હે ભવ્યજી ! મહાન પુર્યોદયે આ મનુષ્યભવ પામ્યા છે તે જીવનમાં આત્માનું કલ્યાણ થાય એવી આરાધના કરી લે. પુદકે જે સંપત્તિ મળી છે એમાં લેભાવા જેવું નથી. એનાથી અનાસક્ત ભાવે રહો. મહાન પુરૂષને ઘણું સંપત્તિ મળી હતી પણ એમાં આસક્ત ન થયા, પણ એને ત્યાગ કરીને સંયમના પંથે ચાલી નીકળ્યા હતા. એ તમે જાણે છે ને?
આજે કાળીચૌદશને દિવસ છે. આવતીકાલે દિવાળીને દિવસ છે. કાલે તમે શારદાપૂજન કરશે ત્યારે ચેપડામાં શું લખશે? બેલે તે ખરા ! (હસાહસ) તમે તે હસીને પતાવી દેશે. અહીં નહીં બોલે પણ ચેપડામાં તે મઝાના સુંદર અક્ષરે લખશો કે
શાલીભદ્ર દ્ધિ મળજો, અભયકુમારની બુદ્ધિ મળજો, ગૌતમસ્વામીની લબ્ધિ મળજો, વિન્ના શેઠનું સૌભાગ્ય મળજે, વણિકના દીકરા કેટલા હોંશિયાર છે? લખવામાં કંઈ બાકી રાખ્યું ? શાલિભદ્રને ત્યાં પ્રતિદિન ૯ પેટીઓ ઉપરથી ઉતરતી હતી તે જોઈએ છે? વીતરાગ ભગવંતને ઉપાસક નાશવંત છદ્ધિ માંગે તે દીન ન હોય પણ એ તે માંગે શાલિભદ્ર જેને છેડીને જે સંયમ રૂપી ધન મેળવ્યું તે આત્મત્રદ્ધિ. તે હવે માંગવી હોય તે માંગી લેજો આત્મગુણની અખૂટ સમૃદ્ધિ, શાલિભદ્રની અદ્ધિ મળજે એવું લખે ત્યારે સાથે એટલું જરૂર લખજો કે એમણે ઋદ્ધિ છેડીને દીક્ષા લીધી એમ હું પણ દીક્ષા લઉં. શાલિભદ્રની અદ્ધિ માંગી પણ એને ત્યાગ માંગે ખરે? એમની ત્રાદ્ધિ મેળવવા માટે પહેલા એમના જેવું બનવું પડશે.
અભયકુમારની બુદ્ધિ માંગી પણ અભયકુમાર કેવા હતા? તેમણે તેમની બુદ્ધિને ઉપયોગ શેમાં કર્યો એ વિચાર કર્યો છે ખરો ? રાજ્યને વહીવટ ચલાવતા હતા છતાં ધર્મઆરાધના કરવાનું ચૂકતા ન હતા. એમને રાજ્ય આપવા માટે શ્રેણક રાજાએ કેટલા વાના કર્યા પણ રાજ્ય ન લીધું ને દીક્ષા લીધી હતી. ગૌતમસ્વામીની લબ્ધિ માંગી પણ વિચાર કરજો. ગૌતમસ્વામીના જીવનમાં કેટલે વિનય હતે ! ચાર જ્ઞાન અને ચૌદ