________________
૮૧૪
શારદા સિદ્ધિ એને પાછું દાટી દે. એ આપણે ન જોઈએ. શેઠના કહેવાથી મંગળિયાએ ચરૂ દાટી દીધે, પણ એને જીવ કચવાય, પણ શેઠ આગળ એનું કંઈ ચાલે તેમ ન હતું.
ડીવાર આરામ કરીને બંને ચાલ્યા પણ નેકરને જીવ પેલા ચરૂમાં હતે. સસરાના ગામના પાદરમાં આવ્યા, એટલે ચેતનકુમારે નેકરને કહ્યું –ભાઈ! તું આગળ જઈને સાસરે ખબર આપ કે જમાઈ તમારી પુત્રીને તેડવા માટે આવે છે. પછી હું આવું છું, કારણ કે અચાનક જઈને ઉભા રહીએ તે સારું નહિ. મંગળિયે કહે ભલે, એમ કહીને એ ગમે તે ખરે પણ એના મનમાં થયું કે નક્કી આ શેઠ મને આગળ મોકલીને પેલે ચરૂ લઈ લેશે. મને આગળ મોકલવાનું કારણ આ જ લાગે છે, એટલે એને થેડે જઈને પાછો ફર્યો ને જદી શેઠની પાસે પહોંચે. ચેતનકુમારે કહ્યું કેમ ભાઈ! તું તે જલ્દી આવી ગયો ત્યારે મોટું ગંભીર કરીને કહે છે શેઠ! જુલમ થઈ ગયે. હું તમને શું વાત કરું ? કહેતા મારી જીભ ઉપડતી નથી. ચેતનકુમારે કહ્યું-ભાઈ ! શું છે? જે હોય તે સાચું કહે. શેઠ ! હું તે તમે આવ્યાની વધામણી દેવા દેડતે હરખભેર તમારા સાસરે ગયે ત્યારે તમારા સાસુ સસરા ખૂબ રડતા હતા. મારાથી એમને કેમ પૂછાય કે તમે કેમ રડો છો ? એટલે મેં આડોશી પાડોશીને પૂછયું તે ખબર પડી કે તમારી પત્ની જિનમતી પરાયા પુરૂષમાં મુગ્ધ બનીને ચાલી ગઈ છે, અને એના મા-બાપને કોઈએ સમાચાર આપ્યા કે તમારા જમાઈ જિનમતીને તેડવા આવે છે એટલે એમના દિલમાં આઘાત લાગ્યો છે કે જમાઈ તેડવા આવે છે ને દીકરી તે ભાગી ગઈ છે. હવે શું હું બતાવવું !
દેવાનુપ્રિયે! ધનને લેભ કે અનર્થ કરે છે ! કેવી માયાજાળ રચે છે! માનવ જીવન તે સ્વાત્માને સારે, ગુણિયલ અને સાત્વિક ઉદાર પ્રકૃતિવાળા બનાવવા માટે મળ્યું છે પણ જેનું ચૈતન્ય મૂઢ બની ગયું છે એવા આત્માએ તે અવળું કામ કરે છે. ધનના લેભી નેકરે પવિત્ર જિનમતી ઉપર કે આરોપ મૂક! આ સાંભળીને ચેતનકુમારના મનમાં આંચકો લાગ્યું કે આવી પવિત્ર અને ધમક જિનમતી આવી બની ગઈ! પણ નેકર ઉપર વિશ્વાસ હતો ને પોતે સરળ પ્રકૃત્તિને હતો એટલે નેકરની વાત સાચી માની લીધી, અને મનમાં વિચાર આવ્યો કે અહો ! મોહની કેવી વિટંબણા છે કે આવી ઉત્તમ કુળમાં જન્મેલી અને આવી ધર્મની સંસ્કારી જિનમતીને આવી બુદ્ધિ કયાંથી સૂઝી? ખરેખર સંસાર મોહની વિટંબણાઓથી ભરેલે છે. મારે આવા સંસારમાં રહીને શું કામ છે? આમ વિચાર કરીને નેકરને કહે છે કે હે મંગળ! તો હવે મારે સાસરે જવાને શું અર્થ ! જેના માટે જઈએ છીએ એ તે નથી, માટે હવે હું તે અહીંથી સીધે કઈ ગુરૂ મહારાજની શોધમાં જાઉં છું. મને ગુરૂ મળશે તે હું દીક્ષા લઈ લઈશ. તું અહીંથી ઘેર જા અને માતા પિતાને બધી વાત કરજે,