________________
શારદા સિદ્ધિ
૮૫૧ લેઓને ઘેર તે ગુલાબજાંબુ, ઘૂઘરા, મેહનથાળ વિગેરે મીઠાઈ બનાવી છે તે આપણે ઘેર કેમ કંઈ બનાવ્યું નથી? અમારે ઘૂઘરા ને ગુલાબજાંબુ ખાવા છે. એક ભકતે ગાયું છે કે
ખાનારું જ્યાં કેઈ નથી ત્યાં અન્ન તણા ભંડાર,
પાચન જેને થાય નહિ ત્યાં માલપૂઆ તૈયાર જેને ત્યાં કઈ ખાનાર નથી તેને ઘેર અન્નના ભંડાર ભર્યા છે. જેની હાજરીમાં દૂધ જેવું પણ પાચન થતું નથી ત્યાં માલપુઆ ને દૂધપાક તૈયાર હોય છે. અહીં બાળકે મીઠાઈ માટે ટળવળે છે એટલે મા-બાપની આંખમાં આંસુ આવી ગયા કે અહે ભગવાન! અમારા કેવા ઘેર કર્મોને ઉદય છે કે જ્યારે પાસે પૈસા હતા ત્યારે ખાનાર ન હતું. કુદરતે દીકરો દીધે ત્યારે ખાવાના સાંસા પડયા. મા-બાપે બાળકને સમજાવ્યા કે બેટા! હમણાં બજારમાં જાઉં છું ને હું તમારે માટે મીઠાઈ લઈ આવું છું. બેત્રણ કલાક થયા એટલે બાળકે પાછા રડવા લાગ્યા કે બા-બાપુજી! તમે મીઠાઈ લાવ્યા? પણ કયાંથી લાવે? બાળકેએ બહુ કજીયે કર્યો ત્યારે માતાને ક્રોધ આવ્યો કે અભાગીયાઓ! તમારા કિસ્મતમાં મીઠાઈ ખાવાનું લખ્યું નથી. ક્યાંથી લાવીએ? શા માટે અમને હેરાન કરો છે? એમ કહીને લાત મારી, એટલે બાળકે કહે છે કે બાબાપુજી! હવે અમે મીઠાઈ નહીં માંગીએ, પણ પાછા આ તે બાળક છે ને? બીજે દિવસે માંગવા લાગ્યા-બાપુજી! કાલના ભૂખ્યા છીએ. આજે તે ખાવાનું લાવી આપો. મા-બાપ ખૂણામાં લમણે હાથ દઈને બેઠા છે ને ચોધાર આંસુએ રડે છે કે ક્યાં જઈએ ને શું કરીએ? આ બાળકોને કેવી રીતે સમજાવવા ! કુલ જેવા બાલુડા ખાધા વિના કરમાઈ જાય છે. એમના મુખ સામું જોવાતું નથી, પણ કોની સામે પોકાર કરે.
અહાહા...કર્મરાજા કેવા ક્રર બની ગયા છે કે જે ભાઈએ બહેનની ગરીબ હાલતમાં ખૂબ મદદ કરી છે. બહેનને આપતા પાછું વાળીને જોયું નથી. એ જ બહેન આજે શ્રીમંત બનતા એવી અભિમાની બની ગઈ કે ભાઈની આવી પરિસ્થિતિ છે એ જાણે છે છતાં ખબર લેવા જતી નથી. કેઈએ બહેનને કહ્યું કે તમે આટલા બધા સુખી છે મોજમઝા ઉડાવે છે પણ તમારા ભાઈના ઘરમાં ખાવા કણ નથી. બબ્બે દિવસથી બાળકે ભૂખ્યા ટળવળે છે ત્યારે બહેનના દિલમાં થયું કે અહે ભગવાન! હું કેટલું ભાન ભૂલી? મારો ભાઈ કેટલે પવિત્ર છે! મારા દુઃખના સમયે એણે કેટલી મદદ કરી છે ને હું એના દુઃખમાં એને ભૂલી ગઈ! તરત જ બહેન ઉભી થઈ ત્રણ ચાર મીઠાઈના બોકસ, ભાઈ-ભાભી અને ભત્રીજા માટે કપડા અને રોકડા રૂપિયા લઈને ગાડીમાં બેઠી ને ભાઈના ઘરના બારણું આગળ ગાડી ઉભી રખાવી, ભાઈ-ભાભી તે ઘરમાં બેઠા છે પણ બાળકે આંગણામાં રમતા હતા. પોતાને ઘેર ગાડી આવતી જોઈને તે હરખાઈ ગયા. અહો! આપણે ઘેર કેણ આવ્યું? ગાડી નજીક જઈને જોયું તે પોતાના ફઈબાને જોયા એટલે ઘરમાં જઈને કહે છે બા-બાપુજી! તમે બહાર આવે.