________________
૮૩૮
શારદા સિદ્ધિ ને? પૃથ્વીકાય આદિ એકેન્દ્રિયના જેને માટે પણ અરિહંત ભગવાન વિસામારૂપ છે, કારણ કે એ એની ઓળખાણ કરાવી એની દયા પાળવાનું કેઈએ બતાવ્યું હોય તે તે અરિહંત ભગવાન છે. ભગવાને એકેન્દ્રિયાદિ ની દયા પાળવાને ઉપદેશ આપીને જીને અભયદાન આપવાને પાઠ શીખવાડયો છે, એટલે એટલા અંશે એ જીવને રાહત મળે છે તેથી એમને માટે પણ અરિહંત ભગવાન વિસામાનું સ્થાન છે. આવા સકલજીને વિશ્રામનું સ્થાન મહાન ઉપકારી જગદ્ગુરૂ અરિહંત પ્રભુને આપણે મહાન ઉપકાર માન જોઈએ. એમના ગુણગાન કરતાં આપણું કર્મોની ભેખડ તૂટી જાય છે. સૂયગડાયંગ સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં આપણા તારક ભગવાન કેવા હતા તે બતાવતા કહ્યું છે કે
" खेयन्ने से कुसले महेसी, अगंतनाणी य अणंतदसी।
जसंसिका चक्खुपहे ठियस्स, जाणाहि धम्मं च धियं च पेहा ॥ ३॥ તીર્થકર ભગવાન સ સારના સમસ્ત પ્રાણીઓના દુઃખ અને દુઃખના મૂળ કારણને જાણતા હતા. અષ્ટ કર્મોને નાશ કરવામાં કુશળ, ઉગ્ર તપશ્ચર્યા કરવાથી અને ભારે પરિસહ અને ઉપસર્ગોને સમતાથી સહન કરવાથી મહર્ષિ હતા. અનંતજ્ઞાની, અનંતદશની અને તેમને યશ ત્રણે લેકમાં વ્યાપી રહ્યો છે તેથી મહા યશસ્વી હતા, ભવસ્થ કેવળી દશામાં જગતના લેચન પંથમાં સ્થિત હતા અને સંસાર સાગરથી તારનારા એવા શ્રી મહાવીર દેવના શ્રત ચારિત્ર રૂપી ધર્મને તથા દેવાદિકૃત ઉપસર્ગોથી પણ ડગે નહિ એવા તેમના અડોલ દીયને જાણે. અને દેખે.
આ ગાથામાં સર્વ પ્રથમ “રણેયને” એ વિશેષણ આપવામાં આવ્યું છે. ટીકાકારે એના બે અર્થ કર્યા છે. “શેરા” જગતના જીવોના દુઃખને જાણનાર અને “ક્ષેત્રણ” એટલે લેક અને અલેક રૂપ આકાશને જાણનાર. આકાશ અનંત, અસીમ અને અપરિમિત છે. તેને અનંતાનંત જનને કહેવામાં આવે તે પણ તેને અંત આવી શક્તા નથી. આકાશ સર્વ ઠેકાણે છે. તે લેક અને અલકમાં વ્યાપ્ત છે. અનંત આકાશની વચમાં લેક સિંધુમાં બિન્દુ સમાન છે. આ લેકમાં સાગર ગમે તેટલો મોટો માનવામાં આવતું હોય છતાં સાગરને ચારે તરફ કિનારે હોય છે પણ આકાશને તે કયાંય કિનારે નથી. એની કયાંય સીમા નથી. આકાશ પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિગુ, ઉપર નીચે સર્વ દિશાઓમાં અસીમ છે પણ સર્વજ્ઞ ભગવાનનું જ્ઞાન તે આકાશથી પણ અધિક છે, વ્યાપક છે. સંપૂર્ણ કાકાશ અને અકાકાશ એમના જ્ઞાનમાં સમાયેલા છે. ષ દ્રવ્ય રૂપ અખિલ લેક પણ કેવળજ્ઞાનમાં સમાયેલા છે. એવા ભગવાન અનંત જ્ઞાની હોવાથી સમસ્ત ક્ષેત્રને જાણે છે તેમજ ભગવાન જગતમાં રહેલા છના ખેદને તેમજ દુઃખને જાણે છે, તેથી ભગવાને ત્રસ અને સ્થાવર ની દયા માટે ઉપદેશ આપે છે.
દેવાનુપ્રિયે! તમારે અવશ્ય નવતત્વનું યથાર્થ સ્વરૂપ જાણવું જોઈએ, કારણ કે જે નીચે ર શાળા, ક વિ શાળા ” જે જીવને નથી જાણત, અજીવને