________________
૮૪૮
શારદા સિદ્ધિ ભમાંથી છૂટીને માંડ મનુષ્યભવ પાપે અહીં પણ મેહમાં પડીને આત્મસમૃદ્ધિ પ્રાપ્ત કરવાની અમૂલ્ય તકને હોડમાં મૂકી દે છે. મહાન પુણ્યોદયે અહીં કંઈક સમજવાની શક્તિ મળી. ધર્મારાધના કરવાને બધે યોગ મળ્યો એટલે એ આત્મસમૃદ્ધિ પ્રાપ્ત કરવાની અમૂલ્ય તક ગણાય પણ જીવ મેહ મૂઢતામાં પડયો એટલે એ તક બરબાદ થઈ જાય છે, અને જીવનના અંતે પરિણામે અપાર નુકશાનીનું સરવૈયું નીકળે છે. પ્રભુના આત્માએ પહેલા એવા નુકશાનીના સરવૈયા કાઢયા હતા પણ સંયમ લીધા પછી સાડા બાર વર્ષ ને પંદર દિવસે કેવળજ્ઞાનની જત પ્રગટાવી ઘણું ઘણું ને તારીને આજથી ૨૫૦૫ વર્ષો પહેલા ભગવાને એવી દિવાળી ઉજવી કે જેમાં સર્વ નુકશાનીનું વળતર કરીને કેવળ શુધ્ધ નફાનું સરવૈયું કાઢયું. ચાર ગતિના જન્મ મરણના દેવાળિયા ચોપડા ચૂકતે કરી નાંખ્યા. માનવભવના અદ્વિતીય બજારે કરેલા ધૂમ વ્યાપારને અંતે સરવૈયામાં સમસ્ત દેજે ટાળી અનંત ગુણને નફે તારવ્યો. વિચાર કરો કે કે આ ધન્ય દિવસ છે! કેવી આ ધન્ય દિવાળી ! કેવું ધન્ય આ ભગવાનનું નિર્વાણ કલ્યાણક!
' “જુગ જુગ જીવો ચિરો મહા પવિત્ર આ દિન દી.)
ભગવાને તે આવી દિવ્ય દિવાળી ઉજવી પણ તમે કેવી દિવાળી ઉજવે છે? તમારી દિવાળી એટલે અનેક જીવોની હિંસા કરી ઘરની સાફસૂફી કરવાની અને ઈન્દ્રિયોના '. ઘેડા મદમસ્ત બને એવા મિષ્ટાન્ન ભેજન આરોગવાન અને સારા વસ્ત્રાભૂષણે પહેરીને
હરવા ફરવાના, નાટક સિનેમા જેવાના, એ જ ને! આ તે તમે લૌકિક દિવાળી ઉજવી રહ્યા છે. જોકેત્તર દિવાળીનું મહત્વ હજુ સમજ્યા નથી. આવી દિવાળી ઉજવીને તમે નફો મેળવતા નથી પણ નુકશાની કરે છે. જે તમારે નફે જોઈતું હોય તે ભગવાનના જીવન તરફ દૃષ્ટિ કરો. એમણે એવી દિવાળી ઉજવી કે હવે એમને જન્મ મરણની પેઢી ચલાવવાની જરૂર નથી. એમણે તે જેમ વહેપારી વહેપાર ધંધે બંધ કરીને પેઢી સંકેલી લે છે તેમ એમણે તે આખી સંસારની પેઢી સંકેલી લીધી. તમારી દુકાનમાં જેમ સદા માટે શેતરંજ પથરાય છે તેમ આ સંસારમાં આશ્રવની શેતરંજ પાથરેલી હતી. તેના ઉપર કર્મબંધનના સેદા થતા હતા. એ શેતરંજ ભગવાને ઉપાડી લીધી, અને ચતુર્ગતિના બ્રમણ રૂપ સંસાર માત્રની સમાપ્તિ કરી. અણસમજણમાં એ આત્માએ પોતાની તારાજી કરનારી અને કિંમતી શકિતઓને વેડફી નાંખનારી પરપુદ્ગલની રમત ઘણી આદરી હતી પણ ભગવાને માનવભવ પામીને એને અંત આણ્યો. આવા ભગવાનના ઉમદા જીવન તરફ દષ્ટિ કરીને એવું જીવન જીવે કે આ સંસારની શેતરંજ ઉપડી જાય. બધા દુઃખેને અંત આવી આત્મા અનંત સુખને ભેંકતા બને.
બંધુઓ! ભગવાને નિર્વાણનું એવું સુંદર સરવૈયું કાઢયું કે એમાં સંસારની સમસ્ત જંજાળ સમાપ્તિ કરી નુકશાનીઓ ચૂકવી દીધી ત્યારે સરવાળે નફે શેને મેળવે તે જાણે છો? ચાર અનંતા અને ચાર અક્ષયને. તે ચાર અનંતા એટલે?