________________
શારદા સિદ્ધિ :
2૧૧ ભેટ આપ્યા એટલે એના હર્ષને પાર ન રહ્યો. જે બાદશાહે એને લાખ રૂપિયા બક્ષીસમાં આપ્યા હોત તે ફકીર આ લાભ ન મેળવી શકત, પણ ખરેખર જાત મહેનતથી શરીરને પરસે ઉતારી નીતિથી મેળવેલી કમાણીમાંથી બે આનાની બક્ષીસથી ફકીર ભાગ્યશાળી બની ગયે. પ્રત્યક્ષ જોયું ને કે ઘડી પહેલાને ફકીર એ ફકીર મટીને સો ગામને રાજા બની ગયે.
બંધુઓ! ખરેખરી મહેનતથી શરીરને કષ્ટ આપીને મેળવેલી કમાણી એ સાચી મૂડી કહી શકાય પણ ગરીબેના લેહી ચુસીને મેળવેલી મૂડી એ સાચી મૂડી નથી. જુઓ, ગ્યાસુદીન બાદશાહની નીતિની કમાણીના બે આનાની બક્ષીસમાંથી ફકીર સે ગામને રાજા બને ને મહા સુખી બની ગયે, ત્યારે એને ખ્યાલ આવ્યું કે હું તો બે આનાની મિલ્કતને સાવ તુચ્છ ગણતો હતો પણ એનાથી હું મહાસુખી બની ગયે. ગ્યાસુદ્દીન બાદશાહ ન્યાય નીતિ અને પવિત્રતાથી જીવન જીવતા હતા ને રાજ્ય ચલાવતા હતા છતાં એમને બિલકુલ મમતા કે મોહ ન હતા. રાજયમાં રહેવા છતાં ફકીર જેવું જીવન જીવતા હતા અને પેલે ફકીર ફકીર હોવા છતાં સંસારના સુખમાં આસક્ત હતે. સે. ગામનું રાજ્ય મળતાં એને ખૂબ આનંદ થયો, પણ અંતે તે એ બધા સુખે, રાજવૈભવ બધું અશાશ્વત છે ને? એ બધું અહીં છેડીને જવાનું છે. સાથે એક રાતી પાઈ પણ આવવાની નથી.
આપણુ અધિકારમાં પણ એવી જ વાત ચાલે છે. ચિત્તમુનિ બ્રહ્મદત્ત ચકવતિને સમજાવે છે કે આ મનુષ્ય જન્મ પામીને મહાપુણ્યદયે તમને આટલી સંપત્તિ મળી છે. બધી જાતના સુખ મળ્યા છે, અને એમાં તમે આસક્ત બની ગયા છે પણ એક દિવસ તો એને મેહ તમારે છેડે પડશે.
इह जीवए राय असासयम्भि, धणियं तु पुण्णाई अकुव्यमाणा। છે સેલઃ મધુ અવળg, ધર્મ પtf g || ૨૧ .
હે રાજન ! આ મનુષ્યનું જીવન અશાશ્વત છે. આવા ક્ષણભંગુર અને અશાશ્વત જીવનમાં જે મનુષ્ય નિરંતર ધર્મના કાર્યો, પુણ્યના કાર્યો કરતો નથી તે મનુષ્ય જ્યારે મૃત્યુના મુખમાં પહોંચે છે ત્યારે તે આ લેકમાં તે શોક કરે છે અને પરલોકમાં જ્યારે જાય છે ત્યારે ત્યાં દુઃખી થાય છે અને મેં કાંઈ પણ ધર્મકાર્ય કર્યું નથી એવા વિચારમાં તે રાતદિવસ દુઃખી રહ્યા કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે દુર્લભ એવે મનુષ્ય જન્મ પામીને અવશ્ય ધર્મનું આચરણ કરવું જોઈએ. જે મનુષ્ય ધર્મારાધના કરતો નથી ને માત્ર સંસારના સુખમાં આસક્ત રહે છે તે નરક-તિર્યંચાદિ દુર્ગતિમાં જાય છે ને ત્યાં અસહ્ય દુઃખે ભોગવે છે, પછી પશ્ચાતાપ કરે છે કે હાય..હાય...મેં એ સમયે એટલે કે હું મનુષ્ય હતું ત્યારે મેં કંઈ ધર્મારાધના કરી નહિ. જે એ