________________
શારદા સિદ્ધિ
[૮૩૭ જીવને આશ્રય મળે છે. સંસારના ત્રાસ, વિટંબણું અને થાક ભૂલી જવાય છે. અને એ દુખેને કાયમ માટે અંત આવી જાય છે.
દાખલા તરીકે એક દીકરી પરણીને સાસરે ગઈ પણ સાસરે બધાને ખૂબ ત્રાસ છે તે એ છોકરી પોતાના વહાલસોયા મા-બાપને ઘેર જાય તે એ સાસરિયાના ત્રાસમાંથી થોડી રાહત મેળવે છે. એને માટે માતા પિતા વિસામો બની રહે છે. ઘણી લાંબી બિમારીનો ભોગ બનેલા માણસને કોઈ નિષ્ણાત અને યશરેખાવાળા ડોકટર કે વૈદને આશ્રય મળતાં એ બિમારીમાં રાહત અનુભવે છે. બિમારી માટે તે એને માટે ડોકટર અને વૈદ એના વિસામાનું સ્થાન બની જાય છે. કેઈ શાહુકાર માણસને ગુંડે હેરાન કરતો હોય, એને લૂટવા ફરતા હોય, એને કેઈ સરકારી પોલીસ રક્ષણ કરનાર મળી જાય તે એ ગુંડાના ત્રાસથી રાહત અનુભવે છે, કારણ કે એને પિલીસને આશ્રય મળી ગયે. એને માટે પિલીસ વિસામાનું સ્થાન બની જાય છે, એવી રીતે સંસારના વિવિધ ત્રાસ અને વિવિધ વિટંબણુઓની સામે અરિહંત ભગવાન એ વિસામાનું સ્થાન છે અને શાંતિનું ધામ છે.
અરિહંત ભગવાન જગતના જીને બીજી રીતે પણ વિશ્રાંતિનું ધામ બને છે. જગતના જડ પદાર્થોના ચિંતનથી જીવને રાગ-દ્વેષ, ચિંતા, સંતાપ વિગેરે થયા કરે છે. એ વખતે જે વિતરાગ એવા અરિહંત પ્રભુનું શરણું વારંવાર લેવામાં આવે કે
અરિહંતા એ સરણું” હે ભગવંત! હું અબૂઝ છું, અજ્ઞાન છું. આ દુન્યવી સંગમાં મારે શું કરવું એની મને સમજણ પડતી નથી. હે પ્રભુ! મારે તમારું શરણ છે. તમે જ મારા સાચા તારણહાર છે. આમ વારંવાર અરિહંત પ્રભુનું શરણું લેવાય તે મને કેટલાય કુવિક, આર્તધ્યાન, ઉન્માદ, રાગ-દ્વેષ વિગેરેથી બચી જાય છે માટે અરિહંત પ્રભુ વિસામા રૂપ છે. વિષયાસક્તિ અને કષાય પરિણતિની આગથી બળઝળી રહેલા જીવને આ કાળમાં અરિહંત ભગવાનની વાણું રૂપ શાસ્ત્રો એ આગોને ઠારવા માટે અનુપમ સાધન છે, માટે પ્રભુની વાણી સ્વરૂપ જિનાગમમાં શ્રદ્ધા કરી એમાં તરબળ રહો. આત્માથી સાધકો જેવીસે કલાક ભગવાનના વચને રૂપ શાસ્ત્રોમાં મનને પરોવેલું રાખે છે. એનું ચિંતન કરે છે તેથી તેઓ કઠેર પરિષહ અને ભયંકર ઉપસર્ગોને દુઃખમાં પણ આનંદમાં મસ્ત રહે છે, એટલે એમને પણ અરિહંત ભગવાન અને એમના શાસ્ત્રો વિસામા રૂપ બને છે.
આજના રાગ-દ્વેષના ભારે કેલાહલથી ભરેલા ધમાલિયા યુગમાં જે આપણે એનાથી બચવું હોય ને શાંતિથી જીવવું હોય તે જિનવચનમાં લયલીન બની જાઓ. સુખ અને શાંતિ માટે એ જ અમોધ ઉપાય છે. જિનવચનનું ચિંતન એ જગતની ચિંતાઓને દૂર કરે છે, તેથી મન શાંત થાય છે. આત્મામાં અલૌકિક શાંતિનો અનુભવ થાય છે. એમાં અરિહંત પ્રભુના વચન નિમિત્ત રૂપ છે એટલે અરિહંત પ્રભુ વિસામારૂપ ગણાય