________________
શારદા સિદ્ધિ ઘણું સમય પહેલાં સેમપુર અને ભીમપુર બે નજીકમાં ગામ હતા. ભીમપુરમાં ભીમસેન નામે છે અને સમપુરમાં સોમસેન નામે રાજા રાજ્ય કરતા હતા. રાજાઓને રાજ્યને વિસ્તાર વધારવાને લેભ હોય છે. કેઈક રાજા સંતોષી હોય છે. સેમસેન રાજા
ખૂબ ધમીઠ, સંતોષી અને ધર્મ કર્મના સ્વરૂપને સમજનાર હતા, ત્યારે ભીમસેન ખૂબ લેભાં હતા. એમને સેમસેનને હરાવી સેમ પુર પિતાને કજે કરવાની ઈચ્છા થઈ, એટલે અચાનક સૈન્ય લઈને સોમપુર ઉપર ચઢી આવ્યો. સેમસેન રાજા તે બિચારા શાંતિથી બેઠા હતા. ત્યાં અચાનક પોતાનું રાજ્ય સન્યથી ઘેરાઈ ગયું તેથી એમને જીતવાની કેઈ શકયતા ન રહી, છતાં જે યુદધ કરે તે હજારો નિર્દોષ સૈનિકને કચ્ચરઘાણ નીકળી જાય. હજારો જીવને સંહાર કરીને રાજ્ય રાખવાનો પ્રયત્ન કરો છતાં રાજ્ય રહે કે જાય એ નક્કી નથી. તે રાજ્ય માટે આવી ઘેર હિંસા કરી પાપકર્મ બાંધવા તે કરતા રાજ્ય છેડી દેવું એને વધુ યોગ્ય લાગ્યું એટલે પિતાના મંત્રીઓ, સેનાપતિ તથા પ્રજાજનોને નવા રાજાની તાબેદારી ઉઠાવવાની ભલામણ કરી પોતે સુરંગ વાટે પિતાની રાણી તથા પુત્રને લઈને જીવ બચાવવા ભાગી છૂટયા. ભીમસેનને તે વગર
મહેનતે કઈપણ જાતની મુશ્કેલી વિના રાજ્ય મળી ગયું એટલે આનંદનો પાર ન રહ્યો - પણ સેમસેન જીવતે રહ્યો તે એને ગમ્યું નહિ. જે દુશ્મન જીવતે હેય તે કયારેક પાછા રાજ્ય લેવા માટે આવે, માટે રોગ અને શત્રુને કદી જીવતા રખાય નહિ. એને નાશ કર્યા વિના શાંતિથી બેસાય નહિ. એમ સમજીને ભીમસેન રાજા ગુપ્તચરો દ્વારા સેમસેન રાજાની તપાસ કરાવવા લાગ્યા.
“સેમસેન રાજાને પકડવા મેકલેલું સન્યા-આ તરફ સોમસેન રાજા પિતાનું રાજ્ય છોડીને ગુપ્ત રીતે સુરંગ વાટે ભાગી છૂટયા. ઘણે દિવસ સુધી તે જંગલમાં ગુપ્તપણે રહ્યા, પછી એક નાનકડા ગામમાં આવીને રહેવા લાગ્યા. એક નાનકડી હાટડી માંડીને પિતાનું ગુજરાન ચલાવતાં સંતોષથી રહેવા લાગ્યા, પણ એમના કમેં એમને શાંતિથી રહેવા દે તેમ ન હતા, એટલે કે ઈ ગુપ્તચર આ રાજાને ઓળખી ગયો અને ભીમસેનને સમાચાર આપ્યા કે સેમસેન રાજા અમુક ગામમાં ગુપ્ત વેશે રહે છે. આ વાતની જાણ થતાં ભીમસેન રાજા ઘણાં સિનિક સહિત ત્યાં આવી પહોંચ્યા, ગામના લેકે પણ ભયભીત બની ગયા કે આપણું ગામમાં નથી કેઈ ઝઘડે ટટ કે નથી કોઈનું ખૂન થયું કે નથી કોઈ મારામારી થઈ છતાં આટલું મોટું સન્ય આપણુ ગામમાં કયાંથી આવ્યું ? પણ સેમસેનને આ વાતની ખબર પડતાં વહેમ પડી ગયો કે નક્કી આ લેકે અમને પકડવા માટે આવ્યા લાગે છે, પિતે તે ભાગી શકે એવી કઈ સ્થિતિ ન હતી, પણ જે પુત્ર કઈ રીતે ભાગી છૂટે તે સારું. “જીવતે નર ભદ્રા પામે.” એ ન્યાયે જે પુત્ર જીવતે હશે તે કયારેક રાજ્ય મેળવી શકાશે. એમ સમજીને પોતાના પુત્રને પાસે બેલાવીને ટૂંકમાં બધી પરિસ્થિતિ સમજાવીને કહ્યું.