________________
૮૨૬ *
શારદા સિદ્ધિ ભગવતે આગમરૂપી સીટી વગાડી આપણને સાવધાન કરે છે, પણ મેહ નિદ્રામાં પિહેલા જ જાગતા નથી. એની દયા આવે છે કે એ કયારે જાગશે? અને કયારે એની નાવડી કિનારે પહોંચશે! - આપણું રોજના અધિકારમાં પણ એવી જ વાત આવી છે કે ચિત્તમુનિ સંસારની અસારતા સમજીને ત્યાગી બન્યા છે અને બ્રહ્મદત્ત ચક્રવતિને એ ત્યાગના માર્ગે આવવા માટે ઉપદેશ આપતા કહે છે કે હે રાજન ! મારી વાત તમે સાંભળે. તમે જે રાજવૈભવ અને ભોગસુખમાં આસક્ત બન્યા છે તે બધા કેઈ તમને દુઃખમાંથી બચાવનાર નથી. તમે તમારી મુખ્ય પટ્ટરાણી સ્ત્રીરત્નમાં મુગ્ધ છે અને કુરૂમતી ! કુરૂમતી ! કરો છે પણ એ તમારી પ્રિય રાણુ કુરૂમતી પણ તમને દુઃખમાંથી મુક્ત કરાવનાર નથી. મુક્ત કરાવનાર જે કઈ હોય તે તે વીતરાગ પ્રભુને ધર્મ છે. ધર્મ વિના ત્રણ કાળમાં કેઈને ઉધ્ધાર થવાનું નથી. કરેલા કર્મો જીવને પિતાને ભેગવવા પડે છે, અરે ઈન્દ્ર પણ જીવને કર્મ સત્તાની કેદમાંથી મુક્ત કરાવી શકતા નથી, તે પછી સામાન્ય માનવીની તે શું તાકાત! તમે તમારી છ ખંડની સાહ્યબીમાં મગરૂરી ધરાવે છે કે બસ, મારે ઘેર સ્વર્ગનું સુખ છે. એમ સમજીને આનંદથી સુખની મસ્તી માણી રહ્યા છે પણ કયારે કાળને ઝપાટો આવશે તે ખબર છે?
મહા મનોહર બનમેં સુંદર મૃગ સમુહ કીડા કરતા, ભરતા હૈ છલાંગ વહુ સુખ, ઈધર ઉધર ચરતા ફરતા આન અચાનક દુષ્ટ સિંહને, જબ મૃગ શીશુ પકડ લીયા,
કેઈ ઉસે ન બચી શકે તબ, ભાગ ગએ નહી સાથ દિયા” કઈ જગલમાં અનેક પ્રકારની વનસ્પતિઓ ઉગેલી હોય, ત્યાં સિંહ-વાઘ-વરૂ વિગેરે જંગલી હિંસક પશુઓને ભય ન હોય ત્યારે હરણિયાઓનું ટોળું આનંદથી નિર્ભયપણે લીલે ઘાસ ચારો ચરે છે, કઈ કૂદે છે, નાચે છે, ગેલ કરે છે અને કઈ મરજી મુજબ નિર્ભયપણે આમથી તેમ ફરે છે. એ સમયે કઈ વિકરાળ સિંહ ફરતો ફરતે ત્યાં આવી પહોંચે, અને પેલા મૃગના ટોળા ઉપર તરાપ મારીને આશાથી ભરેલા મૃગના બચ્ચાને પકડી લીધું અને જોતજોતામાં તે મૃગનું બચ્ચું પેલા સિંહના રાક્ષસી મેઢાનું અતિથિ બની ગયું. તે વખતે તેને સહચારી બીજા ઘણાં મૃગલાઓ હતા પણ કેઈ તેને બચાવવા ઉભા ન રહ્યા. જેમ ફાવ્યું તેમ તે દિશાને માર્ગ લઈને બધા મૃગલા નાશી ગયા, તેવી રીતે મૃત્યુ રૂપી સિંહ જ્યારે આવે છે ત્યારે કુટુંબના ઘણાં માણસની વચ્ચેથી એકાદ જણને જ્યારે પકડે છે ત્યારે તે માણસના મા-બાપ, ભાઈ-બહેન, પત્ની-પુત્ર-મિત્રે આદિ કઈ પણ માણસ તેને સહચારી બની શકતા નથી કે મોતના પંજામાંથી છોડાવી શકતા નથી.
આ જગતમાં જીવને જે કંઈ મોટામાં મોટે ભય હોય તે તે મૃત્યુને છે, કઈ કટ્ટામાં કદ્દો અમલદાર હોય તે તેને હુકમ પૈસાથી કે કે મોટા માણસની લાગવગથી