________________
૮૩૨
શારદા સિદ્ધિ
સામસેન રાજા અને તેમની રાણીને ફાંસીના માંચડે લઈ જવામાં આવ્યા. ફ્રાંસીએ ચઢતાં પહેલાં એમણે સવાને ખંમાન્યા ને સાગારી સંથારો કર્યાં. નવકારમંત્રનુ સ્મરણ કરતાં કરતાં હસતા મુખે મૃત્યુને ભેટયા, સમાધિ મરણે મરીને એ દેવ અન્યા પણ અહી લોકોમાં હાહાકાર મચી ગયા કે બિચારા નિર્દોષ રાજા રાણીને આપણા રાજાએ ફાંસીએ ચઢાવ્યા, પણ શુ થાય ? રાજા આગળ રૈયતનુ શુ ચાલે ? આ તરફ વિનયકુમાર ગુપ્તવેશે ફરતા એક વખત ભીમસેન રાજાના રાજ્યમાં આવ્યેા. પેટ ભરવા માટે કંઈક કામ તે કરવું જોઈ એ એટલે રાજમહેલ પાસે આવીને ઉભો રહ્યો. પ્રધાને એને પૂછ્યું-ભાઈ! તું અહીં કેમ ઉભા છે? તા કહે મારે નોકરીની જરૂર છે. રાજાની અશ્વશાળામાં માણુસની જરૂર હતી, તેથી એને અશ્વશાળામાં નાકરી રાખ્યા. વિનયકુમાર અશ્વને લાટવા, કેળવવા અને તાલીમ આપવાના કાય`માં કુશળ હતા એટલે એની કાર્યદક્ષતાથી અશ્વશાળાની રોનક બદલાઈ ગઈ. એની આવડત અને કુનેહથી એ રાજાના ખૂબ માનીતા બની ગયેા.
“ વરના બદલા લેવાની જાગેલી ભાવના ” – રાજા રથમાં બેસીને જયારે બહાર નીકળે, ત્યારે સારથિ તરીકે વિનય સાથે જ હાય. એક વખત રાજા રથમાં બેસીને ફરવા નીકળ્યા. ઘણું દૂરદૂર જંગલમાં રથ નીકળી ગયેા, અને અંગરક્ષકા બધા પાછળ રહી ગયા. ઘણે દૂર ગયા ત્યાં ફળ ફૂલના વૃક્ષેાથી મધમધતુ સુંદર ઉદ્યાન આવ્યુ. રાજાને ખૂબ થાક લાગ્યા, એટલે રથ ઉભે રખાવ્યો. વિનયે રથ થાભાગ્યે. અશ્વોને પણ આરામ કરવા માટે છૂટા કર્યાં. રાજા અને વિનય ખ'ને એક ઘટાદાર વૃક્ષ નીચે બેઠા. ઠંડા પવન આવતા હતા, એટલે રાજાને ઉંધ આવવા લાગી, તેથી વિનયના ખેાળામાં માથું મૂકીને સૂઈ ગયા. ભીમસેન રાજા ઘસઘસાટ ઉંઘે છે. આ સમયે વિનયના મનમાં વિચાર થયા કે અહા ! આ રાજાએ અમારું રાજપાટ પડાવી લઈ અમને વનવન રઝળતા કર્યાં ! એટલેથી ન પડ્યું તે મારા માતા પિતાને ફાંસીએ ચઢાવ્યા. આ બધું કરનાર કોણ ? આ મારા ખેાળામાં સૂતેલા દુષ્ટ પાપી રાજા જ ને? ખસ, આજે એ વૈરને બદલા લેવાની સાનેરી તક છે. આ એમની તલવારથી જ એમનુ' માથુ ઉડાવી દઉં.. માતા પિતાના ખૂનીને જોઈ વિનયને ખૂબ ક્રોધ આવ્યા એટલે બાજુમાં પડેલી રાજાની તલવાર મ્યાનમાંથી બહાર કાઢીને હાથમાં પકડીને ઘા કરવા જાય છે, એ વખતે એને માતા–પિતાના શબ્દો યાદ આવ્યા. અહા! મારા માતા-પિતાએ મને મત્ર આપ્યા છે અવેરે શમે વેર ન શમે વર વૈરથી ” માતા-પિતાએ મને તે વેરઝેર વધારવાની ના પાડી છે અને આ તા વૈરની વણઝાર વધારવાના માર્ગ છે, આ હું શું કરવા તૈયાર થયા છું? “અતિમ શબ્દો યાદ આવતાં વિચારમાં પરિવર્તન ” :– મારા માતા પિતાને આ રાજાએ માર્યાં. હવે હુ એને મારીશ એટલે એમના છોકરા મને મારશે. આમ વી પર પરા ચાલ્યા જ કરશે. આ વૈરની પર’પરા ચાલુ રહે તેવું કાર્યાં મારે
',
ઃઃ
,,