________________
શારદા સિદ્ધિ
૮૦૯ 'ઈરાન દેશના એક મહમદ શાહ નામના ફકીરે ગ્યાસુદ્દીન બાદશાહની ખૂબ પ્રશંસા સાંભળી, તેથી એના મનમાં થયું કે હું આ બાદશાહની પાસે જાઉ તે એ મને ઘણી મોટી રકમ બક્ષીસમાં આપશે ને મારું દરિદ્ર ટળી જશે. મારો જન્મારો સફળ બની જશે, પછી જિંદગીભર કમાવાની કઈ ચિંતા નહિ રહે. આમ વિચાર કરીને ફકીર ઈરાન દેશમાંથી હિન્દુસ્તાનમાં દિલ્હીમાં આવ્યું. ફકીર તે ઘણી મોટી આશાથી આ હતું, પણ બાદશાહ તે રાજ્યના ભંડારમાંથી એક પાઈ પણ પિતાના માટે વાપરતા ન હતા. તેમને એક જ દયેય હતું કે રાજ્યના ભંડાર મારા નથી. એ તે પ્રજાને પૈસો છે અને પ્રજાના હિત માટે કે રક્ષણ માટે વાપરવા જોઈએ. એમાં મારો હક્ક નથી. એમ સમજીને સ્વયં કમાણી કરીને જીવન ગુજારતા હતા. એ બીજાને દાન કયાંથી આપી શકે ?
ફકીર તે દરબારમાં આવી બાદશાહને પ્રણામ કરીને ઉભે રહ્યો ને બાદશાહને દુઆ દીધી, તેથી બાદશાહે પણ એનું સ્વાગત કર્યું, અને પોતાને ત્યાં જમવા માટેનું આમંત્રણ આપ્યું. ફકીરે તેને સહર્ષ સ્વીકાર કર્યો. બપોરે બાદશાહને જમવાને સમય થયે. એટલે પેલા ફકીરને પણ પિતાની સાથે જમવા બેસાડે. ફકીરના મનમાં તે એ હર્ષ થયે કે આજે મારા ભાગ્ય ઉઘડી ગયા. હમણું જાતજાતના મિષ્ટાન્નો પીરસાશે ને હું ધરાઈને મિષ્ટાન્ન જમીશ. મારી ભૂખ અને દરિદ્ર ભાગી જશે. આમ વિચારોને હવાઈ મહેલ ચણ રહ્યો હતો. ત્યાં ભેજન થાળમાં મિષ્ટાને બદલે જુવારને રિટલે જ અને મગની દાળનું ભેજન પીરસાયું. ખુદ બાદશાહના થાળમાં પણ એ જ ભજન પીરસાયું. ફકીર માનતે હતું કે મને બાદશાહુની સાથે જમવા બેસાડ્યો છે એટલે ભોજનમાં માલમલીદા મળશે ને પછી રાજા મને મોટું ઈનામ આપશે, પણ ભેજનમાં જુવારને રોટલે ને મગની દાળ જોઈ એટલે એની આશાને ચણેલે હવાઈ મહેલ તૂટી પડે.
ફકીરના મનમાં થયું કે બાદશાહ ૫તે જુવારને રોટલે ને મગની દાળ જમે છે અને પિતાને ત્યાં આવેલા મારા જેવા વિદેશી ફકીરને પણ આવું સાદું ભજન જમાડે છે તે એ મને શું આપી શકવાને છે? અહીં રહેવાને કોઈ અર્થ નથી. આમ વિચાર કરીને જમ્યા પછી ફકીરે જવાની રજા માંગી. બાદશાહે એને રોકાવા માટે ખૂબ કહ્યું પણ ફકીર રોકાયો નહિ ત્યારે બાદશાહે એના ખિસ્સામાંથી બે આના કાઢીને ફકીરને બક્ષીસ આપ્યા. બે આનાની શું કિંમત? અત્યારના જમાનામાં તે બે આનાના દાતણ પણ નથી મળતા. આવી બે આનાની રકમ જોતાં ફકીરના દિલમાં ખૂબ દુઃખ થયું. એ મનમાં વિચારવા લાગ્યો કે હું તે લાખો રૂપિયાની આશાથી ઈરાન દેશ છોડીને હિન્દુસ્તાનમાં આવ્યો. આટલી મારી મહેનત પણ સફળ ન થઈ! અહીં તે મને ફક્ત બે આને જ મળ્યા. બે આનાને મારે શું કરવાના? આમ વિચાર કરતે એ બે આના લઈને મહેલમાંથી પાછા ફર્યો. દિલ્હીની બજારમાંથી પસાર થતાં એના મનમાં વિચાર આવ્યો કે હું ઈરાન જઈશ ત્યારે મારા બાળકે પૂછશે કે બાપુજી! શી. ૧૦૨