________________
શારદા સિદ્ધિ
યક્ષનું શરણું લેતા બંને ભાઈઓઃ-” બંને ભાઈઓ ત્યાંથી મહેલે આવ્યા ને સોમવારની રાહ જોવા લાગ્યા. હવે તે એક ક્ષણ અહીં રહેવું ગમતું નથી. સેમવારના દિવસે બંને જણા ટાઈમસર યક્ષના મંદિર પાસે પહોંચી ગયા. ત્યાં એક અશ્વ તેમણે જોયો. એ અશ્વ મનુષ્યની ભાષામાં બેલેતે હતું કે & તારવામિ? # grafi? ત્યારે બંને ભાઈઓ દોડતા અશ્વની પાસે જઈ હાથ જોડીને બેલ્યા “નાં તાજું, માં rig” મને તારો. મને પાર કરો, એટલે તે અવે બંનેને પોતાની પીઠ ઉપર બેસાડી દીધા ને એમને લઈને વાયુવેગે ઘેડે ચાલ્યો. આ તરફ રયણદેવીને ઉપયોગ દ્વારા આ વાતની ખબર પડી એટલે એ વાયુવેગે ત્યાં આવી પહોંચી અને પ્રેમભર્યા શબ્દથી કહેવા લાગી, નાથ! હું આવી ગઈ. તમે મને મૂકીને કયાં ચાલ્યા ? હું તમારો વિયોગ સહન કરી શકું તેમ નથી. અરેરે...મારું શું થશે ? એક વાર તે મારા સામું જુઓ! અત્યાર સુધી મેં આપેલા સુમાં આપને ખામી લાગતી હોય તે હું તમને એથી પણ વધારે દિવ્ય સુખે વડે તૃપ્ત કરીશ, પણ મને મૂકીને ન જાઓ. પાછા વળે. આવા મોહભર્યા મીઠા અને મધુરા શબ્દો કહ્યા પણ જિનપાલ કે જિનરક્ષિત પાછું વાળીને જોતા નથી. ખૂબ મક્કમ રહ્યા ત્યારે દેવીએ રડતા રડતા કહ્યું. મેં તે તમને મારા સર્વસ્વ માન્યા હતા. હું તે આટલા દિવસ તમારી કેટલી ચિંતા કરતી હતી પણ તમે તે મારા સામું ય જોતા નથી. મને આમ નિરાધાર મૂકીને ચાલ્યા જશે? મને એક વાર તે આપના મુખના દર્શન કરાવે. આવા પ્રેમભર્યા શબ્દ સાંભળીને જિનરક્ષિતનું મન પીગળી ગયું. એના મનમાં થયું કે બિચારી આટલી બધી કરગરે છે તે મોટું બતાવવામાં શું વાંધો છે? એમ સમજીને એણે રયણના સામું જોયું એટલે ઘડા ઉપરથી એ નીચે ફેંકાઈ ગયે ને જિનપાલ મક્કમ રહ્યો એટલે એને લઈને ઘેડો વાયુવેગે આગળ વધ્યો.
જિનરક્ષિત જે ઘડા ઉપરથી પડ્યું એ જ ક્રોધથી ધમધમતી રયણદેવીએ તલવારથી એના ટુકડે ટુકડા કરીને સમુદ્રમાં માછલા અને મગરને ખાવા માટે ફેંકી દીધા, એટલે એની જીવનલીલા તે ત્યાં સમાપ્ત થઈ ગઈ, અને જિનપાલને યક્ષે એના નગરના ઉદ્યાનમાં મૂકી દીધો. જિનપાલ એકલે ઘેર આવ્યો ને માતાપિતાને પગે લાગે ત્યારે માતાપિતાએ પૂછ્યું કે બેટા ! તારે નાનભાઈ કયાં ગયે ? તું એકલે જ કેમ? ગમેતેમ તેય મા-બાપને જીવ છે ને? સંતાને મા-બાપને ભૂલે છે પણ મા-બાપ સંતાનને ભૂલતા નથી. જે સંતાને પિતાના માતાપિતાની સેવા કરી એમને સંતેષ પમાડે છે, એમની આજ્ઞાનું પાલન કરે છે તે મહાન સુખી થાય છે, અને આજ્ઞા વિરુદ્ધ જીવનાર દુઃખી થાય છે. જિનપાલે માતા-પિતાને બધી વાત જણાવીને કહ્યું કે આપની આજ્ઞાનું ઉલંઘન કરીને અમે ગયા એનું ફળ મળ્યું. એમ કહીને જિનપાલે માતાપિતાના ચરણમાં પડીને માફી માંગી. એને સંસાર ઉપરથી વૈરાગ્ય આવે ને એણે દીક્ષા લઈ ઉગ્ર સંયમ અને તપની આરાધના કરી આત્મકલ્યાણ કર્યું.