________________
૮૨૩
શારદા સિદ્ધિ તરફડતી સમડીના કાનમાં “નમે અરિહંતાણું” સંભળાવ્યા. એના પ્રભાવે એ સમડી મરીને રાજકુમારી બની. શીતે પચાર કરવાથી રાજકુમારી થોડી વારમાં ભાનમાં આવી અને પિતે કેમ બેભાન બની ને પૂર્વભવમાં પોતે કોણ હતી તે બધી વાત કરી, ત્યારે સૌના મનમાં થઈ ગયું કે અહો ! “નમે અરિહંતાણું” શબ્દમાં આટલી બધી શક્તિ કે સમડી મરીને રાજકુમારી બની.
બંધુઓ! અહીં એ વાત વિચારવા જેવી છે કે સમડીના જીવે અંતિમ સમયે “નમે અરિહંતાણું” સાંભળ્યું. એમાં એણે ચિત્ત કેવું એતપ્રત કર્યું હશે કે એક જ વખત સાંભળતા યાદ આવી ગયું કે મેં આવું કયાંક સાંભળ્યું છે, અને તેના પ્રભાવે જાતિ સ્મરણ જ્ઞાન થયું. બીજું નગરશેઠે પણ જીવનમાં કેવું ઘૂંટી દીધું હશે કે કેઈને છીંક આવી એમાં પિતાના મુખમાંથી “નમે અરિહંતાણું” શબ્દ નીકળી ગયા અને એ રાજકુમારીને જાતિસ્મરણ જ્ઞાનમાં નિમિત્તભૂત બને ! આવી રીતે જે જીવનમાં નવકારમંત્રનું શ્રદ્ધાપૂર્વકનું રટણ હોય તે ભવસાગર તરી જવાય. માત્ર “નમે અરિહંતાણું” આટલું પણ જીવનમાં ઘૂંટી રાખે તે કલ્યાણ થઈ જાય, અને મનમાં એવા ભાવ આવે કે હે ભગવંત! તું જ મારું શરણ છે. અરિહંત પ્યારેએવું ચરણ કમળ તારા-ગાવું નિશદિન ગીત તારા ..
તમે છો સાચા સાથી મારા અરિહંત પ્યારે જીવન તમારા ચરણે વીતાવું, ભવોભવ પાપ ખપાવું ભવભવના છે. સ્વામી મારા-તારા ચરણે રહું શીર નામી,
હું છોડું સંસારની છાયા અરિહંત પ્યારે જીવનમાં અરિહંત...અરિહંતની લગની લાગે તે એની ભક્તિ કરતાં એક દિવસ જીવ અરિહંત પદ પામી જાય. નવકારમંત્ર તાણાવાણાની જેમ વણવા માટે જીવનમાં એવી પ્રતિજ્ઞા કરો કે મારે કલાકે કલાકે નવકારમંત્રનું રટણ કરવું. એ ભૂલાઈ ન જાય તે માટે ઘરમાં પાંચ સાત જગ્યાએ નવકારમંત્ર લખી રાખે. તમારા ખિસ્સામાં ડાયરી રાખતા હો તે તેના મથાળે લખી રાખવું. જે જોતાં તરત યાદ આવી જાય. છેડા દિવસ યાદ કરવું પડશે, પછી તે એવી ટેવ પડી જશે કે જીવનમાં સૂતા, ઉઠતા, બેસતા, ખાતા પિતા દરેક કાર્યમાં “નમે અરિહંતાણું” અગર આખા નવકારમંત્રને અભ્યાસ પાડ હશે તે યાદ આવી જશે. આ ભવમાં આપણે જે રટણ કર્યું હોય તેના ઘેરા સંસ્કાર પડી જાય અને ભવાંતરમાં એનું સહેજ દર્શન થતાં કે શ્રવણ થતાંની સાથે આપણને યાદ આવી જાય છે.
જુઓ ! દેવના ભવમાં વાનરના જીવે પિતાના દેવભવમાં ઠેરઠેર નવકારમંત્ર કેતર્યા તે અંતકાળ સુધી એનું સ્મરણ રહ્યું અને મરીને વાનર થશે તે જંગલમાં પણ એણે ઠેરઠેર શીલાઓ ઉપર અને ઝાડના થડ ઉપર નવકારમંત્ર કોતર્યા હતા તે એક જ