________________
શારદા સિદ્ધિ
૮૩૬ એક અપ્સરાએ તેમની નજીક આવીને એમના મુખ ઉપર પિતાને પાલવ ફેરવ્યો એટલે ભીમસેનની આંખ ખુલી ગઈ ને જોયું તે સામે સાક્ષાત્ અપ્સરાઓ નૃત્ય કરી રહી છે. ભીમસેને સ્વસ્થતાથી પૂછ્યું કે તમે કેણ છે? અને મારા તંબુમાં શા માટે આવ્યા છે? અપ્સરાઓ કહે છે કે અમે તમારી રાણી બનવા ઈચ્છીએ છીએ. આપ અમારો સ્વીકાર કરો. ભીમસેને કહ્યું કે હું તે સ્વપન્નામાં સંતોષ માનનાર દઢ વ્રતધારી છું. એ ત્રણ કાળમાં નહિ બને. અપ્સરાઓ કહે છે નહિ શું બને ? બનાવવું જ પડશે.
આમ કહીને અસરાઓ જાતજાતના અને ભાતભાતના નાટક કરવા લાગી. મોહભર્યા ચેનચાળા કરવા લાગી, પણ ભીમસેન તે આંખ બંધ કરીને પથ્થરની માફક બેસી રહ્યો. પથ્થરની સામે કઈ ગમે તેટલા મોહન નાટક કરે પણ એને કંઈ અસર થાય? “ના.” એવી રીતે ભીમસેન પણ પથ્થરની જેમ અડોલ બેસી રહ્યા. દેવીઓએ તે એવા એવા મોહ ભર્યા શબ્દો કહ્યા અને એવું નૃત્ય કર્યું કે ભલભલા દઢ વ્રતધારીનું મન પીગળી જાય પણ ભીમસેન રાજાનું મન કઈ રીતે પીગળ્યું નહિ. ભીમસેન રાજા સાચા વીર હતા. અપ્સરાએ તે નૃત્ય કરીને થાકી ગઈ પણ ભીમસેન રાજા ડગ્યા નહિ, પણ દેવ નિશ્ચય કરીને આવ્યો છે કે મારે કઈ પણ રીતે ભીમસેનને એના વ્રતથી ડગાવ છે એટલે એને ડગાવવા માટે દેવ હજુ બીજા ઉપાય કરશે ને શું બનશે તે અવસરે.
ક
' વ્યાખ્યાન નં. ૮૭ આ વદ ૧૪ ને શુક્રવાર “વિસામાનું સ્થાન કેણુ?” તા. ૧૯-૧૦-૭૯ - સુઝ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! શાસનપતિ ત્રિલેકીનાથ ભગવાને સર્વ જીવોના કલ્યાણ માટે આગમ રૂપ વાણી પ્રકાશી. આગમ એટલે ત્રિલોકીનાથ તીર્થકર ભગવાને આત્માઓના ઉદ્ધાર માટે પ્રકાશેલી અનુભવ વાણી. પ્રભુ મહાવીરના શ્રીમુખે નીકળતી જ્ઞાનગંગાને ગૌતમાદિક ગણધર ભગવતેએ ઝીલી લઈને તેને સૂત્રબધ કરી અજ્ઞાની આત્માઓના જીવન બાગને નંદનવન સમાન બનાવવાની અસીમ કૃપા કરી. આજે કાળીચૌદશને પવિત્ર દિન છે. આ દિવસે માં ભગવાને સોળ પ્રહર સુધી અખંડ અંતિમ દેશના આપી છે. આ દિવસે માં અઢાર અઢાર દેશના રાજાઓ ભગવાનની પાસે આવીને પૌષધ કરીને બેસી ગયા હતા શા માટે જાણે છે ને ? ભવ્ય જીવેના તારણહાર એવા અરિહંત ભગવાન મોક્ષમાં જવાના હતા. ભરતક્ષેત્રમાં અરિહંત પ્રભુને વિયેગ પડવાને હતે. અરિહંત પ્રભુને વિયેગ એ કંઈ સામાન્ય વિયોગ નથી કારણ કે અરિહંત ભગવાન જગતના સર્વજીને માટે વિશ્રામનું સ્થાન છે. આ સંસારમાં અનેક જી અનેક પ્રકારની વિટંબણાઓથી વીંટળાયેલા ને દુઃખથી આકુળ વ્યાકુળ થયેલા છે. એ બધા જીવોને વિસામાનું સ્થાન અરિહંત ભગવાન છે. એમની પાસે જવાથી