________________
શારદા સિલિ જાતના શબ્દો ઠેરઠેર જોયા અને તે પણ તેજથી ઝગમગતા જોયા એટલે એને જાતિસ્મરણ જ્ઞાન થયું, તેથી સંથારે કર્યો અને નવકારમંત્રના ધ્યાનમાં લાગી ગયે. સમડીને પણ
નમે અરિહંતાણું” પદનું શ્રવણ થતાં જાતિસ્મરણશાન થયું તે પૂર્વભવ . તે એણે પણ જીવનભર નવકારમંત્રનું સ્મરણ કરીને પિતાનું જીવન સફળ બનાવ્યું. તમે પણ આ નવકારમંત્રનો જાપ કરો તે આત્મશાંતિ પામશે,
ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચક્રવતિને સમજાવે છે કે પૂર્વભવમાં જે સુકૃત્ય કર્યા છે તેના પ્રભાવે તમને આ બધું સુખ મળ્યું છે પણ એમાં આસક્ત બનીને રહેવા જેવું નથી. કયારે આયુષ્ય પૂરું થશે તેની ખબર નથી અને કાળ રૂપ અજગરના મુખમાંથી બચાવવા કેઈ સમર્થ નહિ બને. માત્ર એક ધર્મ શરણભૂત બનશે, માટે સમજીને મેહ છેડી દે. હજુ પણ શું કહેશે તે અવસરે.
- તે
વ્યાખ્યાન નં. ૮૬ આસો વદ ૧૩ ને ગુરૂવાર
તા. ૧૮-૧૦-૭૯ અનંતજ્ઞાની ભગવતેએ કહ્યું છે કે હે ભવ્યજીવો! આ સંસાર એક મહાસાગર છે. માનવજીવન એ મહાસાગરને તરવા માટે મળેલી નૌકા છે. જીવ એને નાવિક છે. કિમ એ પવન છે. નૌકાને ચલાવનાર નાવિકે આ સંસાર સાગરમાં નૌકા અથડાઈ પછડાઈને ભાંગીને ભૂક્કો ન થઈ જાય તે માટે ખૂબ સાવધાન અને સજાગ રહેવાની જરૂર છે. નાવિક જે સજા ન હોય તે પવન જે તરફ ખેંચી જાય એ તરફ નૌકા ખેંચાઈ જશે. પવન કદી એ જોતું નથી કે હું નાવને અનુકૂળ દિશા તરફ ખેંચી જાઉં છું કે પ્રતિકૂળ દિશા તરફ ખેંચી જાઉં છું? દિશાનું ભાન રાખવાની જવાબદારી નાવિકના માથે હોય છે. નાવિક જે ગાફેલ હોય, પુરૂષાર્થ હીન હય, નિસત્વ ને નિસ્તેજ હોય તે કર્મને પવન જીવન નિયાને ભવસાગરને પેલે પાર પહોંચાડવાને બદલે આડા અવળે ધકકે ચઢાવીને કયાં ડૂબાડી દે એ કંઈ કહી શકાય નહિ, પણ નાવિક જે જાગૃત, સાવધાન અને સત્ત્વશાળી હોય તે નાવ ડૂબી ન જાય, ભાંગી તૂટી ન જાય એની એને ચિંતા હોય તે કર્મને પવન ભલે ને ગમે તેટલે પ્રતિકૂળ બનીને સૂસવાટા મારતે હોય પણ નાવિક એની નૌકાને જ્યાં હોય ત્યાં જ ઉભી રાખે પણ આડી અવળી થવા ન દે કે ડૂબવા ન દે. અનુકૂળ પવન વાતે હોય ત્યારે તે પુરૂષાર્થ રૂપી શઢ એવા ખુલ્લા મૂકી દે છે કે જોતજોતામાં તે જીવનનાવ સાગરના સામા કિનારે પહોંચી જાય અને પ્રતિકૂળ પવન નાવને હલેસા મારી મારીને આગળ ધપાવવા પ્રયત્ન કરે છે. એમાં જે નિષ્ફળ જાય તે છેવટે લંગર નાખીને ખાવનું રક્ષણ કરી લે તે પણ નાવ મધદરિયે જઈને ડૂબતી, તે અટકી જાય. જે નાવ સલામત હશે તે ફરીને કયારેક એને અનુકૂળ પવન મળતાં તે સસડાટ કિનારે પહોંચી જાય છે.