________________
- ૮૧૨
શારદા સિદ્ધિ સમયે ધર્મારાધના કરી હતી તે અત્યારે મારે આવા દુઓ ભેગાવવાને સમય ન આવત. આવી રીતે પશ્ચાતાપ કરવાનો સમય ન આવે એ માટે મહાન પુરૂષે આપણને સંસારને મેહ છેડવા માટે ઉપદેશ આપીને જાગૃત કરે છે. ' હે ભવ્ય છે ! આ સંસારમાં એક પણ ચીજ શાશ્વત નથી. જેને ઉદય છે તેને અસ્ત થવાને છે. જે ખીલે છે તે અવશ્ય કરમાય છે. જેનું નામ છે તેને એક દિવસ નાશ થવાનો છે. આવું જાણવા છતાં અને સમજવા છતાં પણ મનુષ્ય ધર્મ કરતો નથી. એ તે એમ જ સમજે છે કે મને આ બધું સુખ-વૈભવ વિલાસ જે કંઈ મળ્યું છે તે કયાંય જવાનું નથી. સદા કાળ ટકવાનું છે. આવું માનવું તે મૂર્ખતા છે. કોણ કાયમ રહ્યું છે ને કેના સુખ કાયમ ટક્યા છે ? દેવકના દેવેનું સુખ પણ કયાં કાયમ ટકે છે? સૂયગડાચંગ સૂત્રમાં ભગવાન કહે છે કે
ठाणी विविह ठाणाणि, चइस्संति ण संसओ ।
કણિયણ 3યં વાસે, જાય હિ સુધી િય છે અ. ૮ ગાથા ૧ર દેવલેકના ઈન્દ્રો તથા સામાનિક દેવે આદિ ઉંચ સ્થાનવાળાઓ તથા મનુષ્યોમાં ચકવતિ, બળદેવ, વાસુદેવ, મહામાંડલિક રાજા, આદિ ઉચ્ચપદ પર રહેલા તથા ભોગભૂમિમાં રહેલા યુગલે આદિ ઉચ્ચ સ્થાનવાળા તથા સાધારણ મનુ, તિય વગેરેને પોતપોતાના સ્થાન એક દિવસ છોડવા પડે છે, એટલે મૃત્યુ પામી પરલોકમાં જવું પડે છે. તેમાં લેશમાત્ર સંદેહ નથી. જેથી સ્વર્ગ લોકનાં અને આ લેકના સાંસારિક સર્વ સુખો અશાશ્વત તથા થોડા કાળના જાણીને અહંકાર તથા મમત્વને દૂર કરવા જોઈએ. તેમજ જ્ઞાતિજન, સ્વજન તથા મિત્રજને સાથે સહવાસ પણ અનિત્ય છે. ઘણાં કાળ સુધી બાંધવે સાથે રહેવા છતાં અંતમાં તો સદાને માટે વિયેગ થાય છે. ઘણાં કાળ સુધી ભોગે ભેગવવા છતાં તૃપ્તિ થતી નથી. ઘણાં કાળ સુધી શરીરનું પિષણ કરવા છતાં શરીરને પણ એક દિવસ નાશ થાય છે પણ જે પ્રેમથી ધર્મનું સેવન કર્યું હોય, આત્માની ચિંતા કરી હોય તે ધર્મ આ લેકમાં ને પરલેકમાં સહાયક થાય છે, સુખ પ્રાપ્ત કરાવે છે. જ્યારે ભેગે પગના સુખના ભેગવટા પાછળ દુઃખના વિપાકે લાંબા કાળ સુધી ભેગવવા પડે છે. તેમજ ભેગના સાધને કદાચ ભેગી જીવેને છોડીને ચાલ્યા જાય છે અગર તે ભેગીજીવ ભેગના સાધને છોડીને ચાલ્યો જાય છે ને અધમ ગતિમાં ઉત્પન્ન થાય છે. આવું સમજીને મહાન પુણ્યદયે મળેલે અમૂલ્ય માનવભવ ધર્મરાધના કરીને સાર્થક કરે.
બંધુઓ ! આ વાત દરેક મનુષ્ય ખૂબ વિચારવા જેવી છે કે આ બધું ક્યાં સુધી ટકવાનું છે? દિપક કયાં સુધી જલી શકે છે? જ્યાં સુધી દિપકમાં તેલ છે ત્યાં સુધી. તેલ ખૂટશે એટલે દિપક બૂઝાઈ જશે ને ચારે બાજુ ઘોર અંધકાર છવાઈ જશે, એ રીતે જ્યાં સુધી આયુષ્યને દિપક જલે છે ત્યાં સુધી આ સુખ વૈભવ બધું છે એ