________________
૮૪૬
શારદા સિદ્ધિ આજે ભગવાનને નિર્વાણ દિન છે. ભગવાને અંતિમ ચાતુર્માસ પાવાપુરીમાં કર્યું છે. ભગવાને છેલ્લે છઠ્ઠ તપ કરીને સોળ પ્રહર સુધી અખંડ દેશના આપી હતી. ઉત્તરાધ્યયન સૂત્ર અને વિપાક સૂત્ર એ ભગવાનની અંતિમ વાણી છે. ભગવાનની વાણી સાંભળવા ૧૮ દેશના રાજાઓ ને પાવાપુરીની જનતા બેઠી છે. ભગવાનની અમીરસ વાણી સાંભળીને બધા હરખાય છે, સૌના દિલમાં આનંદ છે અને સાથે એક પ્રકારનું દુઃખ પણ છે કે આપણું ભગવાન હવે મોક્ષમાં પધારવાના છે. વર્તમાનમાં ભગવં તના સંગને આનંદ અને ભાવિમાં થનાર વિયેગની કલ્પના ભવ્યજીના દિલમાં આઘાત પહોંચાડે છે. આમ તે સામાન્ય રીતે રોજ ભગવાનની દેશના બે પ્રહરની હોય છે, પણુ ભગવાનને નિર્વાણકાળ નજીક આવ્યા એટલે ભગવાને કાળીચૌદશ અને અમાસ એ બે દિવસ સતત સોળ પ્રહર સુધી દિવ્ય દેશના દીધી છે. આજના તર્કવાદના યુગમાં કંઈક એવો તર્ક કરે છે. કે સાંભળનારા એટલે બધે સમય કેવી રીતે બેસી શકયા ? શું એમને થાક નહિ લાગે હોય? ઊંઘ નહિ આવતી હોય ? આ શંકાનું સમાધાન કરતા મહાનપુરૂષે કહે છે કે,
ભગવાનની વાણીના અતિશયોને જે જાણ હોય ને માનતે હોય એને આ જાતને પ્રશ્ન થાય જ નહિ, કારણ કે “ જિનેશ્વર દેવાની ધમદેશના એટલે અનુપમ પ્રકારનું સુંદરમાં સુંદર સંગીત.” એમ કહીએ તે કહી શકાય, કારણ કે ભગવાનની દેશના માલકેશ રાગમાં અને અર્ધમાગધી ભાષામાં થાય છે. ભગવાનને સૂર અત્યંત મધુર હોય છે. દેવે તેમાં દુદુભીના સૂર પૂરે છે. આજે તમને બધાને મનગમતા છાયા ગીત અગર કોઈ ગવૈયે મનગમતા ગીતના સૂરની સરગમ રેલાવે તે કલાકો સુધી તમે શાંત અને સ્વસ્થ ચિત્તે બેસી રહે છે ને ? ત્યાં તમને થાક લાગે છે? ઉંઘ આવે છે? “ના.” તે પછી જ્યાં તીર્થકર ભગવાનની વાણીના સુમધુર સૂર છૂટતા હેય તેની તે વાત જ શું કરવી?
ભગવાનની દેશના સાંભળનારા સૌને એમ જ લાગે છે કે ભગવાન મને જ કહી રહ્યા છે, અને સૌ પોતપોતાની ભાષામાં ભગવાનની વાણી સમજી શકે છે. બધાના સંશય એક સાથે છેદયા કરે. આ વાણુને અતિશય જેમને વરેલું હોય એવા તીર્થકર પ્રભુની દેશના સાંભળનારા સતત સેળ પ્રહર સુધી બેસી રહે એમાં આશ્ચર્ય પામવા જેવું શું છે? સંગીતમાં કંઈ ઓછી તાકાત છે? જે મલ્હાર રાગ ગાતા આવડે તે એને ગવૈયો ભર ઉનાળામાં વરસાદ વરસાવી શકે છે. દીપક રાગ જો ગાતા આવડે તે એને ગયો ઘેર અંધકારમાં દીપક પ્રગટાવી પ્રકાશ પાથરી શકે છે. સંગીતમાં આટલી તાકાત રહેલી છે તે ભગવાનની દેશના રૂપ સંગીત તે ઉચ્ચમાં ઉચ્ચ કેટિનું છે. ભગવાનની વાણુના અતિશનું જેમને જ્ઞાન ન હોય તેને મૂંઝવણ થાય એ બનવા જગ છે પણ જે ભગવાનના અતિશયોને જાણતા હોય, માનતા હોય એમને આવી શંકા થાય જ નહિ કે સાંભળનારા સેળ પ્રહર સુધી કેવી રીતે બેસી શકે ?