________________
૮૧૩
શારદા સિદ્ધિ બુઝાઈ ગયો એટલે સમજી લે કે ચારે બાજુ ઘોર અંધકાર છે પણ આવું કેણ સમજી શકે છે? જેનું તન્ય ધબકતું હોય તે, પણ જેનું ચૈતન્ય ધબકતું નથી એ સમજી શકતા નથી. જ્યાં સુધી દેહમાં ચેતન હોય છે ત્યાં સુધી એને કોઈ સહેજ ચૂંટી ખણે અગર અગ્નિ અડે તે બૂમ પાડે છે, પણ ચેતન વિનાના મડદા ઉપર ગમે તેટલી ચૂંટીઓ ખણ, શસ્ત્રોના ઘા કરે, અગર તે એના ઉપર અગ્નિ મૂકે તે એ કંઈ બેલવાનું છે? “ના”. એવી રીતે જેનું ચેતન ધબકતું હોય એને સંસારની ક્ષણિક્તા અને અસારતા સમજાય છે અને સમજ્યા પછી એ સંસારનો ત્યાગ કરી દે છે.
એક શ્રીમંત શ્રેષ્ઠીને ચેતનકુમાર નામે પુત્ર હતું. બાલપણથી એ ધર્મના રંગે રંગાયેલું હતું. એને ચેતનદેવ જાગૃત હતે. એને સંસારમાં પડવાની ભાવના ન હતી, પણ મેહઘેલા માતા પિતાએ એને બળાત્કારે જિનમતી નામની શ્રેષ્ઠી કન્યા સાથે પરણાવ્ય. જિનમતીની રગેરગમાં ધર્મને રંગ હતું. જિનવચન પ્રત્યે એને અતુટ શ્રદધા હતી. ચેતનકુમારની એવી ભાવના હતી કે માનવજન્મ પામીને બને તેટલે વધુ સંયમ પાળવે, એટલે એને પત્નીને જલદી તેડાવવાની કંઈ ઉતાવળ ન હતી. માતા પિતા જિનમતીને તેડવાની વાત કરતા ત્યારે ચેતનકુમાર એમ જ કહેતે કે શી ઉતાવળ છે? એના ભાવ એવા હતા કે જ્યાં સુધી પત્ની પિયર રહે ત્યાં સુધી હેજે સંયમ. પાળી શકાય. આમ કરતાં એક વર્ષ નીકળી ગયું ત્યારે સગાવહાલા બધા વાત કરવા લાગ્યા કે ચેતનકુમારને પરણાવ્યો છે ને એની પત્નીને કેમ તેડાવતા નહિ હોય? એટલે ચેતનકુમારના માતા-પિતા કહે છે બેટા! લેકે આપણે આવી વાત કરે છે, માટે હવે તારી પત્નીને તેડી લાવીએ, ત્યારે ચેતનકુમારે કહ્યું તે હું જાતે જ તેડવા જાઉં છું. લેકેપવાદને કારણે ચેતનકુમાર પત્નીને તેડવા જવા માટે તૈયાર થયે, ત્યારે એના માતા-પિતા કહે છે બેટા! તું સાસરે જાય છે તે એકલા નથી જવું. આ આપણે જુને મંગળિયે કરે છે એને તું સાથે લઈ જા. તો તને ઠીક રહેશે ને અમને પણ ચિંતા નહિ.
ચેતનકુમાર મંગળિયાને લઈને રવાના થયા. એ સમયે ટ્રેઇન કે બસે ન હતી. પગપાળા અગર ઘોડા-હાથી-બળદગાડી વિગેરે સાધને ઉપર જવાતું હતું. આ ચેતનકુમાર તે પોતાના નિમિત્તે કઈ જીવને કષ્ટ આપે તે ન હતું, એટલે પગપાળા ચાલતા ગયા. ચાલતાં ચાલતાં ઘણે દૂર જંગલમાં પહોંચ્યા. એના સાસરાનું ગામ બે ત્રણ માઈલ દૂર હતું. ખૂબ થાકી જવાથી એક ઝાડ નીચે વિસામે ખાવા બેઠા. ચેતનકુમાર બહુ થાકી ગએ હોવાથી સૂઈ ગયે અને મંગળિયે બેઠે રહ્યો. મંગળિયો ત્યાં બેઠા બેઠે જમીન ખેતરવા લાગે. ખોતરતાં ખેતરતાં ઉડે ખાડો પડે એટલે જમીનમાંથી એક સોનાને રત્નોથી ભરેલે ચરૂ નીકળ્યો. ચેતનકુમારને કહે છે શેઠ! જુઓ તે ખરા આ રત્નોથી ભરેલે ચરૂ નીકળ્યો. ચેતનકુમારે કહ્યું મંગળ! આ ધન આપણું નથી. એ કેઈએ અહીં દાટયું હશે. આ ધન તે મહાન અનર્થનું કારણ છે, માટે તું