________________
* ૮૧૮
શારદા સિદ્ધિ અહીથી મરીને પરભવમાં જાય છે ત્યારે એની સાથે શું જાય છે? જે શુભાશુભ કર્મો બાંધ્યા છે તે જવાના છે. બાકી તે જેના ઉપર રાગ કર્યો, મેહ કર્યો, જેની પાછળ પાગલ બનીને પાપ કરે છે એ કઈ પરભવમાં સાથે આવનાર નથી. .
સંબળ શુભ ના લીધું, જાતા પરભવે નરે,
મહાદુઃખે મૂંઝાયે એ, અંતકાળે જ માનવી.. તમે ગામ છોડીને બહારગામ જાઓ છો ત્યારે સાથે ભાતું લઈ જાઓ છે ને ? જે ભાતું હોય તે ભૂખ લાગે ત્યારે ખાવા કામ લાગે છે પણ ભાતું ન હોય તે ભૂખ લાગે ત્યારે શું કરવું? મૂંઝવણ થાય છે, દુઃખ થાય છે કે જે ભાતું સાથે લાવ્યા હતા તે ખાવા કામ લાગત. તે રીતે પરભવમાં જતાં જીવને તપ-ત્યાગ-સંયમ અને સત્સમાગમ કરીને જે શુભ કર્મો ઉપાર્જન કર્યા છે તેનું ભાતું સાથે લઈ જવાનું છે. એ ભાતું જે સાથે ન હોય તે મહાન દુખે ભેગવવા પડે છે. ચિત્તમુનિ કહે છે હે ચક્રી ! પાપકર્મોના ફળ ભોગવવા માટે કઈ ભાગીદાર નહિ બને. સાંભળે.
जहेह सीहो व भियं गहाय, मच्चू नरं नेइ हु अन्तकाले।
ण तस्स माया व पियाव भाया, कालाम्मि तम्भ सहर। भवन्ति ॥ २२॥
જેમ વનમાં સિંહ મૃગલાને પકડીને લઈ જાય છે અને મારી નાખે છે ત્યારે ત્યાં જ તેની કઈ રક્ષા કરી શકતું નથી. એ જ રીતે મૃત્યુના સમયે કાળ આ જીવને પરલેકમાં લઈ જાય છે એ વખતે માતા–પિતા-ભાઈ-બહેન-પત્ની વિગેરે કઈ પણ મૃત્યુના મુખમાંથી રક્ષણ કરવામાં સમર્થ બની શકતું નથી. તેમજ માલ મિલ્કત કે પરિવાર કઈ સાથે નહિ આવે, માટે સમજીને સંસારને મેહ છેડે.
ચિત્તમુનિને પિતાના ભાઈને સંસારથી મુક્ત કરી આત્મકલ્યાણ કરાવવાની ભાવના છે. એમને બ્રહ્મદત્ત ચકીને ધર્મ પમાડીને સંસારથી બહાર કાઢે છે, કારણ કે જે એ ચકવતિપણાના સુખમાં આસક્ત રહેશે તે એની કેવી અધોગતિ થશે? એને નરક ગતિમાં કેવા દુઃખ સહન કરવા પડશે? એવી કરૂણા ભાવનાથી ચિત્તમુનિ વારંવાર ઉપદેશ આપે છે. આમાં ચિત્તમુનિને કંઈ સ્વાર્થ છે ખરો? સાધુને તે દરેક જીવે પ્રત્યે કરૂણાભાવ હોય છે એટલે નિઃસ્વાર્થ ભાવનાથી ઉપદેશ આપે છે. આજે ઘણી વખત સાધુ સંતે કહે કે કેમ ભાઈ! તમે ઉપાશ્રયે આવતા નથી ? કેમ કંઈ ધર્મારાધના કરતા નથી? તમને આ રીતે ટકોર કરવામાં સાધુને કંઈ સ્વાર્થ ખરો? સાધુ તે ટકોર કરવામાં નિમિત્ત માત્ર છે. બાકી ઉપાદાન તે તમારું પિતાનું જોઈશે. જે હળુકમી જીવ હશે તે તે એ વિચાર કરશે કે મારા ઉપર સંતની કેવી કરૂણા છે! મને ટકોર કરે છે તે હું કે પુણ્યવાન છુંજે ભારેકમી જીવ હશે તે ઉલટા વિચાર કરશે. હળુકમી છે ગુરૂને ઉપદેશ સાંભળીને બેધ ગ્રહણ કરે છે અને પિતાનું જીવન ઉન્નત બનાવે છે.