________________
શારદા સિરિ પાલન કરવું જોઈએ. એમની આજ્ઞાનું પાલન કરનાર છવ મહાન સુખી બને છે. એને આ ભવ અને પરભવ સુધરી જાય છે. આ રીતે શિષ્ય ગુરૂની, પુત્રે પિતાની, નોકરે શેઠની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. જે વડીલેની આજ્ઞાનું પાલન ન કરે તે એ ભવિષ્યમાં મહાન દુઃખી થાય છે. એ માટે જ્ઞાતાજી સૂત્રમાં માર્કદીય પુત્રોને અધિકાર છે.
જિનપાલ અને જિનરક્ષિત એ બંને શ્રીમંત શ્રેણીના પુત્ર હતા. તેઓ માર્કદીય પુત્ર તરીકે વિખ્યાત હતા. પાસે ધનને તૂટો ન હતે છતાં તેઓ વારંવાર વહાણ લઈને સમુદ્ર માર્ગે ધન કમાવા માટે જતા. પિતાના ગામમાંથી કીમતી માલ ભરીને પરદેશમાં મેં માંગી કિંમતે વેચતા અને ત્યાંથી ન માલ ખરીદીને પિતાના દેશમાં લાવતા. આ રીતે બંને ભાઈઓએ અગિયાર વખત સમુદ્રની સફર ખેડી અને પરદેશ જઈ ઘણું ધન કમાયા પણ એમને સંતોષ ન થયે, એટલે બારમી વખત પરદેશ જવાને વિચાર કરી માતા પિતાની આજ્ઞા લેવા આવ્યા, ત્યારે માતા પિતાએ કહ્યું દીકરાઓ! પૂર્વના પુણ્યોદયે આપણે ત્યાં સંપત્તિની સીમા નથી. હવે પરદેશ કમાવા જવાની જરૂર નથી. અહીં બેઠા જે કમાણી થાય તે કરીને આનંદથી રહો, પણ પુત્રએ જવાને આગ્રહ ચાલુ રાખે ત્યારે એના માતા પિતા કહે છે કે બેટા ! બારને આંક અપશુકનિયાળ છે, માટે બારમી વખત પરદેશ જવું તે અપશુકન ગણાય, માટે આપણે બારમી વખત - પરદેશ જવું નથી, પણ જિનપાલ અને જિનરક્ષિતે હઠાગ્રહ છે નહિ. એમણે તે ' માતાપિતાને કહી દીધું કે અમે અગિયાર (૨) વખત પરદેશ ગયા ને આવ્યા ત્યારે
અપશુકન નડયા નહિ ને હવે અપશુકન નડશે? અમને વહેમ નથી. અમારો જવાને નિશ્ચય નક્કી છે. આપની રજા હોય કે ન હોય પણ જ્યાં જવાનો નિર્ણય કરી લીધે છે પછી આજ્ઞાની શી જરૂર ?
માતાપિતાની આજ્ઞાને અનાદર કરતા પુત્રો વહાણમાં માલ ભરીને વહેપાર કરવા માટે નીકળ્યા. થોડા દિવસમાં સમુદ્રમાં મુસાફરી કર્યા બાદ જ્યારે વહાણ મધદરિયે પહોંચ્યા ત્યારે એક દિવસ સમુદ્રમાં વા–વીજળી–ગાજવીજ અને વરસાદનું ભયંકર તેફાન જાગ્યું. એમાં એક પછી એક માલના ભરેલા વહાણ ડૂબવા લાગ્યા, છેલ્લા વહાણમાં બંને ભાઈઓ બેઠા હતા તે વહાણ પણ તૂટયું ને બંને ભાઈઓ દરિયામાં પડયા પણ ભાગ્યયોગે બંનેના હાથમાં એક પાટિયું આવી ગયું. એના આધારે તરતા તરતા આઠ દિવસે પવનના જોશથી બંને જણ કિનારે ફેંકાઈ ગયા ને બેભાન થઈને પડ્યા.
ડી વારે ભાનમાં આવ્યા. આઠ દિવસના ભૂખ્યા ને તરસ્યા આજુબાજુ નજર કરી તે દરિયાના કિનારે એક સુંદર ઉદ્યાન હતું. ત્યાંથી ફળ લાવીને બંનેએ ખાધા, પછી ઉદ્યાનની શોભા જેવા અને પોતાની બધી સંપત્તિ લૂંટાઈ ગઈ તેની ચિંતા કરતા આગળ ચાલ્યા. ત્યાં માર્ગમાં સોળ શણગાર સજેલી અત્યંત સૌંદર્યવાન નવયુવાન સ્ત્રી રૂમઝુમ ઘુઘરાં વગાડતી સામે મળી. એણે આ બંને ભાઈઓને પૂછયું કે તમે કોણ