________________
શારદા સિદ્ધિ
૮૧૭ મોક્ષનગરીમાં જવાનો માર્ગ ઉદાસીનભાવ છે. એને જે બરાબર પકડી રાખીને જીવન જીવાય તે પરમધામ–મેક્ષે પહોંચી જવાય. હવે વિચાર કરો કે ઉદાસીનભાવ એટલે શું? ઉદાસીનભાવ એટલે જગતના જડ કે ચેતન પદાર્થો અને એના પર્યાય પ્રત્યેથી ઉઠી ગયેલું મન, તટસ્થ–માધ્યસ્થ અનાસક્ત હૃદય. આવું હૃદય બનાવવા માટે સૌથી પ્રથમ રાગ-દ્વેષને દૂર કરવા જોઈએ.
બંધુઓ ! કર્મબંધન થવાનું મૂળ કારણ રાગ-દ્વેષાદિ ભાવો છે. ઈષ્ટ અને અનિષ્ટની કલ્પનામાંથી રાગ-દ્વેષ જન્મે છે પણ આ ઈષ્ટ છે ને આ અનિષ્ટ છે. એનાથી જે જીવ ઉદાસીન બને અને વિમુખ બની જાય એની ચિંતા મૂકી દે તે પછી કોઈ પણ પદાર્થો પ્રત્યે રાગ-દ્વેષ કે ક્રોધ થાય નહિ. આ મારો મિત્ર છે કે આ મારો શત્રુ છે. આ બંગલે સારો છે ને ઝૂંપડી ખરાબ છે, આ મને માન આપે છે ને આણે મારું અપમાન કર્યું એવા ભાવ ન લાવે ને બધામાં સમભાવ રાખે તે એના ઉપર રાગશ્રેષ ન આવે કે કોધાદિ કષાય પણ ન આવે. જેથી વ્યાકુળતા, વિહવળતા કે ઉકળાટ પણ ન થાય. આત્માથી પર એટલે કે બાહ્ય પદાર્થો પ્રત્યે રાગ કરવાથી એ ન મળતાં, ઈચછા પ્રમાણે કાર્ય ન થતા દિલમાં દુઃખ થાય છે. આર્તધ્યાન અને રાદ્રધ્યાન થાય છે ને તેથી કર્મબંધન થાય છે, ત્યારે જે ઉદાસીનભાવથી રહે છે તેવા આત્માઓ એમ વિચાર કરે છે કે હું તે અવિનાશી, શાશ્વત અને અખૂટ સુખને ભંડાર છું. મારે છે આવા બાહ્ય અને અનિત્ય પદાર્થોમાં શા માટે મૂંઝાવું? એના ઉપર શા માટે રાગ કર? એ બધા તે નાશવંત છે, અને એની પાછળ નવા કર્મબંધને કરી રાગની રામાયણ ઉભી કરવાની છે. એના કરતાં હું એને રાગ છેડી દઉં તે મારો આત્મા આ સંસારમાં મહાસુખી બની શકે ને પરલોકમાં પણ મહાસુખી બની શકે.
આપણે ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચક્રવતિને સમજાવે છે કે હે ચક્રવતિ ! આ સંસારના બધા સુખ અનિત્ય અને દુખપ્રદ છે. આ જીવન ક્ષણભંગુર છે માટે તમે એને મોહ ન રાખે. એને રાગ-મોહ છેડીને પરભવ માટે તે કઈક ધર્મારાધના કરો. પૂર્વભવમાં તમે શુભ કર્મો કર્યા તે આ ભવમાં આવું મહાન સુખ પામ્યા છે પણ આ ભવમાં જે સુખમાં મગ્ન રહેશે તો તમારી શી દશા થશે ? જરા વિચાર કરો.
મોતની ઘડી સુધી જે નહિ કરું ધરમ, કયાં થશે જન્મ? (૨)
જીવની સાથે જશે જે આ કૂડા કરમ, ક્યાં થશે જન્મ? જિંદગી લાંબી છે હું છું એવા ખ્યાલમાં, ભેળવી લો સઘળા શું ઉપાધિ હાલમાં બાદમાં બેસી જશું માળા લઈને હાથમાં, જે તૂટી જશે અચાનક શ્વાસની સરગમ..
જીવનમાં અંતિમ સમય સુધી પણ જે ધર્મધ્યાન નહિ કરો અને આ ભેગાસકિત નહિ છૂટે તે તમારું શું થશે ? મને તે તમારી ખૂબ ચિંતા થાય છે, કારણ કે જીવ
શા, ૧૦૩.